________________
૩૫૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત બાકીના ભાગમાં જીવ અજીવની હકીકત જણાવી છે. ૧૨૮. શ્રીનંદીસૂત્ર અને પાક્ષિકસૂત્ર વગેરે ગ્રંથોમાં આ સૂત્રને ઉકાલિક સૂત્રોમાં ગણ્યું છે. તથા આને શરૂઆતમાં અધ્યયન તરીકે કહ્યું છે, ને છેવટે સૂત્ર તરીકે પણ જણાવ્યું છે. તેમજ અહીં દ્રવ્યાનુયોગની બીના કહી છે. ૧૨૯. શ્રીસ્થવિર ભગવતે પહેલા ટૂંકામાં અછવના ભેદ પ્રભૂતાદિનું વર્ણન કર્યું છે. તે પછી વિવિધ પ્રકારના જીના વિચાર વિસ્તારથી વર્ણવ્યા છે. ૧૩૦ અહીં છઠ્ઠા સૂત્રમાં સિદ્ધ અને સંસારી એમ બે ભેદનું સ્વરૂપ કહીને સાતમા સૂત્રમાં મુક્ત એટલે સિદ્ધ ભગવંતોનું વર્ણન કર્યું છે. પછી આઠમા સૂત્રમાં અનુક્રમે નવ પ્રતિપત્તિઓ (અધ્યયન, વિભાગ) જણાવી છે. તેમાં જીવના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ભેદોનું વર્ણન ક્રમસર કર્યું છે. ૧૩.
સ્પષ્ટાથે:–આ શ્રીજીવાભિગમ સૂત્ર ત્રીજુ ઉપાંગ છે. અને એ જીવનું અને અજીનું સ્વરૂપ વિસ્તારથી જાણવાનું અપૂર્વ સાધન છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ વગેરે મહાપુરુષોએ શ્રીજીવવિચારાદિ પ્રકરણ વગેરેની રચના કરી હતી, તે આ ત્રીજા ઉપાંગ વગેરેના આધારે જ કરી છે, એમ સ્પષ્ટ જણાય છે. શ્રીસ્થાનાંગસૂત્રમાં ઢંકામાં કહેલ છવાદિની બીન અહીં વિસ્તારથી કહી છે. માટે જ આ સુત્ર ત્રીજા અંગનું ઉપાંગ છે એમ જણાવ્યું છે. અહીં સંસારી જીનું સ્વરૂપ જણાવતાં સૂત્રકારે જે વિભાગ પાડ્યા છે, તે દરેકનું “પ્રતિપત્તિ” નામ જણાવ્યું છે. જેમ બીજાં આગમમાં શતક ઉદ્દેશા વિગેરે તથા અધ્યયન, પ્રકાશ વગેરે જણાવ્યાં છે, તેમ અહીં ગ્રંથાદિના વિભાગ રૂપે પ્રતિપત્તિ સમજવી.
૧. પહેલી પ્રતિપત્તિ-અહીં સંસારી જીના ૧, સ્થાવર અને ૨. ત્રસ. આ બે ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે.
૨. બીજી પ્રતિપત્તિ—અહીં ૧. સી ૨. પુરુષ, ૩. નપુંસક આ રીતે ત્રણ ભેદનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
૩. ત્રીજી પ્રતિપત્તિ–અહીં ૧, નારક, ૨. તિય"ચ, ૩, મનુષ્ય, ૪. દેવ આ રીતે સંસારી છના ચાર ભેદો વિસ્તારથી વર્ણવ્યા છે.
૪. ચોથી પ્રતિપત્તિ—અહીં ૧. એકેન્દ્રિય, ૨. બેઇંદ્રિય, ૩. તેઈદ્રિય ૪. ચતુરિન્દ્રિય, ૫. પંચેન્દ્રિય આ રીતે સંસારી જીના પાંચ ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. - પ. પાંચમી પ્રતિષત્તિ–અહીં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ કાય અને ત્રસકાય આ રીતે ૬ ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે,
૬. છઠ્ઠી પ્રતિપત્તિ—અહીં ૧, નારકે, ૨. તિ , . તિચિણીઓ, ૪. મનુષ્ય, ૫. મનુષ્યની સ્ત્રીઓ, ૬. દેવ, ૭. દેવીઓ આ રીતે ૭ ભેરે વિસ્તારથી સમજાવ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org