________________
૩પર
શ્રીવિજયસૂરીશ્વરકૃત હતી. પાછળથી કેઈ કારણે તેણે દીક્ષા તજી બૌદ્ધ ધર્મ ફેલા. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે કેશી નામના અનેક થયા છે. આ કેશી ગણધર આદર્શ સાધુતાને વરેલા હતા, તથા તેમનામાં સામાને સમજાવવાની ને પૂછેલા પ્રશ્નને શાંતિથી ઉત્તર દેવાની અલૌકિક શક્તિ હતી, તેમજ સરલ અને ગુણગ્રાહી પણ હતા.
પ્રદેશી રાજા જે કે જેનધર્મ પામ્યા પહેલાં નાસ્તિક હતા, પણ તે સરલ અને સત્વગ્રાહી હોવાથી કેશી ગણધરના સમાગમથી દેશના શ્રવણાદિથી અને સંતોષજનક ઉત્તરે મળવાથી શ્રાવક ધ (બાર તો) ને આરાધવા લાગ્યા. ધમપસાયે વૈરાગ્ય ભાવના વધતાં તે શીલધર્મની આરાધનામાં આગળ વધ્યા. તેમની આ સ્થિતિ સૂર્યકાંતા રાણીને ભેગ સાધનામાં અંતરાયભૂત લાગી, તેથી તે જ્યારે બીજી રીતે રાજાને મારવામાં ફાવી નહિ, ત્યારે તેણીએ તેરમા છઠ્ઠના પારણે પ્રદેશી રાજાને એરમિશ્રિત ભોજન ખાવા પીરસ્યું. તે તો આ કપટને જાણતો નથી, તેથી તેણે તે ભેજન ખાધું.
ડીવારમાં ઝેર ફેલાયું, ત્યારે રાજાએ જાણ્યું કે આ કામ કરનારી સૂર્યકાંતા રાણી છે. છતાં તેણે તેની ઉપર લગાર પણ ક્રોધ કે અરુચિ કરી નહીં ને સમતાભાવે અંતિમ આરાધના કરી. સમાધિથી મરીને તે સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામે એકાવનારી મહદ્ધિક દેવ થયા. રાજા પ્રદેશનું અંતિમ જીવન બહુજ ઉચ્ચ કેટીનું હતું. શાંતિથી તેને વિચાર કરનારા શ્રાવકો પિતાના શ્રાવક ધર્મને નિર્દોષભાવે જરૂર આરાધી શકે છે. આવા સાત્વિક જીવન ગુજારનારા પુણ્યાત્માએ વિરલ જ હોય છે. હાલના શ્રમણોપાસકે પરમશ્રાવક પ્રદેશી રજાના જેવું જીવન ગુજારી મોક્ષમાર્ગને આરાધી મુક્તિના અવ્યાબાધ સુખ પામે. એ જ હાર્દિક ભાવના.
છે શ્રી રાયપસેણીય સૂત્રને ટ્રેક પરિચય પૂરો થયો છે
૫ શ્રી જૈન પ્રવચન કિરણુવલીનો પંદરમો પ્રકાશ પૂર્ણ થયો છે
UR
UR
UR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org