________________
૩ર૬
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત આની પછી અંબડ પરિવ્રાજકનો અધિકાર વર્ણવ્યો છે. તેમાં કહ્યું છે કે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય લાંબી અટવીમાં ચાલતાં જ્યારે તેમની પાસેનું પાણી ખૂટી ગયું, અને બીજું પાણી ન મળી શકયું, ત્યારે અનશન અંગીકાર કરીને પ્રભુ શ્રી મહાવીરની સાક્ષીએ સર્વવિરતિ ધર્મને ઉચરી (સ્વીકારી) બ્રહ્મદેવલાકે ૧૦ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું પામ્યા. આ હકીકત વિસ્તારથી સમજાવતાં પ્રસંગે બીજી પણ જરૂરી બીના કહી છે. પછી અંબઇ પરિવ્રાજકની વૈકિય લબ્ધિને પ્રભાવ જણાવીને પ્રભુએ શ્રીગૌતમસ્વામીને કહ્યું કે અંબડ પરિવ્રાજક આ ભવમાં દીક્ષા લઈ શકશે નહી. પછી તેના શ્રાવકપણાના આચારાદિનું વર્ણન કરીને જણાવ્યું કે તે ઘણું વર્ષો સુધી શ્રાવકપણું પાળીને (શ્રાવક ધર્મને આરાધીને) બ્રહ્મ દેવલોકે ૧૦ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું અનુભવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામશે. તેના માતા પિતા તેનું પ્રતિજ્ઞા નામ પાડશે, જન્મોત્સવ ઉજવશે, અનુક્રમે પાંચ ધાવ માતાઓથી લાલન પાલન કરાતો તે યોગ્ય વયે ૭૨ કલાનો અભ્યાસ કરશે. અહીં કલાના નામ જણાવ્યાં છે. આ દઢપ્રતિજ્ઞ ભરજુવાનીમાં પણ કામભાગમાં આસક્ત થશે નહીં. આ હકીકત કમલ તથા જલ વગેરેનાં દૃષ્ટાંત આપીને સ્પષ્ટ સમજાવી છે. એક વખત તે સ્થવિર ભગવંતની પાસે ધર્મ સાંભળી વેરાગ્યથી દીક્ષા લઈ આરાધીને કેવલજ્ઞાન પામશે. ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાય પાળી માસિક અનશન કરી અંતે સિદ્ધિપદ પામશે. આ રીતે અંબડ પરિવ્રાજકનું ભાવી જીવન વિસ્તારથી કહ્યું છે.
પછી જણાવ્યું છે કે શ્રીઆચાર્ય -- ઉપાધ્યાયના અવર્ણવાદ ( નિંદા) વગેરે પ્રકારે આશાતના કરનારા જીવો કિલિબષિક દેવપણું પામે છે, તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩ સાગરોપમ હોય છે. અહીં આને અનુસરતી બીજી પણ બીના જણાવીને કહ્યું છે કે જલચર વગેરે સંજ્ઞી પંચેન્દ્રિય તિયાને શુભ અધ્યવસાય વગેરે નિમિત્તેમાંના કઈ પણ કારણથી જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. તથા તેઓ અતિથિ સંવિભાગ નામના બારમા વ્રત સિવાયનાં ૧૧ વ્રતોમાંના યથાશક્તિ એકાદિ વતની આરાધના તથા અનશનાદિ કરી ઉત્કૃષ્ટથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી પણ જઈ શકે છે. તેથી આગળ તિર્ય* જાય જ નહિ, કારણ કે નવમા દેવલોકથી માંડીને અનુત્તર વિમાન સુધીના દેવલોકમાં મનુષ્ય જ જઈ શકે છે. આઠમા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયેલા તે તિર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું જાણુવું. તથા આજીવિકા મતના ભિક્ષુકે બારમા દેવલાકે
કષથી બાવીશ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું પામે પણ તેઓ વિરાધક કહેવાય. બાકીની બીના પૂર્વની જેમ જાણવી. વળી ભૂતિકર્માદિ કરનારા ભિક્ષુકે આલોચનાદિ કર્યા વિના કાળ કરી જે દેવ લોકમાં જાય તો ઉત્કૃષ્ટથી અચુત દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળું આભિયોગિક દેવપણું પામે, તેઓ વિરાધક કહેવાય છે. સાત નિદવો ઉત્કથી ઉપલી ગૈવેયકમાં ૩૧ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org