SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૨. શ્રી દષ્ટિવાદ સૂરને પરિચય) ૩૧૫ ભવથી માંડીને ઠેઠ અંતિમ ભાવ (મોક્ષે જવાના ભવ) સુધીની તમામ હકીકત કહી હતી. એટલે તેમના છેલ્લા બે ભવ સિવાયના પાછલા ભવનું અને ઉપાંત્ય (છેલ્લા ભવની પહેલાના ) દેવ ભવના આયુષ્ય સુખાદિનું વર્ણન કરીને છેલા ભવમાં પાંચ કલયાણનું, જન્માભિષેકનું ને રાજ્યાવસ્થાનું તથા કરેલી આકરી તપશ્ચર્યાનું વર્ણન કર્યું હતું. પછી તીર્થસ્થાપના, શિષ્યગણ, ગણધર, બીજા મુનિઓની અને સાથીઆની સંખ્યા અને શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા કહીને તેમના કેવલી, મન:પર્યવજ્ઞાની, મુનિવરાદિની સંખ્યા અને વાદિમુનિઓની, અનુત્તર વિમાને જનાર તથા વૈક્રિય લબ્ધિધારી મુનિઓની, તેમજ મોક્ષે ગયેલ સાધુ સાધ્વીની સંખ્યા વગેરે પદાર્થોની હકીકતો જણાવી હતી. આ રીતે મૂલ પ્રથમાનુયોગની બીના કહીને હવે ગંડિકાનુયોગનું સ્વરૂપ જણાવું છું. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું-શેલડી વગેરે પદાર્થોનો જે મધ્યભાગ (વચલો ભાગ) તે ચંડિકા કહેવાયા. તેના જેવી જે હોય એટલે એક (સરખા) અર્થાધિકાર (વર્ણન) વાળી જે ગ્રંથરચના તે ચંડિકા કહેવાય. તેમના જે અનુયોગ એટલે અર્થ કહેવાનો વિધિ, તે ચંડિકાનુગ કહેવાય. અહીં કુલકરગઠિકા વગેરે ૧૩ ચંડિકાઓ જણાવી છે. તે દરેકમાં અનુક્રમે કુલકર, તીર્થકર, ગણધર, ચક્રવત્ત, દશાર, બળદેવ, વાસુદેવ, હરિવંશ, ભદ્રબાહુ, તપ કર્મ, ઉત્સર્પિણી, અવસપિણી વગેરે પદાર્થોનું વર્ણન કર્યું હતું એમ સમજવું. દશાહ ગાંડિકામાં સમુદ્ર વિર્યથી માંડીને વસુદેવ સુધીના દશ દશાહ રાજાઓનું વર્ણન કર્યું હતું. અને ચિત્રા છે એટલે વિવિધ પ્રકારના અર્થવાળી “અંતરેઝ એટલે શ્રી ઋષભદેવના અને શ્રી અજિતનાથના આંતરામાં (અંતર કાલામાં) ચંડિકા ” એટલે સરખા વર્ણનવાળા અર્થાધિકારને અનુસરનારી. ત્યાર પછી ચિત્ર એવી જે અંતર સંહિકા, તે ચિત્રાંતર ગંડિકા કહેવાય. આ રીતે ચિત્ર પદનો અને અંતરચંડિકા પદનો કર્મધારય સમાસ કરવો. આ ચિત્રાંતર મંડિકાનું રહસ્ય ઢંકામાં આ પ્રમાણે જાણવું-શીષભદેવના અને શ્રી અજિતનાથના આંતરામાં તેમના વંશમાં થયેલા રાજાએ મોક્ષમાં કે અનુત્તર વિમાને જ ગયા છે. આ હકીકતને વિસ્તારથી સમજાવનારી ચિત્રાંતર ચંડિકા હતી. તે ગાકા “ જોનસ્ટar fણા ઈત્યાદિ ગાથાઓ વડે નંદીસૂત્રની ટીકામાં વિસ્તારથી વણવી છે, તે ત્યાંથી જાણવી. તેમાં જણાવ્યું છે કે “ચૌદ લાખ રાજાઓ નિરંતરપણે સિદ્ધ થાય, પછી એક રાજા સર્વાર્થસિદધે જાય. એ પ્રમાણે એક એક સ્થાનને વિષે અસંખ્યાતા પુરૂષયુગ થાય છે વગેરે. તથા અંતે જિતરાત્રુ રાજા થયા, ત્યાં સુધીની પણ બીના કહી છે. આ વિસ્તાર સિદ્ધગઠિકા પ્રકરણમાં પણ કર્યો છે. પ. ચૂલિકા–દષ્ટિવાદનો પાંચમો ભેદ ચૂલિકા કહ્યો છે. જેમ મેરૂ પર્વત પર ચલા કહી છે, તેમ અહીં દષ્ટિવાદ મૃતરૂપી પર્વતનું જે શિખર એટલે પરિક ચાર ભેદામાં નહિ કહેલી બીનાને જણાવનારી જે ગ્રંથપદ્ધતિ (શાસ્ત્રનો અમુક ભાગ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy