________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૨, શ્રી દષ્ટિવાદ સૂત્રનો પરિચય)
૩ce પહેલા શ્લોકની અપેક્ષા કરે છે. એ રીતે માંહોમાંહે એક શ્લોક બીજા શ્લોકની સાથે અપેક્ષા રાખે છે. એમ સર્વ શ્લોકમાં સમજવું. આ રર સૂત્રો આજીવિક (અ) ગોશાલકે પ્રવર્તાવેલા પાખંડ સૂત્રની પરિપાટીએ કરીને અક્ષર રચનાના વિભાગો વડે રચેલા છે. એટલે દરેક શ્લોકમાં રહેલા અક્ષરો જુદા જુદા છે, પરસ્પર સંબંધવાળા નથી, તો પણ અર્થથી (અર્થની અપેક્ષાએ) તે મહેમાહે અપેક્ષાવાળા છે જ. વળી “આ જ રર સૂત્ર ત્રણ નયવાળાં ત્રિરાશિક સૂત્રની પરિપાટીએ કરીને કહ્યાં છે. અહીં ત્રણ નયવાળાં રર સૂત્રો કહ્યાં તેનું રહસ્ય એ છે કે ત્રિરાશિક એટલે આજીવિકા મતે એ રર સૂત્રો ત્રણ નાના અભિપ્રાય (અપેક્ષા) વડે વિચારાય છે. અહીં ત્રિરાશિક કહ્યા તે રેહગુપ્તથી જુદા જણાય છે. તેમજ “આ જ રર સૂત્રો ચાર નયવાળાં સ્વસમયસૂત્રની પરિપાટીએ કરીને કહ્યાં છે,” એમ જે કહ્યું, તેનું રહસ્ય એ છે કે એ રર સૂત્રો ચાર નયના અભિપ્રાયથી વિચારાય છે. આ રીતે ૪ બાવીશી મળીને ૮૮ સૂત્ર થાય છે. આ રીતે બીજા સૂત્ર નામના ભેદનું સ્વરૂપ ટૂંકામાં જણાવ્યું.
૩. હવે ત્રીજા પૂર્વગત નામના ભેદનું સ્વરૂપ જણાવું છું-પ્રભુશ્રી તીર્થંકરદેવ તીર્થની સ્થાપના કરવા અવસરે ગણધરોને તમામ સૂત્રો (પૂર્વગત નામને ત્રીજે ભેદ) આધાર લેવાથી શરૂઆતમાં પૂર્વગત સૂત્રનો અર્થ કહે છે, તેથી કરીને આ દષ્ટિવાદના તે ૧૪ વિભાગો “પૂર્વ નામથી ઓળખાય છે. અને ગણધરે સૂત્રની રચના કરવાના અવસરે ૧, આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ઇત્યાદિ પહેલા કહેલા ક્રમે દ્વાદશાંગીને રચે છે, તેમજ સ્થાપન કરે છે. (ગોઠવે છે.) આ બાબતમાં મતાંતર (બીજા આચાર્યોનો વિચાર) એ છે કે શ્રી તીર્થંકર પ્રભુ તીર્થસ્થાપનાના અવસરે શરૂઆતમાં પૂર્વગત વિભાગને અર્થ કહે છે, અને ગણધરો પણ પૂર્વગત શ્રતની જ પ્રથમ રચના કરે છે, તેમજ તે પછી આચારાંગાદિકની રચના કરે છે.
પ્રશ્ન-જે એમ હોય તો શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે આચારાંગની નિયુક્તિમાં કહ્યું છે કે “સfઆયા પઢો ? એટલે બાર અંગોમાં પહેલું શ્રીઆચારાંગસૂત્ર જાણવું. આ વચન શી રીતે ઘટી શકે?
ઉત્તર-તે નિયુક્તિમાં તે અંગેની સ્થાપનાને (ગોઠવણ) લક્ષ્યમાં રાખીને તે પ્રમાણે કહ્યું છે. અને અહીં તો સૂત્રોની રચનાને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે પહેલાં પૂને ર છે. યાદ રાખવું કે પહેલી સૂત્રરચના અને તે પછી સૂત્રોની ગોઠવણી કરાય.
આ પૂર્વગતશ્રતના ૧૪ ભેદો છે. તે આ પ્રમાણે-૧, ઉત્પાદપૂર્વ તેમાં તમામ દ્રવ્યોના ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ ધર્મોનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું હતું. આ ઉત્પાદાદિ ત્રણ ધર્મોમાં ઉત્પાદની મુખ્યતા છે. કારણ કે બીજા વ્યય અને ધ્રૌવ્ય ધર્મો ઉત્પાદને જ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org