________________
૩oo
શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત પણ નિરૂપક્રમ એટલે નિકાચિત કર્મોદયથી થયેલા કે થનારા ઉપદ્રવો દૂર થઈ શકતા નથી. આમાંથી શિખામણ એ મળે છે કે હિંસા અન્યાયાદિનાં બૂરાં ફલે અભસેને રીબાઈને રીબાઈ ભેગવ્યાં. તેના પાપની અસર તેના કુટુંબ ઉપર થઈ. તેથી તેને પણ અસમાધિ મરણાદિનું દુ:ખ ભેગવવું પડ્યું. તેથી હે જીવ! તુ અન્યાય હિંસાદિ પાપનાં સાધનો અને મોક્ષમાર્ગને આરાધી મુક્તિના અવ્યાબાધ સુખને મેળવજે. એ કરવામાં જ માનવ જીવનની ખરી સાર્થકતા ગણાય. સત્ય, નીતિ અને દયા એ ત્રણ સાધનોને ખરા સુખનાં મુખ્ય સાધન તરીકે જણવ્યાં છે.
૪. ચોથા શકિટ નામના અધ્યયનમાં કહ્યું છે કે–શાખાંજની નગરીના દેવપૂમણ નામના બગીચામાં અમોઘ નામના યક્ષનું મંદિર હતું. આ નગરીના મહાચંદ્ર રાજાને સુસેન નામે પ્રધાન હતો. અહીં સુદર્શના નામે વેશ્યા રહેતી હતી. સુભદ્ર શેઠની ભદ્રા સ્ત્રીને શકટ નામે પુત્ર હતો. અહીં શ્રીવીરપ્રભુ પધાર્યા વગેરે બીના જણાવતાં પ્રસંગે તે શકટના પાછલા ભવની બીના વર્ણવી છે. તેમાં કહ્યું કે આ શકટ નામનો પુત્ર પાછલા ભવમાં છગલપુરે સિંહગિરિ રાજાના રાજ્યમાં છણિક નામે છગલિક (બકરાં વેચવાનો ધંધો કરનારો) હતો. અહીં હિંસાદિ પાપકર્મો કરીને મરણ પામી ચાથી નરકે ગયા પછી અહીં સુભદ્ર શેઠના શકટ નામના પુત્રપણે ઉત્પન્ન થયે. વ્યસની હોવાથી તેને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો. તે સ્વછંદી બની વેશ્યાસક્ત થયો, તેથી સુસેન પ્રધાન તેને મારી નખાવ્યો. તે મરીને પહેલી નરકે ગયા, ત્યાંથી નીકળીને રાજગૃહ નગરમાં ચંડાલ થશે. અહીં કરેલાં પાપકર્મોના ઉદયથી તે મરીને નરકે જશે વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આમાંથી હિતશિક્ષા એ મળે છે કે હે જીવ! વેશ્યાસકિત એ દુર્ગતિનું પરમ સાધન જાણીને તેને તથા બીજા વ્યસનો ત્યાગ કરી સમતાભાવે મોક્ષમાર્ગની આરાધના કરી સિદ્ધિના સુખ પામ જે.
૫. પાંચમા બુહસ્પતિદત્ત નામના અધ્યયનમાં કહ્યું છે કે કૌશાંબી નગરીના ચંદ્રાવતરણ નામના બગીચામાં વેતભ નામે યક્ષનું મંદિર હતું. આ નગરીના શતાનીક રાજાની મૃગાવતી રાણીને ઉદાયન નામે પુત્ર હતો. તેને પદ્માવતી નામની રાણી હતી. આ રાજાના રાજ્યમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા ભાર્યાનો બૃહસ્પતિદત્ત નામે પુત્ર હતો. અહીં શ્રી વીરપ્રભુ પધાર્યા વગેરે બીના જણાવ્યા બાદ કહ્યું છે કે સર્વતોભદ્ર નામના નગરના જિતશત્રુ રાજાને મહેશ્વરદત્ત નામે પુરોહિત હતો. તે દરરોજ બ્રાહમણ વગેરેના એકેક પુત્રને હણતો હતો, આઠમ ચૌદશે બે બે પુત્રોને, માસીના દિવસે ચાર ચાર પુત્રોને, ૬ માસીએ આઠ આઠ પુત્રોને, અને વાર્ષિક દિને સોલ સોલ પુત્રોને, તથા પરબલના અભિગ (ચઢાઈ) રૂપ અવસરે ૧૦૦-૧૦૦ પુત્રોને હણતો હતો. આ રીતે પાછલા ભવમાં કરેલી હિંસાના પ્રતાપે તે પુરોહિત મરીને પાંચમી કેનર જઈ અહીં બૃહસ્પતિદત્તપણે ઉત્પન્ન થયે, બાળપણથી ઉદાયન રાજાને મિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org