________________
શ્રી જૈન પ્રવચન કિરણવલી (૧૧. શ્રી વિપાક સૂત્રને પરિચય) નામે પ્રસિદ્ધ થશે. વિજ્ય મિત્ર સાર્થવાહ સમુદ્રની મુસાફરી કરતાં અચાનક મરણ પામ્યો, તે જાણી શકથી સુભદ્રા પણ મરી ગઈ. સ્વજનોએ ઉજિઝતકને વ્યસની હેવાથી ઘરમાંથી કાઢી મૂકો. તે વેશ્યામાં આસક્ત થયો, તેથી રાજાએ દેહાંત દંડ કર્યો. જે હકીકત તેં હમણું નજરેનજરે જોઈ છે. અહીંથી મરીને ઘણી વાર દુર્ગતિના દુ:ખ ભોગવી ઇંદ્રપુરમાં વેશ્યાને પિતૃસેન નામે નપુંસક પુત્ર થશે. ત્યાંથી નરકમાં જઈ સુસુમાર વગેરે જલચરાદિના ભવેમાં ભમીને પાપ કર્મોનો ક્ષયે અંતે ચંપાનગરીમાં શ્રાવક કુલે જન્મ પામી અવસરે સાધુપણું પાલી પહેલા દેવલોકમાં દેવપણું અનુભવી મહાવિદેહે સિદ્ધ થશે.
હિતશિક્ષા હે જીવ! ઊંઝતકનો હેવાલ યાદ રાખીને વેશ્યાસક્તિ વગેરે પાપકર્મોનો ત્યાગ કરી મોક્ષમાર્ગને પરમ ઉલ્લાસથી અપરાધીને સિદ્ધિના સુખ પામજે. યાદ રાખજે કે જ્યાં પાપ ત્યાં જ ભય હોય છે. ધમનું જીવન નિર્ભય હોય છે.
૩. ત્રીજા અભગ્નસેન અધ્યયનમાં કહ્યું છે કે પુરિમતાલ નામના નગરમાં અમેઘદશી યક્ષનું મંદિર હતું. અને શાલા નામની ચેર પલીને ઉપરી વિજય નામનો ચાર હતો. તે ગામને લૂંટવું વગેરે પાપકર્મો કરીને આજીવિકા ચલાવતો હતો. તેને કદશ્રી નામે ભાર્યા તથા અભગ્નસેન નામે પુત્ર હતો. અહીં નગરમાં શ્રી મહાવીર પ્રભુ પધાર્યા. અભસેન તથા તેના કુટુંબને પણ ૧૮ ચૌટામાં ફેરવીને રાજાએ મારી નખાવ્યું, તેના પાછલા ભવની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી:-તે અભગ્નસેન ચોર પૂર્વ ભવમાં બહુજ અન્યાય કરનારે અંડ નામનો વાણિયો હતો, ત્યાંથી મરીને ત્રીજી નરકે જઈ અહીં સ્કંદશ્રીની કુક્ષિથી દેહલે પૂર્ણ થતાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું અભગ્નસેન નામ પાડયું, અનુક્રમે મોટો થતાં ચેરની સેનાના અધિપતિ થયો. તેણે એક બાળકને મારી નાખ્યો. દેશના લોકોએ ભેગા મળીને મહાબલ રાજાની આગળ ફરિયાદ કરી. તે સાંભળી રાજાએ તેને દંડ કરવાનો હુકમ ફરમાવ્યું. આ વાત કેઈએ અભગ્નસેનને કહી દીધી. રાજાના સિપાઈઓએ વિશ્વાસ પમાડી તેને પકડયો. તેની સાથે તેના કુટુંબને પણ પકડી લીધું, ને તે બધાંને મારી નાંખ્યા. અહી અભગ્નસેન મરીને નારક ભવાદિ ભાવોમાં ભમીને હિંસાદિ કરવાથી કરેલાં કર્મોનો મોક્ષમાર્ગની આરાધના કરવાથી ક્ષય કરી અંતે મોક્ષે જશે. અહીં સમજવા જેવી બીના એ છે કે પ્રભુશ્રી મહાવીરદેવની હયાત છતાં પણ નિરૂપક્રમજન્ય ઉપદ્રવ પ્રભુના અતિશયથી ટળી શકતા નથી. અભગ્નાનાદિના મરણમાં પણ તેવું જ બન્યું છે. પ્રભુશ્રી તીર્થકરદેવના અતિશયથી સોપક્રમ કર્મોના ઉદયથી થનારા ઉપદ્રવો અથવા બદ્ધ-અષ્ટ-નિધત્તાવસ્થાવાળાં કર્મોના ઉદયથી થનારા ઉપદ્ર જ દૂર થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org