________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણગ સૂત્રને પરિચય) રલ
ચોથા અબ્રહ્મ નામના અધ્યયનમાં ૧, અબ્રહ્મ (મૈથુન)નું સ્વરૂપ, ર. અબ્રહ્મનાં ત્રીસ નામો, ૩. અસુર વગેરે ભેદા કહીને અબ્રહ્મ સેવનારા છવાનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં અબ્રહ્મચારી ચક્રી બલદેવ વાસુદેવ માંડલિક વગેરે રાજાનું અને યુગલીયા સ્ત્રી પુરુષોનું વર્ણન કરી, ૪. અબ્રહ્મચર્યનાં કારણે જણાવતાં કહ્યું કે સીતા, દ્રોપદી, રુકિમણી, પદ્માવતી, તારા, કાંચના, અહલ્યા, સુવર્ણગુલિકા, કિંનરી, વિદ્યુન્મતી અને રોહિણી નિમિત્તે ભયંકર યુદ્ધો થયા, ૫. અબ્રાનું ભવ ભ્રમણાદિ ફલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
૫. પાંચમા પરિગ્રહ નામના અધ્યયનમાં પરિગ્રહનું સ્વરૂપ, ૨. પરિગ્રહનાં ૩૦ નામ, ૩. પરિગ્રહવાળા જીવોનું સ્વરૂપ તથા તેમની દુર્ગતિ, ૪, પરિગ્રહનાં કારણે, પ. પરિગ્રહના ફલે જણાવીને ભવનવાસી વગેરે ભેદો કહ્યા છે. અંતે ફરમાવ્યું કે શિપ વગેરે પણ લોભના કારણ હોવાથી ભવભ્રમણને વધારે છે,
આશ્રવ દ્વારના પાંચ અધ્યયનનો ટૂંક પરિચય પૂરો થયો.
સંવર દ્વારનાં પાંચ અધ્યયન ટૂંક પરિચય ૬. છઠ્ઠા (૧) અહિંસા મહાવ્રત નામના અધ્યયનમાં સંવરને કહેવાની પ્રતિજ્ઞા જણાવી સંવર દ્વારનું ટૂંકામાં વર્ણન કર્યું છે. ૧, અહિંસાનો ઉપોદઘાત અને મહાવ્રતનું સ્વરૂપ જણાવતાં શરૂઆતમાં અહિંસાનું સ્વરૂપ, ર. તેનાં નામ કહીને, ૩. અહિંસા ધર્મના સાધક તીર્થકર, અવધિજ્ઞાની, વજુમતિ-વિપુલમતિ મન: પર્યાવજ્ઞાની, પૂર્વધર વગેરે મહાપુરુષાદિનું વર્ણન કર્યું છે. પછી સંયમનું ને નવ કેટીનું સ્વરૂપ જણાવીને કહ્યું કે ચિકિત્સાદિનું, ને લક્ષણાદિ પારખવાનું, તથા માન પૂજાઢિ સત્કારનું વજન કરવું. પછી જીણું વગેરે તથા પહેલા મહાવ્રતની પાંચ ભાવના સમજાવીને આહાર લેવાનું કારણ, અને દાંડા પીઠ વગેરે રાખવાનાં કારણે (સંયમની વૃદ્ધિ વગેરે) જણાવ્યા છે. તથા અંતે સાધુનું યથાર્થ સ્વરૂપ પણ વર્ણવ્યું છે.
અહીં અહિંસાના નામોમાં દયાનું પૂજા નામ કહ્યું છે, તેથી જિનપૂજામાં હિંસા કહેનારની માન્યતા તદ્દન ખોટી છે. એમ સમજવું.
૭. સાતમા (૨) સત્યવ્રત નામના અધ્યયનમાં ૧. સત્ય વચનનું સ્વરૂપ, ૨ સત્યનો મહિમા, ૩. સાવદ્ય ભાષાને ત્યાગ, ૪, સત્યનાં નામો જણાવ્યાં છે. પ. આખ્યાત (ક્રિયા પદ) નિપાત (અવ્યય) ઉપસર્ગ (ઉપ, અવ, વગેરે) વગેરેનું જ્ઞાન સત્યભાષાનું કારણ છે. ૬. બીજા મહાવ્રતની પાંચ ભાવના, ૭. ક્ષેત્રાદિ નિમિત્તે અસત્ય બેલાય વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org