________________
[ ૨૭ ]
આ ભાવને દર્શાવતી આવશ્યક નિયુક્તિની આ રહી તે એ ગાથા— नियमनाणक्खं, आरूढो केवली अमियानाणी.
तो मुयद्द नाणवुट्ठि भविषण विबोहणद्वार ॥
तं बुद्धिमएण पडेण गणहरा गिहिउं निरवसेसं । तित्थयर भासियाई गंथंति तओ पवयणट्ठा ॥
આગમસંખ્યા
એ આગમેાની સંખ્યા પૂર્વકાળમાં વધારે હતી. શ્રી નંદીસૂત્રમાં ૮૪ આગમાનાં નામે આપણને મળે છે. પણ તેમાંથી કાળમળે ૩૯ આગમાના વિચ્છેદ્ધ થતાં અત્યારે ૪૫ આગમા વિદ્યમાન છે. કેટલાક આમાંથી પણ આગમાના વિચ્છેદ માની ૩૨ આગમાને જ માન્ય કરે છે પણ તે વાત સમળ યુક્તિ આગળ ટકી શકતી નથી. પૂ. વીરવિજયજી મહારાજે પણ ૪૫ આગમની પૂજામાં પ્રારંભિક દુહામાં આ વાત વર્ણવી છે— “આગે આગમ બહુ હતા, અવિદ્યુિત જગદીશ. કાળવશે. સ`પ્રતિ રહ્યા, આગમ પીસ્તાલીશ, છ
૪૫ આગમામાં—૧૧ અગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર તથા નદીસૂત્ર અને અનુયાગઢારસૂત્ર. આ રીતે ગણવામાં આવે છે. सुत्तं गणहररइयं, तहय पत्तेयबुद्धरइयं च चउदस पुब्विरइयं अभिन्नवसपुब्विणा रइयं ।
ગણધર ભગવન્ત, પ્રત્યેકબુદ્ધ મહાપુરુષ, ચૌદપૂર્વાંધર ભગવન્ત અને દેશપૂર્વધર ભગવન્ત દ્વારા રચવામાં આવેલ ગ્રન્થને સૂત્ર તરીકે માનવામાં આવેલ છે.
પંચાગીની પ્રામાણિકતા
કેટલાકો દ્વારા એવા પ્રચાર કરવામાં આવે છે કે—સૂત્રમાં જે વાત લખવામાં આવી હોય તેને જ માન્ય કરવી પણ ટીકા આદિમાં કહેલી વાતને હુિ. પણ તે વ્યાજબી નથી. મૂળ સૂત્રની જેમ જ તેની નિયુક્તિ-ટીકા-ચૂર્ણ અને ભાષ્ય એ ચારે ય પ્રામાણિક છે અને તેથી તેની માન્યતામાં કોઈપણ જાતના વિવાદ ઊભા કરવા જોઈ એ નહિ.
મૂળસૂત્રના યથાતથ ભાવેા જાણવા માટે નિયુક્તિ ટીકા આદિના સહારો લેવા જ પડે છે તેના વગર કેટલી યે જગ્યાએ અર્થના અનર્થ થતાં વાર નથી લાગતી-વળી સૂત્રકારની જેમ જ નિયુક્તિ-ટીકા-ભાષ્ય અને ચૂ`િના રચિયતા મહાપુરુષો પણ પ્રબળ ક્ષયાપશમવન્ત અને ભવભીરુ હતા–તેથી તેમની રચનામાં કોઇ અન્યથાભાવ થવાના સંભવ રહેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org