________________
[ ૨૬ ]
અને ત્રીજા પ્રશ્નના જવાબમાં ધ્રુવેક્ યા ( સ્થિર રહે છે ),
આ રીતે ત્રણ પદ્મના સમૂહરૂપ ત્રિપદી આપે છે. એ ત્રિપદી પ્રાપ્ત થતાંની સાથે જ બીજબુદ્ધિ આદિ લબ્ધિના સ્વામી તે ગણધર ભગવન્તા અન્તર્મુહૂત જેટલા અલ્પ સમયમાં દ્વાદશાંગીની રચના કરે છે જેને આગમ શબ્દથી સબાધવામાં આવે છે.
આ દ્વાદશાંગીને અર્થથી નિત્ય-શાશ્ર્વત તેમજ શબ્દથી અનિત્ય—અશાશ્રુત માનવામાં આવે છે. બધા જ તીર્થંકર પરમાત્માના શાસનમાં અર્થથી દ્વાદશાંગી એકજ સરખી છે અને શબ્દથી ભિન્ન ભિન્ન માનવામાં આવે છે.
એક સુન્દર રૂપક
વિશાળ એવા એક જંગલમાં એક ઘણું ઊંચુ વૃક્ષ છે, તે વૃક્ષ જાત જાતનાં રંગ એર’ગી પુષ્પાથી રોાભી કહ્યું છે, તેની સુવાસ એટલી બધી તીવ્ર છે કે એનાથી દશે દિશાએ મઘમઘાયમાન થઇ ગઈ છે, ચારે બાજુથી આકર્ષાઇને લાકો ત્યાં જમા થાય છે. બધાને થાય છે કે—ચાલાને ઝટપટ આ વૃક્ષ ઉપર ચડી જઈએ અને ત્યાંથી લેવાય એટલાં મજાનાં પુષ્પા લઈ લઈએ, પણ એ કાંઇ સહેલું હતુ ? ઈચ્છવા છતાં પણ કોઇ તેના ઉપર ચડી શકતું નથી. બધાજ ત્યાં ચિતિતમને ટગરટગર એ વૃક્ષને જોઈ રહ્યા છે. તેવામાં એક સમથ શક્તિશાળી પુરુષ ત્યાં આવે છે. રૂઆબભેર વેગથી આવી રહેલા તેમને જોઈ બધાજ આશ્ચર્ય ચકિત થઈ વે આ શુ' કરે છે એમ જિજ્ઞાસાથી જોઈ રહ્યા છે-ત્યાં તે સડસડાટ કરતા તે પુરુષ તેના ઉપર ચડી જાય છે. નીચે રહેલા બધાને એ પુષ્પા લેવાના લાભ જાગે છે પણ તેમાંથી અમુકની પાસે જ એ પુષ્પા ઝીલી શકાય એવું મેટુ, અખંડ અને સ્વચ્છ વસ્ત્ર હતું, તે પુરુષ વૃક્ષ ઉપરથી પુષ્પા નીચે નાખે છે તેને પેલા વસવાળા પુરુષા પેાતાના વસ્ત્રમાં એને ઝીલી લે છે જેથી એ જરાયે ધૂળ આદિથી બગડતા નથી. પછી ઝીલેલા એ પુષ્પામાંથી અનુરૂપ રંગવાળાં પુષ્પાને એક બીજા સાથે જોડી તેની મનેાહર માર માળા બનાવે છે.
ઉપનય -
વિશાળ જંગલ તે આ મનુષ્યલેાક, વૃક્ષ તે તપ-નિયમ અને કેવળજ્ઞાન, સૌ કોઈ અને આચરી શકતા નથી-પણ સમશક્તિ સંપન્ન જ આચરી શકે છે. સમથ પુરુષ તે તીર્થંકર પરમાત્મા, તે બાહ્ય-અભ્યંતર ઉગ્રતપ આચરી, ઇન્દ્રિય અને નાઇન્દ્રિય-સંયમરૂપ નિયમને સ્વીકારી કેવળજ્ઞાન મેળવે છે. એટલે કે તે વૃક્ષ ઉપર ચડે છે. વૃક્ષ ઉપર ખીલેલાં પુછ્યા તે ભિન્નભિન્નવિષયક જ્ઞાન, નીચે રહેલા વસવાળા પુરુષો તે બીજબુદ્ધિના ધણી ગણધર ભગવન્તા, વજ્ર તે તેની અસાધારણ બુદ્ધિ, અને જે માર માળા ગુંથી તેજ આપણી ભનિસ્તારિણી દ્વાદશાંગી,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org