________________
[૨૮] આગમની મહત્તા
આ આગમાં સર્વ પ્રવાહના મૂળરૂપ, સર્વ નય અને પ્રમાણેથી ભરપૂર, અતિશય વિસ્તૃત તથા અગાધ ઊંડાણવાળા છે. રત્નાકરની જેમ આમાં રન જેવા અગણિત ભાવ પ્રરૂપાયેલા છે. અનેક છંદગીઓ પૂરી થઈ જાય તો પણ આ આગમનું જ્ઞાન પૂરું થાય તેમ નથી. કોઈ વિષય એ નથી કે જેનું નિરૂપણ આમાં કરવામાં ન આવ્યું હેય. આમાથી આત્માઓ માટે તો ખરેખર આ મોટો ખજાને છે ખજાનમોક્ષમાર્ગને જાણવા માટે, જાણ્યા પછી આચરવા માટે અને આચરણમાં દઢતા, સ્થિરતા અને દિનાનુદિન શુદ્ધિ પ્રકમાં લાવવા માટે આગમોનું અધ્યયન-અધ્યાપન અને ચિત્તન મનન એ રામબાણ ઉપાય છે.
“નારાને જુત્તા ઉનાવા ને તિ મi. ___ अमला असंकिलिहा, ते हंति परित्तसंसारा॥" જેઓ જિનવચનમાં અનુરક્ત છે શ્રદ્ધાવંત છે તેમજ જેઓ જિન પ્રવચનમાં પ્રરૂપાયેલા ધર્માનુષ્ઠાનોને ભાવપૂર્વક કરે છે તેઓ મલરહિત તથા સંકલેશરહિત બનવા પૂર્વક મર્યાદિત સંસારવાળા બને છે અર્થાત્ થડા સમયમાં તેઓ સંસારથી પાર પામી જાય છે. આગમોની પ્રામાણિકતામાં હેતુ–
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ પોતાની અગવ્યવરછેદ દ્વાત્રિશિકાના ૧૧ મા શ્લોકમાં જણાવે છે કે
हितोपदेशात् सकलजक्लुप्ते
मुमुक्षु सत्साधु परिग्रहाच्च । पूर्वापरार्थेष्वविरोधसिद्धे
स्त्वदागमा एवं सतां प्रमाणम् ॥"
હે ભગવાન ! ચાર કારણેથી તમારા આગામે જ પુરુષોને પ્રમાણભૂત છે. પહેલું કારણ છે તોષા–જગતના જીવમાત્રના હિત માટેનો ઉપદેશ-આમાં આપવામાં આવ્યું છે. એમાં આવતી કઈ પણ વાત એવી નથી કે જેથી કોઈ પણ જીવનું અહિત થાય,
બીજું કારણ–આ આગની પ્રરૂપણ કેવળજ્ઞાની ભગવોએ કરેલી છે એટલે તેમાં અંશમાત્ર પણ અસત્ય હોવાનો સંભવ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org