________________
૨૩૮
શ્રીવિજયપત્રસૂરીશ્વરકૃત શાંત વચનેથી સંયમાદિના આરાધક બનાવવા જોઈએ અને શિષ્યાદિ ભવ્ય જીવોએ પણ મેઘમુનિની જેમ ગુરુવચનને સ્વીકારી તેમના કહ્યા મુજબ વતીને આત્મહિત જરૂર સાધી આરાધક બનવું જોઈએ,
- ૨, સંઘાટ અધ્યયન-ધન્ય શેઠ અને વિજય ચેર એ બેને એક સાથે સંઘાટમાં એટલે હેડમાં (બેડીમાં કેદખાનામાં) બાંધ્યા, તેથી આનું સંઘાટ અધ્યયન નામ પ્રસિદ્ધ છે. “વાવે તેવું લણે, ને કરે તેવું પામે,” આ કહેવત પ્રમાણે ધન્ય નામના સાર્થવાહના પુત્રને મારનાર વિજય ચેરને રાજાએ કેદખાનામાં પૂર્યો. એક વખત દાણચારી વગેરે અપરાધ કરનાર ધન્ય સાર્થવાહને તે ચારની સાથે એક જ બેડીમાં નાંખ્યો. અહીં ધન્ય સાર્થવાહને જંગલ જવા વગેરેમાં ચોરની ગરજ હોવાથી તેને રાજી રાખવા તેણે પિતાના ભેજનમાંથી ચારને ખાવા આપ્યું. કેદની મુદત પૂરી થયા બાદ તે સાથેવાહ ઘેર ગયા. ત્યારે ચારને ભેજન દેવાથી તિરસ્કાર કરતી પોતાની પત્નીને શેઠે કહ્યું કે એક બેડીમાં અમે બે જણ હતા. હરવા ફરવા વગેરેમાં તેની ગરજ હોવાથી મેં ભેજન આપ્યું હતું. અહીં જેમ સાર્થવાહે પિતાના સ્વાર્થને કારણે ભેજન ખવરાવી ચોરનું પિષણ કર્યું, તેમ સાધુએ ધર્માધાર શરીરથી સંયમાદિ સ્વહિત રૂપ સ્વાર્થને માટે આહારાદિથી દહને ટકાવવો જોઈએ. વ્યાજબી જ કહ્યું છે કે ધર્મારાધન કરવામાં પહેલું સાધન શરીર છે.
૩. અંડક અધ્યયન-સમ્યગ્દર્શનને નિર્મલ બનાવવા માટે તેના શંકા વગેરે દોથી દૂર રહેનારને લાભ અને શંકાદિ દેને સેવનારા જીવોને થતા ગેરલાભ સમજાવવા માટે આ ઇંડાનું દષ્ટાંત ત્રીજા અધ્યયનમાં કહ્યું છે. અહીં જણાવ્યું છે કે બે સાર્થવાહના પુત્રો માંહમાંહે પ્રીતિવાળા હતા. તેમણે બગીચામાં ફરતાં ફરતાં એક મયૂરીના (મોરની માદાના) બે ઇંડા જોયાં. તે બંને મિત્રોએ ઘેર લઈ જઈ પોત પિતાના મયૂરપાલકોને આપ્યાં. તેમાં એક સાર્થવાહના પુત્રે તે ઠંડું બરાબર સેવાયું કે નહિ? એમ શંકા કરીને તેને વારંવાર જોયા કર્યું. તે હાથથી ઉપાડીને જુદા જુદા
સ્થાને મૂકવા લાગે તેથી તે બરાબર સેવાયું નહિ, ને તેમાંથી મોરનું બચ્ચું પણ થયું નહિ. બીજે નિ:શંકિત હોવાથી તેને મયૂરનું બચ્ચું પ્રાપ્ત થયું. તેના નૃત્યાદિક જોઈને તે સુખી થયો. એ જ રીતે સમ્યગ્દર્શનની બાબતમાં પણ સમજી લેવું કે શંકાદિ દોને તજીને મોક્ષમાર્ગને સાધતાં જરૂર સિદ્ધના સુખ મળે છે. તે લાભ શંકાદિ દોષવાળા જીવો પામી શકતા નથી. આ ત્રણ અધ્યયને પૈકી પહેલા અધ્યયનમાંથી હિતશિક્ષા એ મળે છે કે, કેઈ પણ પ્રકારે શિષ્ય ભૂલ કરે, તે તેને આચાર્યો મીઠાં દૃષ્ટાંત અને યુક્તિ સંગત વચને કહીને માર્ગમાં સ્થાપન કરે. જેમ પ્રભુ શ્રી મહાવીરદેવે શ્રીમેઘ મુનિરાજને શાંતિ અને મીઠાશવાળાં યુક્તિસંગત વચન કહીને સંયમ માર્ગમાં સ્થિર કર્યા, તેમ ગુરુએ શિષ્યને સંયમમાર્ગની આરાધનામાં સ્થિર કરવા જોઈએ. બીજા અધ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org