________________
સાતમો પ્રકાશ
૧૫
15
૧૭
૧૮
अइ सत्तमप्पयासे, पवयणकिरणावलीइ संखेवा ॥ नायाधम्मकहाए, परिचायगवण्णं बुच्छं ॥ ४६ ।। छटुंगे सुयखंधा, पढमो नायाभिहो तहा बीओ ॥ धम्मकहक्खो पढमे, इगूणवीसज्मयणसंखा ॥ ४७ ॥ तह बीए दसवग्गा, उक्खित्तण्णायनामसंघाडा ।। तइयंद कुम्म सेलग तुंब तह रोहिणी मल्ली ॥ ८ ॥ मायंदी चंदक्खं, बावड्ववारिणाय मंड्या ॥ तेयलिपुत्तभिहाणं, नंदीफलणाम घरकंका ॥ ४९ ॥ आइण्ण सुसुमक्खा, पज्जंतिमपुंडरीयणायक्खं ॥
अगमहिसोण वृत्ता, बुत्तता दससु बग्गेसु ।। ५. ।।
શબ્દાર્થ –હવે હું જેને પ્રવચન કિરણાલીના સાતમા પ્રકાશમાં શ્રી જ્ઞાતા ધર્મકથાંગ નામના છઠ્ઠા અંગને પરિચય કરાવનારું વર્ણન એટલે છઠ્ઠી અંગને ટૂંક પરિચય કહીશ. ૪૬. આ જ્ઞાતાધર્મકથાંગ સૂત્રના બે શ્રુતસ્કંધો છે. પહેલાનું નામ “જ્ઞાતશ્રુતસ્કંધ છે, ને બીજાનું “ધર્મકથાશ્રુતસ્કંધ' નામ છે. પહેલા શ્રુતસ્કંધના અધ્યયનની સંખ્યા ૧૯ છે. ને બીજા શ્રુતસ્કંધના ૧૦ વર્ગો છે. પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયનના નામ અનુક્રમે આ પ્રમાણે જાણવા-૧, ઉક્ષિપ્ત અધ્યયન, ૨. સંઘાટ અધ્યયન, ૩. અંડ અધ્યયન, ૪, કૂર્મ અધ્યયન, ૫. શૈલક અધ્યયન, ૬. તુંબ અધ્યયન, ૭. રોહિણું અધ્યયન, ૮. મહિલા અધ્યયન, ૮. માર્કદી અધ્યયન, ૧૦. ચંદ્ર અધ્યયન,૧૧. દાવઢવ અધ્યયન, ૧૨. ઉદકજ્ઞાત અધ્યયન, ૧૩, મંક (દર-દેડકો) અધ્યયન, ૧૪. તેતલિપુત્ર અધ્યયન, ૧૫. નંદીફલ અધ્યયન, ૧૬. અપરકંકા અધ્યયન, ૧૭, આકીર્ણ અધ્યયન, ૧૮. સુંસુમાં અચયન, ૧૯, પુંડરીક અધ્યયન. આ છેલ્લું અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધના દશ વર્ગોમાં ઇન્દ્રોની અગમહિણીઓનું વૃત્તાંત જણાવ્યું છે. ૪૭-૫૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org