________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય)
ર૧૧ ત્યારે આજીવિક સ્થવિરો એ હાલાહલા કુંભારણના ઘરનાં બારણાં બંધ કરી શ્રાવસ્તી નગરીન ચિત્રીને શાલાના કહ્યા મુજબ કર્યું,
આ રીતે ગોશાલાના જીવનને સાર જણાવીને તેજલેશ્યાના તાપથી પ્રભુને - થયેલા લોહખંડ વ્યાધિ (જેમાં વડીનીતિ સાથે લોહી પડે, તેવા મરડાનો રોગ)ની બીના જણાવતાં કહ્યું કે પ્રભુશ્રી મહાવીર દેવને આ વ્યાધિ થયો તે જોઈને મંત્રિક ગામના સ્થાનકેષ્ટક ચૈત્યવાળા પ્રદેશમાં માલુકાનમાં રહેલા પ્રભુના શિષ્ય સિંહ નામના અનગારને આશંકા થઈ કે “ પ્રભુ મહાવીર રોગની પીડાથી છદ્મસ્થપણે શું કાળધર્મ પામશે? આ બીના જાણું પ્રભુએ તેને બોલાવી રોતાં અટકાવીને આશ્વાસન દેતાં જણાવ્યું કે તારા વિચાર પ્રમાણે થવાનું જ નથી. રેવતી શ્રાવિકાના ઘેરથી વહેરી લાવેલા બીરા પાકથી વ્યાધિ શાંત થય, સર્વાનુભૂતિ મુનિ મહાશુક દેવલોકે ને સુનક્ષત્ર મુનિ અશ્રુત દેવલોકે દેવ થયા, તથા ગોશાલો દેવલોકથી વીને ઘણાં ભવો ભમીને દેવસેન (વિમલવાહન) નામે રાજકુમાર થશે. સુમંગલમુનિને ઉપસર્ગ કરતાં તેમણે મૂકેલી તેજલેશ્યાથી બળીને સાતમી નરકે જશે. સુમંગલ મુનિ કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને એકાવતારી દેવ થશે. ત્યાંથી ચાવીને નરભવ પામી મેલે જશે.
અહીં ગોશાલાની વિચિત્ર દુ:ખમય ભવપરંપરા જણાવતાં કહ્યું કે પાપકર્મોને નાશ થતાં ભવિષ્યમાં તે પણ સમ્યગ્દર્શન પામશે, ને અંતે દઢપ્રતિના ભવમાં કેવલી થઈ મોક્ષે જશે,
શ્રી ભગવતીજીના પંદરમા શતકને ટુંક પરિચય પૂરો થયો
શ્રી ભગવતીજીના સોળમા શતકને ટૂંક પરિચય આના ૧૪ ઉદ્દેશાઓ છે, તેમાંનાં પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે હથોડાથી એરણની ઉપર ઘા કરતાં વાયુકાય ઉત્પન્ન થાય, અને બીજા પદાર્થના સંબંધથી પણ તેનું મરણ થાય છે. પછી પૂછયું કે વાયુકાય આવતા ભવમાં શરીર સહિત જાય કે શરીર રહિત જાય? અને રગડીમાં અગ્નિ કેટલા ટાઈમ સુધી રહે ? આના ઉત્તરે દઈને સાણસા વડે (તપાવેલું) લોડું ઊંચું નીચું કરનાર પુરુષને લાગતી ક્રિયાની બીના, અને લોઢાને તપાવી એરણની ઉપર મૂકનાર પુરુષને લાગતી ક્રિયાની બીના, તથા અધિકરણી અને અધિકરણની બીના, તેમજ તે બંનેની વીશે દંડકમાં વિચારણા કરતાં જીવને અધિકરણી અને અધિકરણ કહેવાનું કારણ જણાવ્યું છે. પછી પ્રશ્નો પૂછયા કે “જીવ સાધિકરણી કે નિરધિકરણ? ” તેમજ તે જીવ આભાધિકરણી, પરાધિકરણી કે ઉભયાધિકરણી કહેવાય, આના સ્પષ્ટ ઉત્તરે આયા છે. પછી જીવોને અધિકરણ આત્મપ્રયોગથી થયેલ છે કે પરપ્રયોગથી છે કે ઉભયપ્રયોગથી થયેલ છે? આને ઉત્તર દેતાં અવિરતિને આશ્રયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org