________________
૨૧૦
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત નથી ? વગેરે સાચી બીના કહી. તે સાંભળી ગુસ્સે થઈ પ્રભુના આનંદ નામના શિષ્યને ધમકી દેવા પૂર્વક કહેવા લાગ્યું કે “તું તારા મહાવીરને કહેજે કે “ગોશાલ જિન નથી ? એમ બેલે નહિ, હવેથી બોલશે તો હું તેને બાળી નાખીશ. ? અહીં વાણિયાનું દૃષ્ટાંત જણાવીને કહ્યું કે હું તને નહિ બાબું. આનંદ મુનિએ આ વાત પ્રભુને કહી ત્યારે, “ગોશાલ તેજલેશ્યા વડે બાળી ભસ્મ કરવા સમર્થ છે? ? આ પ્રશ્નનો ઉત્તર દઈ પ્રભુએ આનંદ મુનિને કહ્યું કે “તું ગૌતમાદિ મુનિઓને કહે કે ગોશાલાની સાથે કેઈએ વાદ વિવાદ કરવો નહિ. એટલામાં ગોશાલે આવી ભગવંતની આગળ ઉપાલંભસૂચક વચનો બોલવા લાગ્યો. ને “હું તે તમારે શિષ્ય ગોશાલ નથી ? વગેરે અસત્ય વચનો બેલવા લાગ્યો. તેમાં તેણે પોતાનું કર્ષિત સ્વરૂપ જણાવવા પૂર્વક પિતાને મત કહેતા ચોરાશી લાખ મહાકલ્પનું પ્રમાણ તથા સાત દિવ્ય ભવાંતરિત સાત મનુષ્યના ભ અને સાત શરીરર પ્રવેશની હકીકત જણાવી. ત્યારે પ્રભુએ તેની કહેલી બીના અસત્ય જણાવીને કહ્યું કે તું તારા આત્માને છુપાવે છે. તે સાંભળી ગશાલ ગુસ્સે થઈ પ્રભુને અછાજતા વેણ કહેવા લાગ્યો, ત્યારે સર્વાનુભૂતિ મુનિનાં પણ સાચાં વેણ સાંભળતાં વધારે ગુસ્સે થઈ તેજલેશ્યા મૂકી તેમને બાળી નાંખ્યો. એ જ પ્રમાણે કહેતા સુનક્ષત્ર મુનિને પણ બાળી નાખ્યા. તેણે ત્રીજી વાર ગુસ્સે થઈ પ્રભુને મારવા તેજલેશ્યા મૂકી. તે તેના જ શરીરમાં પિઠી. આ વખતે પ્રભુએ કહ્યું કે “તું તારા તપના તેજથી હેરાન થઈ છ મહિનામાં કાળ કરીશ. આમાં સાચું શું બનશે? આ બાબતની શ્રાવતિ નગરીમાં વાત થવા લાગી. સાધુઓએ પ્રશ્ન પૂછી પૂછીને તેને નિરૂત્તર કર્યો. જ્યારે તે જવાબ ન દઈ શકો, ત્યારે તેને મત ખાટો જાણી તેના કેટલાએક શિષ્યો પ્રભુનાં વચન સ્વીકારી પ્રભુની પાસે રહ્યા. અહીંથી તે (ગોશાલો ) હાલાહલા કુંભારણને ઘેર ગયો. (અહીં તેની તોલેશ્યાનું સામર્થ્ય જણાવ્યું છે.) તેના આજીવિકા મતે પાનકના ને અપાનકના ચાર ચાર ભેદ જણાવતાં ૧. સ્થાલ પાણી, ૨. ત્વાચા પાણી, ૩. શીગનું પાણી, તથા ૪. શુદ્ધ પાણીની બીના વર્ણવી છે. પછી આજીવિકમતનો ઉપાસક અઠંડુલક ગોશાલાની પાસે આવ્યો, પણ તેની વિચિત્ર અવસ્થા જોઈને પાછો ફર્યો. ત્યારે તેના શિષ્યોએ સમજાવીને ફરી તેની પાસે મોકલ્યો, ગોશાલાએ તેના મનનું સમાધાન કર્યું. હવે અંત સમય જાણી તેણે શિષ્યોને કહ્યું કે મારા મૃત દેહને ધામધૂમ સાથે બહાર કાઢો. પણ આ વખતે “હું જિન નથી એમ તેણે સાચી બીના જણાવતાં તેને સમ્યકત્વ ગુણ પ્રગટ થયો. પ્રભુની આશાતના વગેરેને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તેણે કહ્યું કે પ્રભુ મહાવીવ એ જ ખરા જિન-કેવલી છે. વળી તેણે શિષ્યોને ભલામણ કરી કે “હું જ્યારે કાલધર્મ પામું, ત્યારે તમે મારા ડાબા પગને દોરડાથી બાંધી ઘસડજે, અને મોંઢામાં ચૂંક તથા “હું જિન નથી એમ લોકોને જણાવીને મારી નિંદા કરીને મારા શબને બહાર કાઢજો, 7 હવે જ્યારે તે મરી ગયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org