________________
શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત તીર્થકરના માતાપિતા, મુખ્ય શિષ્યો તથા મુખ્ય શિષ્યાઓનું તથા ચક્રીના સ્ત્રી રતનાદિનું, બલદેવોનું તથા વાસુદેવોનું, તેમના માતાપિતાનું તથા પ્રતિવાસુદેવનું વર્ણન કરતાં વિસ્તાર માટે સમવાયાંગ સૂત્રની ભલામણ કરી અંતે પ્રભુને વિહાર જણાવ્યું છે.
શ્રીભગવતીજીના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશાને રંક પરિચય
અહીં કહ્યું છે કે હિંસા, જૂઠ આદિ કારણેથી અને શ્રમણાદિ સુપાત્રને અક૫નીય દાન દેવાથી ટૂંકું આયુષ્ય બંધાય છે. દયા, સત્ય, શીલાદિ કારણેથી ને સુપાત્રને ખપે તેવા પદાર્થોનું દાન દેવાથી લાંબું (શુભ) આયુષ્ય બંધાય છે. પછી અશુભ દીઘાયુષ્યનાં ને શુભ દીર્ધાયુષ્યનાં કારણો, કરિયાણું વેચનાર ને લેનારને લાગતી ક્રિયા તથા ચાલુ પ્રસંગે જરૂરી ચાર વિકલ્પ અને ભાંડ (ઉપકરણ)ના અપહારાદિથી લાગતી ક્રિયા, તથા હમણાં સળગાવેલા અગ્નિની બીના જણાવી ધનુષ્ય ફેકનાર પુરુષાદિને લાગતી ક્રિયાઓ કહી છે. પછી અન્ય તીર્થિકોનો મત તેનું ખોટાપણું ચાલુ પ્રસંગે જીવાભિગમની ભલામણ કરીને આધાકમ આહાર લેવાથી નુકસાન અને આચાર્યઉપાધ્યાયના ભવે જણાવ્યું છે. અંતે અભ્યાખ્યાનની બીના કહી છે.
શ્રી ભગવતીજીના પાંચમા શતકના સાતમા ઉદેશાને ટૂંક પરિચય
પરમાણુ કઈ વાર કંપે ને પરિણમે, કઈ વખત ન કરે ને ન પરિણમે, એમ હિપ્રદેશિક સ્કંધ દેશથી કંપે ને દેશથી ન કરે. આ રીતે ત્રિપ્રદેશિક સ્કંધથી માંડીને અનંત પ્રદેશિક સ્કંધનો વિચાર કરતા દેશાશ્રિત વિક૯પ કહીને પરમાણુ અને અસિધારાની બીના કહી છે. પછી કહ્યું કે પરમાણુ દાતા નથી. એમ દ્ધિપ્રદેશિક સ્કંધથી માંડીને ઠેઠ અસંખ્ય પ્રદેશિક સ્કર્ષ સુધીના સ્કધમાં સમજવું. એ પ્રમાણે અનંતપ્રદેશિક આંધોમાંના કેટલાક સ્કંધો છેદાય ને કેટલાક સ્કંધો ન પણ દાય. એ પ્રમાણે અગ્નિ અને પરમાણુ વગેરેમાં બળવાની બીના અને પુષ્કરસંવ મેઘ અને પરમાણુ વગેરેમાં ભીંજાવવાની બીના તથા ગંગા મહાનદી અને પરમાણુ વગેરેમાં જલના પ્રવાહમાં તણાવાની બીના સમજવી. પછી કહ્યું કે પરમાણુના બે ભાગ ન થાય ને તેનો મધ્યભાગ ન હોય, તેના પ્રદેશે પણ ન હોય. આ વિચાર (સરખા પ્રદેશ, વિષમ પ્રદેશનો વિચાર) દ્વિદેશિક સ્કંધથી માંડીને અનંત પ્રાદેશિક સ્કંધોમાં જણાવ્યા છે. પછી પરમાણુ પરમાણુની માંહોમાંહે સ્પર્શના જણાવતાં નવ વિકલ્પ કહીને દુવ્યષ્ટ્રક સ્કંધાદિની ને વ્યણુક સ્કંધાદિની ને અંતે અનંતપ્રાદેશિક સ્કંધોની માંહોમાંહે સ્પર્શીના જણાવી છે. પછી પરમાણુ-પુદ્ગલની કાલથી સ્થિતિ જણાવીને સકપ એક પ્રદેશાદિમાં અવગાહ પુદગલોની સ્થિતિ અને નિષ્કપ એકાદિ આકાશપ્રદેશોમાં અવગાઢ પુદગલોની સ્થિતિ તથા એકાદિગુણ કાળાં, લીલાં, પીળાં, ધોળાં, લાલ પુદગલાની સ્થિતિ જણાવીને વર્ણ-ગંધાદના પરિણામોની સ્થિતિ તથા અંતરકાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org