________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય)
૧૮૩ પણ હસવું અને ઉતાવળા થવું એ કેવલજ્ઞાનીને ન જ હોય. કારણ કે મેહના ઉદયથી હસાય છે. તે કેવલીને ન જ હોય. હસતાં ૭ કે ૮ આઠ કર્મો બંધાય. અહીં આ બીના
વીશે દંડકમાં ઘટાવીને સમજાવી છે, પછી જણાવ્યું કે ધસ્થ જીવ ઊધે, ને ઊંઘતા સાત કે આઠ કર્મો બંધાય. આ બીના ર૪ દંડકમાં સમજવી. હરિણમેષી યોનિદ્વારા ગર્ભને બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે. તે નખવાટે કે રૂંવાડાવાટે પણ ગર્ભને ફેરવી શકે છે. તેમાં ગર્ભને લગાર પણ પીડા થાય નહિ. ગર્ભને બદલનાર દેવ ચામડીને છેદ (કાપકૂપ) કરે, ને ગર્ભને સૂક્ષ્મ (ઝીણે) કરીને બદલાવે. પછી અતિમુક્ત મુનિનું જીવન જણાવીને પ્રભુની પાસે આવેલા મહાશુક દેવલોકના બે દેવની હકીકત વણવતાં કહ્યું કે શ્રી મહાવીર દેવના ૭૦૦ શિષ્યો મોક્ષે જશે. પછી આ બે દેવોને અંગે શ્રી મહાવીરદેવની ને શ્રીગૌતમસ્વામીજીની વચ્ચે થયેલી વાર્તાલાપ કહીને જણાવ્યું કે દેવો સંયત કહેવાય. તેમની મુખ્ય ભાષા અર્ધમાગધી છે. કેવલી અંતકર (સંસારનો અંત કરનાર ) જીવને કેવલજ્ઞાનથી સ્વતંત્ર જાણે દેખે ને છદ્મસ્થ જીવ સાંભળીને કે પ્રમાણથી જાણે દેખે. પછી કેવલીના શ્રાવક વગેરે અંતકર કેવલીને કેવી રીતે જાણે દેખે તે બીના જણાવીને પ્રમાણના ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમા, ૪. આગમ એમ ચાર ભેદો કહ્યા છે. પછી જણાવ્યું છે કે કેવલજ્ઞાની ચરમ કર્મને અને ચરમ નિજારાને જાણે, દેખે, ને પ્રણીત મનને ને પ્રણીત વચનને ધારે. તથા કેવલજ્ઞાનીના એ મન વચનને કેટલાએક વૈમાનિક દેવ જાણે ને કેટલાએક વૈમાનિક દેવા ન જાણે. પછી તે દેવોના માયી મિથ્યાષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ, અનંત
પપન્નક ને પરંપરાપનક, પર્યાપ્ત ને અપર્યાપ્ત, ઉપયુકત ને અનુપયુક્ત એમ ચાર રીતે બે બે ભેદો જણાવીને કહ્યું કે અનુત્તરપાતિક દેવો સ્વસ્થાને રહ્યા રહ્યા કેવલીની સાથે વાતચીત કરે ને અહીં રહેલા કેવલજ્ઞાની જે કાંઈ કહે, તેને ત્યાં રહેલા અનુત્તરદેવ જાણે, દેખે. તેમજ ઉપશાંતમૂહ છવો પણ અનુત્તર દેવપણું પામે છે. કેવલી ઈદ્રિયોની મદદથી જાણે દેખે નહિ, કારણકે છદ્મસ્થ જીવને જ તેની મદદથી જાણવાનું હોય, તથા કેવલી હાલ જેટલા આકાશપ્રદેશમાં અવગાહીને રહ્યા હેય, તેટલા જ આકાશપ્રદેશમાં અવગાહીને ભવિષ્યમાં ન રહે, પણ વધઘટ જરૂર થાય જ છે. આ પ્રસંગે સંગ-સદુદ્રવ્યતાનું સ્વરૂપ વર્ણવ્યું છે, પછી કહ્યું કે ચૌદપૂવી લબ્ધિના પ્રભાવે એક ઘડામાંથી હજાર ઘડા કરે છે. પછી ઉત્કરિકાના ભેદાદિનું વર્ણન કરી અંતે પ્રભુને વિહાર જણાવ્યા છે..
શ્રીભગવતીજીના પાંચમા શતકના પાંચમા ઉદ્દેશાને રંક પરિચય
માત્ર સંયમથી સિદ્ધ થાય? આ પ્રશ્નના ઉત્તરમાં વિસ્તારથી સમજવા માટે પહેલા શતકના ચેથા ઉદ્દેશાની ભલામણ કરી છે. પછી અન્યતીથિકના વેદનાને અંગે અઘટિત વિચારે જણાવી એવંભૂત વેદનાદિની બીના કહી છે. પછી સાત કુલકરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org