________________
૧૮૨
શ્રીવિપદ્રસૂરીશ્વરકૃત ભગવતીજીના પાંચમા શતકના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય -
અહીં જણાવેલી હકીકતનું મૂલ સ્થાન રાજગૃહ નગર છે. ઈષપુરવાત, પશ્ચાદ્વાત, મંદવાત અને મહાવાતનું સ્વરૂપ કહીને દિશાઓને આશ્રીને વાયુના પ્રશ્નોત્તર જણાવ્યા છે. પછી દ્વીપમાં વાતા વાયુ, સમુદ્રમાં વાતા વાયુ અને એ બંનેને માંહેમાંહે વ્યત્યાસ વર્ણવ્યો છે. પછી એ વાયુઓને વાવાનાં કારણો, અને વાયુની ગતિ, તથા ઉત્તર ક્રિયા તેમજ વાયુકુમારાદિ દેવો દ્વારા વાયુકાયનું ઉદીરણ જણાવીને કહ્યું કે તે શ્વાસોચ્છવાસ લે છે, અને મારી મારીને અનેકવાર વાયુમાં આવે છે. તથા (શરીરાદિને સ્પર્શાવેલો) વાયુ મરે છે, તેમજ વાયુ શરીર સહિત નીકળે ને શરીર રહિત પણ નીકળે છે. વળી એદન, અડદ અને સુરા (દારૂ) નાં પુદગલે અપેક્ષાએ વનસ્પતિનાં, પાણીનાં, અને અગ્નિનાં શરીર કહેવાય, ને લોઢું, તાંબું, કલાઈ, સીસું, પાષાણુ, કષપદકા તથા કાટનાં પુદ્ગલ પૃથ્વીનાં ને અગ્નિનાં શરીર કહેવાય. તથા બળેલાં હાડકાં, ચામડાં, શીંગડાં વગેરેનાં પુદ્ગલ ત્રસ જીવન ને અગ્નિનાં શરીરે કહેવાય. તેમજ અંગારે, રાખ વગેરે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયનાં શરીરે અને અગ્નિનાં શરીરો કહેવાય. પછી લવણસમુદ્રને ચક્રવાલ-વિઝંભ વગેરે જણાવી અંતે લાકસ્થિતિ જણાવી છે. પછી પ્રભુનો વિહાર વણ છે.
ભગવતીજીના પાંચમા શતકના ત્રીજા ઉદેશાને ટૂંક પરિચય
અહીં અન્યતીથિકે કહે છે કે એક સમયે આ ભવનું ને પરભવનું આયુષ્ય (બે આયુષ્ય) જાલગ્રંથિકાના ઉદાહરણથી ભગવાય. આ વિચાર ખોટો છે. પ્રભુએ કહ્યું કે એક ટાઈમે એકજ આયુષ્ય ભેગવાય. તથા આયુષ્યકમ સહિત જીવ નરકમાં જાય છે. અહીં જે આયુષ્ય ભોગવાય, તે પાછલા ભવમાં નિયત સમયે બાંધ્યું હતું એમ સમજવું. ચોવીશે દંડકમાં આ બીના ઘટી શકે છે. પછી જીવમાત્રને ઉદ્દેશીને નિ અને આયુષ્ય સંબંધી વિચારો વર્ણવ્યા છે.
ભગવતીજીના પાંચમા શતકના ચોથા ઉદેશાને રંક પરિચય
અહીં કહ્યું છે કે છદ્મસ્થ મનુષ્ય શંખ, ઝલરી વગેરે વાજિંત્રોના તથા બીજા પદાર્થોના પણ શબ્દો સાંભળે છે, તે સ્પર્શાવેલા (કણેન્દ્રિયની સાથે અથડાયેલા, સંબદ્ધ થયેલા) શબ્દો સંભળાય, તથા તે આરગત શબ્દો સંભળાય, અહીં આરગત, અર્વાગત ને પાગત શબ્દનું પણ સ્વરૂપ સમજાવ્યું છે. કેવલજ્ઞાની બધા શબ્દો સાંભળી શકે. આ હકીકત છદ્મસ્થના શબ્દ શ્રવણના પ્રસંગને અનુસરીને જણાવી છે, એમ સમજવું. બાકી કેવલીને કેવલજ્ઞાનથી જ શબ્દજ્ઞાન થતું હોવાથી તેમને સાંભળવાની જરૂરિયાત છે જ નહિ. કેવલજ્ઞાની મિત પણ જાણે ને અમિત પણ જાણે. તેમજ સર્વત્ર સદા અને સર્વથા કેવલી સર્વ ભાવોને જાણે. છદ્મસ્થ જીવ હસે, ને ઉતાવળ પણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org