________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય)
૧૭૩ પામ્યા. ફરી પ્રભુને ધર્મોપદેશ સાંભળતાં તેમને પ્રભુના પ્રવચન ઉપર શ્રદ્ધા થઈ. અહીં સંસારને દાવાનલ જે જાણતા તે સ્કંદક પરિવ્રાજક પ્રભુના હાથે દીક્ષા લઈ હિતશિક્ષા સાંભળી સંયમ સાધતાં ૧૧ અંગો ભણે છે. પ્રભુની આજ્ઞા, આકરી તપશ્ચર્યા, ભિક્ષુની ૧૨ પ્રતિમા, (અહીં તેનું સ્વરૂપ ટીકામાં જણાવ્યું છે,) ગુણરત્ન સંવત્સર તપ વગેરે કરતા તે દુર્બલ થઈ જાય છે. અવસરે પ્રભુની આજ્ઞા લઈ વિપુલ પર્વત ઉપર સાધુઓની સાથે ગયા. ભગવંતને વંદના, સર્વ જીવોને ક્ષમાપના (ખમાવવું), ફરી વ્રતનું ઉચ્ચરવું વગેરે વિધિપૂર્વક એક મહિનાનું અનશન કરી સમાધિ મરણે કાલધર્મ પામી તેઓ બારમા અચુત દેવલોકે મહદ્ધિક દેવ થયા. અહીં રર સાગરેપમ સુધીના દેવસુખ ભેગવી મહાવિદેહે સિદ્ધ થશે. આ બીના તથા પ્રસંગને અનુસરીને બીજી પણ હકીકત વિસ્તારથી સમજાવી છે.
૨. બીજા ઉદ્દેશામાં વેદના મુદ્દઘાત વગેરે સાતે સમુદ્રઘાતનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના ૩૬મા સમુદ્દઘાતપદમાં આની બીના વિસ્તારથી કહી છે. તે ત્યાંથી જાણવી, તથા ભાવિતાભા અનગારનું પણ સ્વરૂપ જણાવ્યું છે.
૩. ત્રીજા ઉદ્દેશામાં રતનપ્રભાદિ સાતે નરક પૃથ્વીઓનું વર્ણન કરી જણાવ્યું કે ભૂતકાળમાં સર્વ જીવો નરકમાં ઘણીવાર જઈ આવ્યા છે. આની વધારે બીના જાણવા માટે શ્રી જીવાભગમસૂત્રના બીજા ઉદ્દેશાની ભલામણ કરી છે,
૪. ચોથા ઉદ્દેશામાં ઇન્દ્રિયની બીના જણાવતા કહ્યું છે કે પ્રજ્ઞાપનાવના ઈધ્યિ પદના પહેલા ઉદ્દેશામાં આ હકીકત વિસ્તારથી સમજાવી છે. તથા ટીકાકારે ઇન્દ્રિયોના ભેદ, આકાર, જાડાઈ, વિષય વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
પ. પાંચમા ઉદ્દેશામાં અન્યધર્મીઓ માને છે કે “દેવોને સ્ત્રીઓ ન હોય, ને એક જ જીવ એક ટાઈમે બે વેદોને અનુભવે. આ વિચારો ખોટા છે, એમ જણાવતાં પ્રભુદેવે સાચી બીના સ્પષ્ટ રીતે ષ્ણવી કે “દેવને સ્ત્રીઓ (દેવીઓ) હોય. તથા એક જીવ એક કાળે એક વેદને અનુભવે. ? પછી ઉદકગભ (પાણીને ગભ) જઘન્યથી એક સમય સુધી, ને ઉત્કૃષ્ટથી ૬ માસ સુધી ટકે. ને ગભંજ તિર્યંચ પંચેન્દ્રિયનો ગભર જઘન્યથી અંતમુહૂર્ત સુધી, ને ઉત્કૃષ્ટથી આઠ વરસ સુધી ટકે. મનુષ્યનો ગર્ભ એ જ પ્રમાણે જઘન્ય અંતમુહૂર્ત ને ઉત્કૃષ્ટ બાર વરસ સુધી ટકે. તેમજ કાયભવસ્થ ગભને ટકવાને કાળ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી ર૪ વરસ. કાયભવસ્થ ગર્ભનું સ્વરૂપ દ્રકામાં આ પ્રમાણે જાણવું. માતાના પેટની વચ્ચે રહેલ “ગર્ભમાં રહેલા જીવનું છે જે શરીર તે કાય કહેવાય, તે શરીરમાં જે ઉપજવું, તે કાયભવ કહેવાય. અને તેમાં જ જે જીવ જો હોય, તે કાયભવસ્થ કહેવાય. તે કાયભવસ્થ જીવ કાયભવસ્થ રૂપે ચોવીશ વર્ષ સુધી રહે તે આ રીતે–જેમ કોઈ જીવનું શરીર ગર્ભમાં રચાઈ ગયું હોય, પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org