________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પશ્રીભગવતીસૂત્રને પરિચય)
૧ળી કારણ કે એક પ્રકારના આત્માના પરિણામ વડે વિરુદ્ધ બે આયુષ્ય ન બંધાય, પછી ગૌતમસ્વામી વિહાર કરે છે.
પછી કલાયેષિપુત્ર અનગાર પ્રભુ મહાવીરના સ્થવિરોને પ્રશ્ન પૂછતાં જવાબ સાંભળી સંતોષ પામ્યા ને પંચ મહાવ્રત ધર્મને સાધી મોક્ષે ગયા. પછી અપ્રત્યાખ્યાન ક્રિયાને પ્રસંગ હેત કહેવાપૂર્વક સમજાવી આધાકર્મ દોષથી દૂષિત આહારાદિ વાપરવાથી નુકસાન ને નિર્દોષ આહારદિ વાપરવાથી મળતા લાભ જણાવ્યા છે. અંતે કહ્યું કે જે અસ્થિર હોય તે જ પદાર્થ બદલાય છે, આ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. દશમાં ઉદ્દેશામાં અન્ય તીથિકાના વિચારે કહ્યું છે. તેને સાર એ છે કે અન્ય ધમીએ કહે છે કે ૧. જે ચાલતું હોય તે ચાલ્યું કહેવાય. ૨. બે પરમાણુ માંહમાંહે ચંટે નહિ, કારણ કે તેમાં ચીકાશ નથી. ૩. ત્રણ પરમાણુ જેડાય, ને તેના બે સરખા ભાગ ના-શા થાય, અને ત્રણ ભાગ પણ થાય. ૪. ચાર અણુ પાંચ અણુનું કમ બને, તે શાશ્વત છે. પ. કમને ચય અને અપચય થાય છે. ચય એટલે વૃદ્ધિ, અપચય એટલે ઘટવું એાછા થવું. ૬. બોલ્યા પહેલાં ભાષા તે ભાષા કહેવાય, પણ બોલાતી ભાષા તે ભાષા ન કહેવાય. બોલ્યા પછીની જે ભાષા તે ભાષા કહેવાય વગેરે માન્યતાઓને ખોટી સાબિત કરવાના પ્રસંગે પ્રભુએ કહ્યું કે ૧. જે ચલમાન પદાર્થ હોય તે ચલિત કહેવાય છે. બે પરમાણુ માંહોમાંહે ચેટે છે; તેના બે સરખા ભાગ થાય. ૩. ત્રણ પરમાણુઓ માંહોમાંહે ચેટ તેના બે ભાગ થાય, પણ સરખા ભાગ ન થાય, તથા ત્રણ ભાગ થાય, ૪. ચાર અણુને કે પાંચ અણુને સ્કંધ “કર્મ ? ન કહેવાય, તે અશાશ્વત છે. ૫. બોલ્યા પહેલાંની ભાષા તે અભાષા કહેવાય, બેલાતી જે ભાષા તે ભાષા કહેવાય. બોલ્યા પછીની જે ભાષા (ભાષાવર્ગણનાં પુદગલે) તે અભાષા કહેવાય એટલે ભાષા ન કહેવાય. બોલતાં (પુરુષાદિ) ની ભાષા કહેવાય, પણ જે બોલતો જ ન હોય તેની અભાષા એટલે તે બોલે છે એમ કહેવાય જ નહિ, આ ભાષાની જેવું જ ક્રિયાનું સ્વરૂપ જાણવું કૃત્ય એ દુ:ખ છે (દુ:ખરૂપ છે, દુઃખનું સાધન છે) પછી બીજાઓ માને છે કે એક જીવ એક સમયે ઐયંપથિકી અને સાંપરાયિકી ક્રિયા આ બે ક્રિયા સાથે કરે. આ બાબતમાં પ્રભુ શ્રી મહાવીરદેવે કહ્યું કે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. બે ક્રિયા કરે નહિ. નરકમાં ઉત્પત્તિનો ઉત્કૃષ્ટ વિરહકાળ ૧૨ મુહૂર્ત છે. એટલે ૧૨ મુહૂર્ત સુધી નરકમાં કઈ જીવ ઉપજે જ નહિ. વિશેષ બીના શ્રી પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિ પદમાં કહી છે. આ રીતે પહેલા શતકની બીના સમજવામાં બહુજ કઠિન હોવાથી ટૂંક પરિચયની સાથે તેનું યથાર્થ રહસ્ય પણ જણાવ્યું. તેમાં કેટલીક બીના ઉત્તર રૂપે જ જણાવી છે. ત્યાં પ્રશ્નની બીના સરલ છે એમ સમજવું.
શ્રી ભગવતીસૂત્રના પહેલા શતકને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org