________________
શ્રી જૈન પ્રવચન કિરણવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય)
૧૬૩ શિખ્યાદિ પરિપાટીના ક્રમે મંગલ કરવાની પદ્ધતિ ચાલુ રખાવવી વગેરે કારણોથી મંગલ કરવું જ જોઈએ; આ બીના વિસ્તારથી સમજાવીને ભગવતીજી સૂત્રના અભિધેય (વાય, કહેવાની હકીકત) અને પ્રોજન (ફલ) તથા સંબંધ જણાવતાં આ સૂત્ર ભણવાને લાયક અધિકારી મુનિ વર્ગની બીના કહીને અનુબંધચતુષ્ટય કહેવાને શિષ્ટ માર્ગ - સાચો છે, પછી ભગવતીનું પરિમાણ, ઉદ્દેશાને અર્થ, દરેક ઉદ્દેશામાં કહેવાની બીના સંક્ષિપ્ત સાર કહી શ્રતજ્ઞાનને નમસ્કાર કર્યો છે.
૧ ગુરુપર્વક્રમ સંબંધ જણાવતાં સુધર્માસ્વામીની, ને બૂસ્વામીની ઓળખાણ કરાવી, રાજગૃહ નગરનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તેમાં અવસરે ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, ચેલણા રાણું, પ્રભુ શ્રી મહાવીરદેવનું સ્વરૂપ, તેમનું અહીં પધારવું, દેવોએ રચેલા સમવસરણની બીના, સભાનું ઘેરથી નીકળવું, પ્રભુએ પર્ષદાને આપેલી દેશના, તે સાંભળી પર્ષદાએ કરેલી અનુમોદના, તેનું સ્વસ્થાને જવું વગેરે હકીકતો વિસ્તારથી જણાવી મુખ્ય ગણધર શ્રીગૌતમસ્વામીને યથાર્થ બોધદાયક પરિચય ટૂંકામાં કરાવ્યો છે. પછી પ્રશ્ન પૂછવાના સમયની પૂર્વાવસ્થાનું સ્વરૂપ જણાવીને પ્રભુની પાસે આવતાં અને આવીને કે વિનય વગેરે વિધિ સાચવે છે? કેવા સ્વરૂપમાં રહીને પ્રશ્નો પૂછે છે? આ પ્રશ્નને સ્પષ્ટ ખુલાસા કરી “ગઢાળે જસ્ટિ' ઇત્યાદિ પદથી પ્રશ્નોનું
સ્વરૂપ પણ જણાવ્યું છે. અહીં પહેલા ઉદ્દેશાની બીના શરૂ થાય છે. તેમાં “જરમાન વસ્ટિä » આ વાક્યને અંગે એકાWતાને ને અનેકાર્થતાને પ્રશ્ન પૂછાય છે. તેને ખુલાસો કરતાં ઉત્પાદ-વિગમનું સ્વરૂપ કહ્યા બાદ અનુક્રમે સામાન્યથી જીવોમાં, પછી કમસર નારકી વગેરેના ર૪ દંડકમાં સ્થિતિ, ધાસોચ્છવાસ, આહાર, આહારનો પરિણામ, ચિત, ઉપચિત, ચય, ઉપચય, પુદ્ગલ, ભેદ વગેરે પદાર્થો ઘટાવ્યા છે. પછી એ જ પ્રમાણે છવાદિમાં આભારંભ, પરારંભ, ઉભયારંભ, અનારંભ પદોના અર્થોની જેમ ઘટે તે રીતે ઘટના (ાજના) કરી છે. અહીં આભારંભાદિનું સ્વરૂપ અને જીવોના ભેદ સમજાવીને તેમના આભારંભપણું વગેરે ઘટતા સ્વરૂપોમાં કારણે દર્શાવ્યાં છે. આજ બીના સલેશ્ય (લેશ્યાવાળા) છવાદિમાં ઘટાવીને પૂછ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તથા સંયમ, એ આ ચાલુ ભવના સમજવા કે પરભવના સમજવા કે ઉભય ભવના સમજવા? તેનો ખુલાસે કરી અસંવૃત સાધુ મોક્ષે ન જાય, ને સંસ્કૃત સાધુ મોક્ષે જાય તેના કારણે સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. પછી શ્રીગૌતમ ગણધરે પૂછયું કે અસંયત જીવ દેવ થાય? આના જવાબમાં પ્રભુએ કહ્યું કે અકામ નિર્જરાદિ સ્વરૂપવાળા અસયત છે દેવપણું પામે, ને તે સિવાયના છે તે પણ પામે. અહીં વાનર્થાતરનાં સ્થાન વર્ણવતાં દેવલોકની બીના જણાવી પહેલો ઉદ્દેશ પૂર્ણ કરતાં અંતે જણાવ્યું કે આટલા પ્રશ્નો અને ઉત્તરો થયા બાદ શ્રીગૌતમસ્વામી ગણધરે પ્રભુ શ્રી મહાવીરદેવની સાથે વિહાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org