________________
૧૨૫
શ્રી જેને પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) બાર પખવાડીએ શ્વાસ લે છે અને બાર હજાર વર્ષે આહાર ઇછે છે. કેટલાક ભવ્ય જી બાર ભવે મોક્ષ પામનારા હોય છે.
(૧૩) તેરમા સમવાયમાં કહ્યું છે કે-ક્રિયાનાં સ્થાને તેર છે. સૌધર્મ અને ઈશાન કલ્પમાં તેર તેર પ્રસ્તટ (પાથડા) છે. સૌધર્માવલંસક અને ઈશાનાતંસક વિમાનને વિષ્કભ સાડાબાર લાખ જનને છે (બે મળીને ૨૫ લાખ થાય છે). જળચર પચંદ્રિય તિયચ જીવોની કુળકેટિ સાડાબાર લાખ કહી છે. પ્રાણાયુ નામના પૂર્વમાં તેર વસ્તુ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચના મન, વચન, કાયાના યોગ તેર પ્રકારના કહ્યા છે. સૂર્યનું મંડળ એક યોજનમાંથી યોજનના એકસઠીયા તેર ભાગ ઓછું કરીએ તેટલું છે. (એકસઠીયા ૪૮ ભાગનું છે.) રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની તેર ૫૯પમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવની તેર પ૯પમની સ્થિતિ છે. સૌધર્મ અને ઈશાન કપમાં કેટલાક દેવોની તેર પોપમની સ્થિતિ છે. લાંતક કપમાં કેટલાક દેવેની તેર સાગરોપમની સ્થિતિ છે. વજ વિગેરે વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમની છે. તે દે તેર પખવાડીએ શ્વાસ લે છે અને તેર હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો તેર ભવે મોક્ષ પામવાના હેય છે.
(૧૪) ચૌદમા સમવાયમાં કહ્યું છે કે ચૌદ પ્રકારના જીવો છે. ચૌદ પૂર્વ છે. અગાયણ નામના પૂર્વમાં ચોદ વસ્તુ છે. મહાવીરસ્વામીને ચૌદ હજાર મુનિની સંપદા હતી. ગુણસ્થાને ચૌદ છે. ભારત અને અરાવત ક્ષેત્રની છવા સાધિક ચૌદ હજાર યોજનની છે. દરેક ચક્રવતીને ચૌદ રત્નો હોય છે. આ જ બૂકપમાં ચૌદ મહા નદીઓ છે. રત્નપ્રભા નામની પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચૌદ પલ્યોપમની સ્થિતિ છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચૌદ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર દેવેની ચૌદ પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મ અને ઇશાન કપમાં કેટલાક દેવેની ચૌદ પલ્યોપમની સ્થિતિ છે. લાંતક કપમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. શ્રીકાંત વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે; તે દેવ ચૌદ પખવાડીએ શ્વાસ લે છે અને ચૌદ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો ચૌદ ભવે મેક્ષમાં જવાના હોય છે.
(૧૫) પંદરમા સમવાયમાં કહ્યું છે કે–પંદર જાતિના પરમાધાર્મિક દે છે. શ્રી નમિનાથ પંદર ધનુષ ઊંચા હતા, યુવરાહુ કૃષ્ણપક્ષમાં દરેક દિવસે ચંદ્રની કળાને પંદરમો ભાગ દબાવે છે અને શુકલપક્ષમાં પંદરમો ભાગ ઉઘાડે છે. શતભિષક વિગેરે છ નક્ષત્રો પંદર મુહુર્તાવાળાં છે. ચૈત્ર અને આધિન માસમાં રાત્રિ અને દિવસ પંદર પંદર પ્રમાણના હોય છે. વિદ્યાનુપ્રવાદ નામના પૂર્વમાં પંદર વસ્તુ છે. મનુષ્યને પંદરે પ્રકારના યોગ હોય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની પંદર પોપમની સ્થિતિ છે. પાંચમી પથ્વીને વિષે કેટલાક નારકની પંદર સાગરોપમની સ્થિતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org