________________
૧૨૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત દશ હજાર વર્ષની છે. સૌધર્મ અને ઈશાન કપમાં કેટલાક દેવોની દશ પાપમની સ્થિતિ છે. બ્રહ્મલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે, લાંતકમાં જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની હોય છે. ઘોષ વગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. તે દેવો દશ પખવાડીએ શ્વાસ લે છે અને દશ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવ દશ ભવે મોક્ષ પામવાના હોય છે.
(૧૧) અગીઆરમા સમવાયમાં કહ્યું છે કે-શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ છે. લેકાંતથી અગ્યારસો ને અગ્યાર યોજન અંદર આવીએ ત્યાંથી જયોતિષની શરૂઆત થાય છે. જંબુદ્વીપના મેરુથી અગ્યારસો ને એકવીશ યોજન દૂર જ્યોતિષચક આવેલું છે. મહાવીરસ્વામીને અગ્યાર ગણધર હતા. મૂલ નક્ષત્રના અગ્યાર તારાઓ છે, નીચેના ત્રણ ગ્રેવેયકમાં એકસો ને અગ્યાર વિમાને છે. મેરુપર્વત પૃથ્વીતલથી ઊંચે જતાં અગ્યારમે ભાગે ઓછા વિધ્વંભવાલે થતું જાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની અગ્યાર પલ્યોપમની સ્થિતિ કહી છે. પાંચમી પૃથવીમાં કેટલાક નારકીએની અગ્યાર સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર દેવની અગ્યાર પપમની સ્થિતિ છે. સૌધર્મ અને ઈશાન કપમાં કેટલાક દેશની અગ્યાર પોપમની સ્થિતિ છે. લાંતક કલ્પમાં કેટલાક દેવોની અગ્યાર સાગરોપમની સ્થિતિ કહી છે. બ્રહ્મા વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અગ્યાર સાગરોપમની છે, તે દેવો અગ્યાર પખવાડીએ ધાસ લે છે અને અગ્યાર હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો અગ્યાર ભવે મોક્ષમાં જવાના હોય છે.
(૧૨) બારમા સમવાયમાં બાર ભિક્ષુપ્રતિમા, બાર પ્રકારને સંભોગ અને બાર આવર્તવાળું કૃતિકમે કહ્યું છે. વિજય રાજધાનીને વિષ્ક બાર લાખ યોજનને છે, રામ નામના બલદેવનું બારસો વર્ષનું આયુષ્ય હતું. મેરુપર્વતની ચૂલિકાને મૂળને વિષ્કભ બાર યોજનાનો છે. આ જંબુદ્વીપની જગતી મૂળમાં બાર યોજનના વિષ્ક્રભવાળી છે. દર વર્ષે નાનામાં નાની રાત્રિ અને નાનામાં નાને દિવસ બાર બાર મુહૂર્તાવાળા થાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે ઈષ~ાભાર નામની પૃથ્વી છે, તે પૃથ્વીનાં બાર નામ છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની બાર પોપમની સ્થિતિ કહી છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની બાર સાગર--- પમની સ્થિતિ કહી છે. કેટલાક અસુરકુમાર દેવોની બાર પલેપમની સ્થિતિ કહી છે. સૌધર્મ અને ઈશાન કલ્પને વિષે કેટલાક દેવોની બાર પાપમની સ્થિતિ કહી છે. લાંતક ક૫માં કેટલાક દેવોની બાર સાગરોપમની સ્થિતિ કહી છે. માહેંદ્ર વગેરે વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપમની કહી છે, તે દેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org