________________
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત કુશીલ અધ્યયન કહ્યું છે. અહીં અમાસુક વસ્તુને સેવનારા છ ગોવાતકાદિની જેમ કુશીલ કહેવાય. એમ કહી પૃથ્વી વગેરેના ભેદો જણાવી કહ્યું કે લેક (સંસારી જી ) ત્રસાદિને ઘાત કરી, અગ્નિને આરંભ કરી, હરતાદિને છેદ કરી ગર્ભાદિનાં દુઃખ ભગવે છે. સ્નાન કરવાથી મોક્ષ મળતો નથી. તે માટે સમજવું કે વિરતાદિગુણી વિદ્વાન કહેવાય. પછી ધીરનું સ્વરૂપ જણાવી કહ્યું કે અનાદિ મેળવવા માટે મુખમાંગલિકાદિ સ્વરૂપવાળા છ કુશીલ કહેવાય. તથા વિવેકાદિગુણ છે જરૂર મોક્ષ પામે છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
સાતમા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે.
આઠમા વીર્યાધ્યયનને ટૂંક પરિચય અહીં વીર્યપદના નિક્ષેપ અને સ્વરૂપ જણાવી કહ્યું કે પ્રમાદ એ કર્મ છે અને અપ્રમાદ એ અકર્મ છે. પછી મન્વનું અને શસ્ત્રનું સ્વરૂપ તથા અસંયમના કારણ તેમજ બાલાજીનું સ્વરૂપ કહી જણાવ્યું કે ભવસ્વરૂપ વિચારવું. તથા આર્યધમની સાધના વગેરે ગુણધારક જે હોય તે પંડિત કહેવાય. તથા બીજાને પિતાની પ્રશંસા માટે જણાવેલ તપ શુદ્ધ ન કહેવાય, છેડે આહાર વગેરે ગુણાવાળા મુનિ મોક્ષને પામે છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે.
નવમા ધર્માધ્યયનના ટ્રેક પરિચય અહીં ધર્મપદના નિક્ષેપો કહી જણાવ્યું કે સમાધિ અને મોક્ષમાર્ગ એ ધર્મ છે. પછી દ્રવ્યધર્માદિનું સ્વરૂપ જણાવી કહ્યું કે મુનિએ પાર્થસ્થાદિને પરિચય ન કરવો. આરંભી અને કાયી જીવો મેક્ષને ન પામે. વળી સગાવહાલા ધનને ખેંચનારા છે પણ પિતે કમને ભક્તા છે. માતા વગેરે દુ:ખથી બચાવતાં નથી, માટે મુનિએ નિર્માદિ ગુણે ધારણ કરી માયાદ તજવા ને ઉચ્ચારાદિમાં જયણા પાલવી. પછી વીરધર્મનું સ્વરૂપ જણાવી કહ્યું કે અભાષક (મૌનવ્રતી) ને ક્રીડાવજે કાદિ જેવો નિર્વાણ પામે છે, વગેરે બીનો સ્પષ્ટ જણાવી છે.
દશમા સમાધિ અધ્યયનને રંક પરિચય અહીં સમાધિપદના નિક્ષેપ અને સ્વરૂપ તથા સમાધિવાળા જીવનું સ્વરૂપ કહી જણાવ્યું કે જે સાવધ કર્મોને ત્યાગ અને પરિગ્રહત્યાગાદિ ગુણધારક હોય તે મુનિ કહેવાય. પછી અસંયત (મૂઢ જીવનું) ને મેધાવી જીવનું સ્વરૂપ જણાવી કહ્યું કે હિંસાથી દુ:ખ મળે છે. મૃષાવર્જન એ સમાધિ છે. જે જીવ અનિદાન, અમમ ને ગૃહનિરપેક્ષ હાય, તે સમાધિવાળો જીવ જાણ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org