________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (ર, શ્રીસૂત્રકૃતાંગસૂત્રનો પરિચય) છે, ભિખારી છે, એમ નિંદા કરનારા છે કે જાય છે. ડાંસ, મછર વગેરેના ડંખના માર (લાગવા થી કંટાળેલા અને કેશલોચાદિથી કંટાળેલા જીવો ખેદ પામે છે. મિથ્યાત્વી
હર્ષથી કે દ્વેષથી મુનિને ચાર જેવા ગણી તાડનાદિ કરે છે, તેમજ કઠોર સ્પર્શ દુઃખે સહન કરાય છે વગેરે બીના અહીં સ્પષ્ટ જણાવી છે.
સૂત્રકૃતાંગના ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું છે કે સ્વજનના રાગથી ગૂંથાયેલે જીવ સંસારમાં પાછા જાય છે. સગાના રાગથી કાયર પુરૂષો મૂંઝાય છે. રાજા વગેરે રદ્ધિ આદિ દેવાના બહાને મુનિને લલચાવે, તે ટાઈમે મંદઘમીજીવો ભિક્ષાદિથી કંટાળી ખસી જાય છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
સૂત્રકૃતાંગના ત્રીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહી મુનિની આત્મસાધનામાં તત્પરતા જણાવી કહ્યું કે, સમાધિહીન જીવે ગ્લાનનું વૈયાવચ્ચે નિર્મલભાવે કરતા નથી, ને વગર વિચારે પાપના ભાગી બને છે. સમાધિવંત છવની અવિરૂદ્ધ સામાચારી હોય છે. તથા ગ્લાનિ (ખેદ)ને દૂર કરવાનું સાધન સમાધિ છે. મુનિ ઉપસર્ગોને જીતીને મોક્ષમાર્ગે પ્રયાણ કરે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
સૂત્રકૃતાંગના ત્રીજા અધ્યયનના ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું છે કે શીતાદક, વહકલ (છાલ) વગેરેનાં વસ્ત્ર પહેરીને તથા બીજોદકાદિ વાપરીને દ્વૈપાયનષિ વગેરે જેવો સિદ્ધ થયા વગેરે વચને સાંભળીને મંદધમી છ સંયમથી કંટાળી જાય છે. તથા બીજાઓ માને છે કે, સુખથી સુખ મળે. તેનું ખંડન કરી કહ્યું કે, સમજુ જીવે લોઢાને ઉપાડનાર મનુષ્યની માફક થોડા લાભને (તૃપ્તિ આદિ) માટે હિંસાદિ કરીને ઘણે લાભ ગુમાવવો ન જોઈએ. તથા અનાર્યજી મૈથુનને નિર્દોષ માની કામી બને છે, પણ મસ્તકના છેદની, ઝેરના ઘૂંટડાની, તથા રતનને ચોરનાર ચારની માફક મૈથુન સદોષ છે એ યાદ રાખવું. તથા વર્તમાન સુખને ચાહનારા છ ઘડપણમાં પસ્તાય છે. વળી સંયમાદિની સાધનામાં પરાક્રમી છ ખેદ પામતા નથી. સીએ દુસ્તર (મુશ્કેલીથી તેજી શકાય તેવી) છે. સ્ત્રી-પરિચયને તજનાર, સમાધિમંત, તથા ઉપસર્ગને સહનાર મુનિ જરૂર સંસાર સાગર તરી જાય છે. મુનિ અગ્લાનિએ ગલાનને સમાધિ પમાડે, ને મોક્ષ પથે ચાલે વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. જેથા ઉદ્દેશાને ટૂંક પરિચય પૂર્ણ.
ત્રીજા ઉપસાગબનને ટૂંક પરિચય પૂર્ણ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org