SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૨. શ્રીસૂત્રાકૃતાંગસૂત્રને પરિચય) મંલિ પુત્ર) હસ્તિતાપસ, વેદાન્તી આદિની સાથે વાત કરી અને કાંતશાસનને વિજયદવજ ફરકાવ્યો, આ બીના વિસ્તારથી જણાવી છે. આવા સંવાદો શ્રોતાઓને અપૂર્વ બોધ આપે છે. ૬. ૭. નાલંદીય અધ્યયનને સાર-શી શીલાંકાચાર્ય મહારાજે “નાલંદા શબ્દની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે સુપાત્ર મુનિવરાદિને ઈચ્છાનુસારે જે આપે, એટલે જ્યાં ઘણું દાનગુણી ઘણું શ્રાવકે રહેતા હોવાથી મુનિવરે વગેરે ઇષ્ટ વસ્તુ મેળવે છે. આ રીતે આધેય (રહેનારા શ્રાવક) માં આધાર (નાલંદા પાડા)ને ઉપચાર કરીને કહ્યું કે નાલંદા ઈષ્ટપદાર્થ આપે છે. તેથી એમ સમજવું કે ત્યાંના શ્રદ્ધાળુ શ્રાવકે ગ્રાહક મુનિવરાદિને દાન આપે છે. રાજગૃહનગરની બાહિરિકા એટલે બહારની ભૂમિ “નાલંદા પાડે ? આ નામથી પ્રસિદ્ધ છે. ત્યાં બનેલી હકીક્ત અહીં કહી છે, તેથી આનું નામ “નાલંદીય અધ્યયન' કહેવાય છે. શ્રીગૌતમસ્વામીજીને નિગ્રંથ ઉદક પઢાલપુત્રનો સમાગમ થયો. અવસરે શ્રીગૌતમસ્વામીને શ્રાવકના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ પૂછતાં યથાર્થ ખુલાસે જાણી શ્રીગૌતમ ગણધરની પાસે પ્રભુ શ્રી પાર્શ્વનાથના સંતાનિયા શ્રીઉદક પિટાલપુત્ર મુનિ ચાર મહાવ્રતરૂપ ધર્મના સ્પષ્ટીકરણરૂપ પંચ મહાવ્રતવાળા સપ્રતિક્રમણ ધર્મને સ્વીકારે છે. પ્રસંગે શ્રાવકધર્મની પણ બીના વગેરેનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. આ બીજા અંગમાં દ્રવ્યાનુયોગની બીના વધારે કહી છે તેથી તે દ્રવ્યાનુયોગ-પ્રધાન અંગ કહેવાય. વૈદિકગ્રંથે આને તત્વજ્ઞાન કહે છે અને બોદ્ધગ્રંથ “અભિધમ્મ શબ્દથી જાહેર કરે છે. એ દ્રવ્યાનુયોગ શબ્દનું અનુકરણ છે. દ્રવ્યાનુયોગના દશ ભેટની બીના શ્રીસ્થાનાંગસૂત્રના ૧૦મા અધ્યયનમાં કહી છે. ૭ આ રીતે શ્રીસૂત્રકૃતાંગસૂત્રનાં ૨૩ અશ્ચયનને સાર જણાવ્યો. શ્રીસુધર્માસ્વામી ગણધરની પ્રવર્તમાન દ્વાદશાંગીમાં આ સૂત્રકૃતાં. બીજું કશું છે. તેથી શ્રીઆચારાંગસૂત્રનાં ૧૮ હજાર પડે તેવાથી આનાં ૩૬ હજાર પદો જાણવાં. અહીં સૂત્રો ૮૨ છે અને સૂત્ર-ગાથા ૭ર૩ છે તથા નિર્યુક્તિની ગાથા ૨૦૫ છે. આના પહેલા શ્રતસ્કંધના પ્રથમ અધ્યયનના પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં ટીકાકાર શ્રીશીલાંકાચાર્ય મહારાજે મંગલાચરણ કરી કહ્યું કે પ્રાચીન ટીકા કઠિન છે, તેથી હું આની સરલ ટીકા બનાવું છું. પછી ઉપોદુઘાત અને નિર્યુક્તિના મંગલાદિ તથા સૂત્રકૃતાંગના ત્રણ નામ કહી, “સૂત્ર' પદના નિક્ષેપા જણાવતાં કહ્યું કે દ્રવ્યસૂત્ર પિણ્ડ વગેરે કહેવાય, ને ભાવસૂત્ર સંજ્ઞાસૂત્ર વગેરે કહેવાય. પછી કશ્યગદ્ય અને પદ્ય-ગેયનું સ્વરૂપ તથા કારણ, કારક અને કૃત પદના નિક્ષેપા કહેતાં દ્રવ્યકરણના મૂલકરણ-ઉત્તરકરણ ભેદ વગેરે કહી જણાવ્યું કે ઘણા અર્થોને સૂચવનાર સૂત્ર છે. પછી શ્રુતસ્કંધ વગેરેનું પરિમાણ અને ગાથા, ષોડશક, શ્રુતસ્કંધ પના નિક્ષેપ કહા છે. પછી પહેલા કુતસ્કંધનાં અધ્યયનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy