SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત પહેલે સમયે સ્પષ્ટ કર્મ બંધાય, બીજે સમયે ભગવાય, પછી એ આત્મપ્રદેશથી અલગ થઈ તે પુદગલે બીજી વણારૂપ બની રૂપાંતર પામે છે. મમતાદ-દોષારૂપી કાદવમાં ખૂતેલા સંસારી જી મહારંભાદિથી પામેલ ભાગનાં સાધનો સેવી દુર્ગતિનાં આકરાં દુઃખ ભેગવે છે. પછી ધર્મસ્થાન તથા અધર્મસ્થાનની બીના ટૂંકામાં ને વિસ્તારથી જણાવી એક કથાનકથી આખા અધ્યયનને સાર સમજાવ્યું છે. પાંચ સમિતિનું પાલન, દરેક પ્રવૃત્તિ કરવામાં જ્યણાને ઉપદેશ વગેરે બીના જણાવી મુનિધર્મને આરાધવા સરલ માર્ગ દર્શાવ્યો છે. ક્રિયાસ્થાનની બીના જણાવનારૂં જે અધ્યયન, તે ક્રિયાસ્થાન અધ્યયન કહેવાય. ૨, ૩. આહારપરિણાધ્યયનને સાર–અહીં મુનિએ શુદ્ધ એષણીય આહાર વાપરી ધર્માધાર શરીરને ટકાવી મોક્ષમાર્ગને સાધવાની બીના જણાવી છે. ૩. ૪. પ્રત્યાખ્યાનક્રિયાધ્યયનને સાર–અહીં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ, તેની આવશ્યકતા, લાભ, અને તે પચ્ચખાણાને નહિ કરનારા જીવોને થતું નુકસાન વગેરે બીના જણાવી છે. અવિરતિના પ્રતાપે નિરર્થક કમબંધ ઘણે થતો હોવાથી બિનજરૂરી પદાર્થોના પણ આરંભાદિને જરૂર ત્યાગ કરવો જ જોઈએ. સમજવું જરૂરી છે કે જૈનદર્શન નિવૃત્તિપ્રધાન છે. પરમશાંતિનું સાધન પણ તે જ છે. અહીં આચાર્ય અને વાદીની ચર્ચા ચાલે છે, તે ખાસ બોધદાયક છે. તેમાં નિયમને પ્રભાવ, અને નિયમ ન લેવાથી નુકસાન વગેરે બીના વિસ્તારથી જણાવી છે. ૪. ૫, અનગારકૃત અધ્યયનનો સાર–આના બીજા પણ બે નામ છે. ૧, આચારશ્રત, ૨, અનાચારકૃત, આ નામ સૂત્રની ચૂર્ણિમાં જણાવ્યાં છે. અહીં આચારને પાલવાની, ને અનાચારને તજવાની બીના કહેલી હેવાથી બીજા ગ્રંથમાં “આચારઅનાચાર-મુત” નામ આનું જણાવ્યું છે. અહીં પદાર્થોનું શાશ્વતપણું અને શ્રી તીર્થકરોને અંગે જરૂરી બીના, તથા હિંસાની બાબતમાં એકાંત વચન બોલાય નહિ, કારણ કે લેકવ્યવહારનો નિભાવ અનેકાંતદષ્ટિએ જ થાય છે. પુણ્ય-પાપ વગેરેને માનવા જોઈએ, તેમાં પ્રબલ પ્રમાણ એ છે કે દુનિયામાં નજરોનજર આપણે દેખીએ છીએ કે પુણ્યશાલી જીવો નીરોગી, બુદ્ધિશાલી, રાજા તથા સુંદર રૂપવંત હોય છે. પાપકર્મોનાં ફલ ભેગવનારા જીવો રોગી, જડ, ભિખારી અને કછૂપા જણાય છે. એમ જાતિસ્મરણ વગેરે પણ પરલોકાદિ પદાર્થોની સાબિતી કરાવે છે. માટે પુણ્ય, પાપ, પરલેકાદિ પદાર્થો અનેકાંતિક દૃષ્ટિએ જરૂર સ્વીકારવા જોઈએ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ૫. ૬. આદ્રકીય અધ્યયનને સાર-–અહીં આદ્રકુમારના જરૂરી બેધદાયક જીવનપ્રસંગે કહ્યા છે, તેને લક્ષ્યમાં રાખીને આનું આ નામ સુપ્રસિદ્ધ છે. જેમાં આદ્રકુમારની બીના કહી છે તે આદ્રકીય અધ્યયન કહેવાય. આકુમારે ગોશાલક, (ગોશાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy