________________
શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત તપ, સમતા, સહનશીલતા, વૈરાગ્ય, જ્ઞાન, શીલ વગેરે ગુણોની યોગ્ય ઉપમાઓ દઈને સ્તવના કરી છે. ૬.
૭. કુશીલપરિભાષિત અધ્યયનને સાર–જેઓ અજ્ઞાનના પ્રતાપે યજ્ઞ વગેરે કરવાથી મોક્ષ મળે એમ માને છે, તે કુશીલ કહેવાય. તેઓનાં અયોગ્ય વચનો અને માન્યતાઓ જણાવી, જેમાં તે સર્વેનું ગેરવ્યાજબીપણું સાબિત કર્યું હોય, તે કુશીલ પરિભાષિત અધ્યયન કહેવાય. અન્યધમીઆમાંના કેટલાએક લાકે યજ્ઞાદિકથી મુક્ત માને છે. પણ ત્યાં અહિંસાધર્મ લગાર પણ સચવાત નથી. ભયંકર હિંસાદિ પાપ થતાં હોવાથી યજ્ઞાદિકથી મુક્તિ મળે જ નહિ. વળી કેટલાક લોકો પંચાગ્નિ તપવામાં, જલથી નહાવા-ધોવામાં મુક્તિ માને છે. પણ એ બધી સાવઘ પ્રવૃત્તિથી જ મોક્ષ મળતો હોય, તે અનુક્રમે લુહાર વગેરેની ને માછલાં વગેરે જલચરની વહેલી મુક્તિ થવી જોઈએ. તેમ તે બનતું નથી. માટે સમ્યગ્દર્શનાદિમોક્ષમાર્ગની સાધના કરવાથી જ મોક્ષ મળે છે, એવું શ્રીજિનશાસનનું ફરમાન સર્વીશે ઘટિત છે. આ બીના વિસ્તારથી સમજાવતાં પ્રસંગે કહ્યું છે કે પૃથ્વી આદિમાં ચૈતન્ય ગુણ છે માટે તે સચિત્ત કહેવાય. અને મધ્યસ્થભાવે સ્વધર્મ સાધક મુનિ સ્વપરિતારક થાય, ૭.
૮. વિર્યાધ્યયનનો સાર–શ્રીજિનધર્મની આરાધના કરવામાં આત્મિક વીર્યને ફેરવવાની બીના જેમાં કહી છે તે વીર્યાધ્યયન કહેવાય. અહીં બાલવીર્યની અને પંડિતવીર્યની બીના વગેરે જણાવી કહ્યું છે કે બાલવીર્યમાં અજ્ઞાનની પ્રધાનતા હોવાથી તે કર્મનિજાનું કારણ થઈ શકતું નથી, પણ પંડિતવીર્ય કર્મનજેરાનું ને મોક્ષનું કારણ થઈ શકે છે. છેવટે તપ કરવાની વિધિ જણાવતાં ફરમાવ્યું છે કે આ લોકમાં મનાવા-પૂજાવાની ને યશ-કીર્તિ વગેરેની ચાહનાથી, ને પરલોકમાં ઇદ્રપણું વગેરે પામવાની ઇચ્છાથી તપ ન કરે. પણ મોક્ષની ઇચ્છાથી તપ કરે. ૮.
૯. ધર્માધ્યયનને સાર–અહીં વૈરાગ્ય-સમતા-વિવેકાદિ ગુણેને ધારણ કરી મુનિએ સદગુરૂની સેવા કરવી, સાચા ત્યાગી બનવા માટે આશ્રોને તજી વિરેચનાદિના પણ પરિહાર કરે, આહારાદિ વાપરવામાં નિયમિત રહેવું, લોલુપતા રાખવી નહિ, નકામી કાયિક પ્રવૃત્તિ કરવી નહિ. ખપ પૂરતું બોલવું વગેરે આત્મધર્મની સ્પષ્ટ બીના જણાવી છે. જેમાં ધર્મનું સ્વરૂપ જણાવ્યું છે તે ધર્માધ્યયન કહેવાય. ૬.
૧૦. સમાધિ અધ્યયનને સાર–જેમાં સમાધિનું વર્ણન કર્યું છે, તે સમાધિ અધ્યયન કહેવાય. જ્યારે ચિત્તમાં અનેક જાતના વિકલ્પ ન વ અને તે પરમ સ્વસ્થ હોય, એકાગ્ર હોય, ત્યારે આત્મા સમાધિમાં વતે છે એમ સમજવું. સમાધિ એટલે મનનું સ્વસ્થપણું. તેના ભેદાદિની બીના અહીં સ્પષ્ટ જણાવી, મુનિને ઉદ્દેશીને કહ્યું છે કે તેણે સર્વ જીવોની ઉપર સમભાવ રાખ. ૧૦.
૧૧, મોક્ષમાર્ગીયયનનો સાર––જે અધ્યયનમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org