________________
શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત સ્પષ્ટાર્થ—આ બીજા અંગમાં જ્ઞાન-વિનયાદિ ગુણોનું વર્ણન છે. અને બીજા ધર્મોના પણ આચારે વર્ણવ્યા છે. પ્રસંગને અનુસારે જૈનધર્મના અને ૩૬૩ કુવાદીએના પણ નિયમ વગેરેની એક બીજાની સાથે સરખામણું અને જૂદાશ પણ જણાવી છે. પ્રભુ શ્રીતીર્થંકરદેવે કહેલો અહિંસાપ્રધાન ત્રિકેટશુદ્ધ ધર્મ એ જ શ્રેષ્ઠ ધર્મ છે. ને આત્મહિતસાધક પણ તે જ ધર્મ છે. આ સૂત્રના અભ્યાસી શ્રમણ નિગને પરસમયની બીના જાણવા સાથે સ્વસમયની બીના જાણતાં જેનદર્શનની લકત્તરતા જરૂર જણાય છે. તેથી તેઓ સમ્યગ્દર્શન ગુણને નિર્મલ બનાવે છે, ને ટકાવે છે. વધારે શુભ ભાવના વધતાં ક્ષાયિક દર્શનને પણ પામે છે. અહીં પહેલા શ્રુતસ્કંધનાં અધ્યયનોનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણ :–
૧. સમયાધ્યયનને સાર–સમય શબ્દના કાલ, સિદ્ધાંત વગેરે અર્થોમાંથી અહીં સિદ્ધાંતરૂપ અર્થ લેવા. જૈન સિદ્ધાંતની અને જૈનેતર સિદ્ધાંતોની બીના જેમાં જણાવી છે તે સમાધ્યયન કહેવાય. અહીં પંચ-મહાભૂતિક-વાદ વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે, એમ ટૂંકમાં કહી શકાય. દુનિયામાં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશરૂપ પંચ મહાભૂતને કાર્યસાધક માનનારા અન્ય ધમીઓનો જે વાદ તે પંચમહાભૂતિકવાદ કહેવાય. ૨. આત્મા સિવાય બીજું કંઈ છે જ નહિ, એ એકાત્મવાદનું અથવા અતવાદનું વચન છે. ૩. તે જીવ ને તે જ શરીરની જે માન્યતા, તે તજજીવતછરીરવાદ કહેવાય. ૪. અકારકવાદ (સાંખ્યમત) . પંચમહાભૂતોથી અલગ છઠ્ઠા પદાર્થ તરીકે આત્માને માનનારા અન્ય ધમીનો જે વાદ તે આત્મષષ્ઠવાદ કહેવાય. ૬. પંચ-સ્કંધવાત, (પાંચ સ્કંધોની માન્યતા). ૭. નિયતિવાદ, ૮, અક્રિયાવાદ, ૯. જગત્પત્તિવાદ એટલે જગતની ઉત્પત્તિને અંગે વિવિધ માન્યતા, ૧૦. લોકવાદ-અન્યાધિ, પૌરાણિક, વિનયવાદી વગેરે પરધમીઓની માન્યતા (વિચારો-આચાર વગેરે) જણાવી, સ્યાદ્વાદશૈલીએ તે વિચારાદિનું અનુચિતપણું સાબિત કરીને જેનદર્શનના આચાર અને વિચાર સર્વપ્રભુ શ્રીતીર્થંકરદેવે કહેલા હોવાથી સાચા છે. અહિંસા એ ધર્મરૂપી મહેલને પાયો છે. જેના પાયામાં ધૂળ હોય, તે મહેલ કદી પણ ટકી શકે જ નહિ. માટે જ કહ્યું છે કે પાયે ખેરે માટે મંડાણ ન ભીએ” વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧.
૨. વૈતાલીય અધ્યયનનો સાર–અહીં કર્મોરૂપી લાકડાનું વિદારણ એટલે નાશ કરવાનાં વૈરાગ્યાદિ સાધનનું દાખલા-દલીલ સાથે સચોટ વર્ણન કર્યું છે. તેથી એમ સમજવું કે જેમાં કર્મોને નાશ કરવાનાં સાધનો કહ્યાં છે, તે વાલીય અધ્યયન કહેવાય. અથવા છંદશાસ્ત્રમાં કહ્યા મુજબ વૈતાલીય ઈદમાં અહીં જે શ્લોકે કહ્યા છે, તે દ્વારા વૈરાગ્યાદિને ઉપદેશ જેમાં વર્ણવ્યો હોય, તે વૈતાલીય અધ્યયન કહેવાય. વિશિષ્ટ પ્રસંગને અનુસરીને આની રચના થઈ છે. ટીકામાં કહ્યું છે કે, પ્રભુ શ્રીષભદેવે રાજ્યના અભિલાષી પોતાના ૯૮ પુત્રને પ્રતિબોધ કરી ખરા આત્મિક રાજ્યને સમજાવી નિર્મલ સંયમના સાધક બનાવવાના ઈરાદાથી જે ઉપદેશ આપે, તે આ અધ્યયનમાં જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org