SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧ શ્રી આચારાંગસૂત્ર-પરિચય) પ્રભુએ કહેલ બીના (લોક વગેરેનું વર્ણન) સાચી માનવી. ઉત્સર્ગ માગ એ છે કે આધાકર્મિક અશનાદિ મુનિએ લેવા નહિ. (અહીં અપવાદ એ છે કે, ગીતાર્થ ગુરૂ આદિની આજ્ઞાથી જ ખાસ કારણે (ભયંકર માંદગી આદિ કારણે) તેવા અશનાદિ વાપર્યા હોય તે પણ મુનિને નીરોગી થયા બાદ જરૂર ગુરૂ મહારાજ આદિ પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધિ કરાવે છે. આથી ઉત્સગ માર્ગની જરૂર પુષ્ટિ થાય છે.) ખરાબ નિમિત્તોના પરિચયાદિને લઈને મેહોદય થતાં શીલવંતના ગુણેની ભાવના વગેરે સાધનોથી મલિન ભાવના દૂર કરી મુનિએ સંયમમાં સ્થિર થવું. ને અધ્યાત્મદશા તરફ લક્ષ્ય રાખી મોક્ષમાર્ગને આરાધવો. મરવું બહેતર છે, પણ શીલથી ચૂકવું એ લગાર પણ વ્યાજબી નથી. સંયમ જેને પ્રાણથી પણ વહાલો છે એવા મુનિ નથી ચાહતા મરણને કે નથી ચાહતા જીવનને. (લાંબે ટાઈમ હું જીવું એમ ઈચ્છતા નથી.) સ્વયં બુદ્ધિથી કે બીજા જ્ઞાનીના કહેવાથી મુનિને ખબર પડે કે “હવે આ દારિક શરીર મને સંયમાદિની આરાધના કરવામાં મદદગાર થતું નથી; હવે આયુષ્ય થોડું છે, માટે હું અનશનને લાયક છું.” એમ ખાત્રી કરી છેડા કાલની મર્યાદાવાળું અનશન કરી સમાધિમરણ સાધે, આ પ્રસંગે મરણના બીજા પણ ભેદ સમજાવ્યા છે. તથા છેવટે સ્પષ્ટ સમજાવ્યું છે કે માહણ શ્રીતીથ કરદેવે કહેલ ધર્મને યથાર્થ સ્વરૂપે સમજનારા મુનિવરેએ દયા પાળવી, સાચું બોલવું, મમતારૂપ પરિગ્રહનો ત્યાગ કરે. અહીં માહણ શબ્દનો અર્થ એ સમજવું કે મા એટલે નહિ, ફળ એટલે હશે. એટલે હે ભવ્ય જીવો ! તમે પૃથ્વીકાયાદિ છમાંના કેઈને પણ હશે નહિ. તમારી જેવા તેમને ગણીને તે બધાની રક્ષા કરે. આ રીતે અહિંસાને પોતે પાળે, ને બીજાને દયા પાળવાને ઉપદેશ આપે તે મrg” કહેવાય. અને અદત્તાદાનને તથા મૈથુનનો પરિગ્રહમાં અંતર્ભાવ (સમાવેશ) કરી મુનિ દયા, સત્ય અને અપરિગ્રહરૂપ ત્રણ મહાવ્રતો પાળે એમ અહીં કહ્યું છે. અહીં સૂત્રમાં મહાવ્રતનો પર્યાયવાચક નામ શબ્દ વાપરેલો હોવાથી બીજો પણ અર્થ ટીકાકારે આ પ્રમાણે જણાવ્યું છે: જિંદગીને (ઉમ્મરને) આઠ વર્ષથી ત્રીસ વર્ષ સુધીને જે પહેલો વિભાગ તે પ્રથમ યામ કહેવાય; અને ૩૧ મા વર્ષથી ૬૦ મા વર્ષ સુધી જીદગીને જે બીજો વિભાગ તે બીજે યામ જાણવા; ૬ મા વર્ષથી આગળની ઉંમરને વિભાગ તે ત્રીજે યામ જાણે, આ રીતે મહાવ્રત અને વયવિશેષરૂપ બે અર્થો યામ શબ્દના યાદ રાખવા. પ્રસંગે જરૂરી બીજી પણ બીના સ્પષ્ટ સમજાવી છે. નવમા ઉપધાનશ્રત અધ્યયનને ટૂંક સાર ઉપધાન એટલે તપવિશેષ, તેની બીના વર્ણવી હોય તે ઉપધાનશ્રુત અધ્યયન કહેવાય. નિક્તિની ર૭૫મી અને ર૭૬મી ગાથામાં શ્રીભદ્રબાહસ્વામી મહારાજે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy