________________
આનંદઘનનું કવિ તરીકે મહત્ત્વ
૮૯
દૃષ્ટિના પ્રવાહમાં ઘસડાઈ જઈ વીર પરમાત્માનું મુખ્ય શિક્ષણ આપણે વિસરી ગયા છીએ, વિશાળ ધર્મના ત્રિકાળશુદ્ધ સત્ય સનાતન તત્ત્વને આપણે ભંડારમાં ગાંધી રાખ્યાં છે, ઉપાશ્રયમાં સાચવી રાખ્યાં છે અને તેથી વિશેષ તેનામાં સત્તા હાય એમ બતાવવાના વિચાર કર્યાં નથી. આ મહા આત્મતિ કરનાર ટૂંકી દૃષ્ટિના વિચારે એટલું પ્રાબલ્ય ભાગવે છે કે વિશેષ લાભ કરનાર વીરનાં સત્ય રહસ્ય હાય એમ સમજાવનારને પણ આપણે હસીએ છીએ એ ખરેખર આપણી મૂઢતા છે, અયેાગ્યતા છે, પછાતપણુ છે. બહુ સારી રીતે વિચાર કરી, સંકુચિત દૃષ્ટિ દૂર કરી, વિશાળ હૃદયથી વીર પરમાત્માના સ ંદેશા જગ કહેવાની જરૂર છે, અને એ બાબત પસાર કરતી વખતે તપગચ્છ, ખરતરગચ્છ કે તેના અવાંતર ભેઢ, વિભેદે અને તેના ઉપભેદોના વિચાર પણ કરવા ઉચિત નથી. એવા પેટાભેદોથી કામના મુખ્ય સિદ્ધાંતને આ સમયમાં તે ઘણું જ નુકસાન છે, પૂર્વ કાળમાં સ્વાત્મજીવન માટે અથવા પરંપરાની જાળવણી માટે કદાચ તેને સહજ પણ ઉપયોગ હાય, પરંતુ હાલ તે તે પ્રગતિમાં વિજ્ઞ કરનાર, સાધુ જેવા વિશાળ દૃષ્ટિમાન્ મહાત્માઓને પણ અતિ સંકુચિત કરનાર અને દૃષ્ટિબિન્દુના રહસ્યને અતિ દૂર રાખનાર છે. એના જેમ બને તેમ ત્યાગ કરવામાં અથવા એની અગત્ય ઓછી કરવામાં જૈન કામનું શ્રેય છે એમ ઇતિહાસ બતાવે છે, મુનિસુંદરસૂરિ સાક્ષી પૂરે છે અને આનંદઘનજી મહારાજ વારંવાર જણાવે છે. આવા વિશાળ વિચાર બતાવવા માટે આનંદઘનજી મહારાજના આપણે ખરેખરા ઋણી છીએ.
વિશાળ તત્ત્વજ્ઞાન અને વિશાળ આંતર રહસ્ય
આનંદઘનજીની ચાવીશી અથવા પદો વાંચતાં જે એક માખત આપણને ખાસ લક્ષ્યમાં લેવા લાયક જણાય છે તે તેની બહુ ઓછા શબ્દોમાં શાસ્ત્રરહસ્ય સમજાવવાની શક્તિ છે. તેના વિશાળ જ્ઞાન સંબંધમાં તે એ મત પડી શકે નહિ, પરંતુ એક લેખક અથવા કિવ તરીકે તેએમાં વિશિષ્ટતા એટલી જોવામાં આવે છે કે તેએ પેાતાના પુખ્ત વિશાળ સગ વિચારોને બહુ થોડા શબ્દોમાં બતાવી શકયા છે. લેખકેા પૈકી કેટલાક એવી શૈલી આદરનારા હાય છે કે જેઓ ઘણું લખે ત્યારે થાડું રહસ્ય સમજાય, ત્યારે કોઈ અપૂર્વે લેખક સૂત્ર જેવાં નાનાં વાકયેામાં એવું સુંદર રહસ્ય લાવી શકે છે કે તેમાંથી ઘણા ભાવા નીકળી શકે અને જ્યારે જ્યારે તે વાકયા વહેંચાય ત્યારે ત્યારે અભિનવ આનંદ આપ્યા કરે. આવા રહસ્યાત્મક લેખ ભાષામાં લખનારા બહુ ઓછા વિદ્વાના જોવામાં આવે છે, તેથી એક લેખક તરીકે એમની ઉચ્ચ પ્રકારની ગણના થાય છે. સ્તવનામાં આડાઅવળા અહીંતહીં તપાસતાં અનેક વાયા વાંચતાં તેમાંના વિશિષ્ટ ભાવ કેવા ગુહ્ય છે તે પર અનેક વિચારે આવશે. દાખલા તરીકે જુએ
ર
Jain Education International
ચિત પ્રસન્ગે રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખડિત એહ;
પત હત થઇ અપ્તમ અરણા રે, આનદુધન પદ - (૧–૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org