________________
૮૮
શ્રી આનંદધનજી અને તેનો સમય માણસેના મુખમાં તત્વની વાત શોભતી નથી એમ આનંદઘનજી જેવા શુદ્ધ ખપી જીવો ધારે અથવા તે ઉદ્દેશ રાખી ઉપદેશ આપે તો તેમાં નવાઈ જેવું નથી. અર્થ વગરના તફાવતો અને તેમાં મસ્ત રહી પોતાની યોગ્યતા બતાવવા જતાં અન્યને અગ્ય બતાવવાની લાલચ એવી અનિવાર્ય છે કે તેને પરિણામે આત્માની અવનતિ થયા વગર રહેતી નથી. પરંપરાને શુદ્ધ ઉપયોગ અનુભવજ્ઞાન લેવામાં, સાંપ્રદાયિક શિક્ષા લેવામાં અને પુસ્તકદ્વારા બુદ્ધિપૂર્વક વસ્તુ સ્વરૂપ લેવામાં આવતી અગવડ દૂર કરવાને બદલે શાસ્ત્ર વિરુદ્ધ કેવળ મહત્વ માટે દષ્ટિમર્યાદા પરિમિત કરી દેવામાં થાય તે તે બહ આડે માગે ઉતારનાર થાય છે તે જરા ઇતિહાસ તપાસવાથી અને વર્તમાન સ્થિતિને રંગ સમજવાથી જણાઈ આવે તેવું છે. આવા પ્રકારના સંપ્રદાયમેહમાં આસક્ત હોઈ તેવી જ વાત કરનારાને પેટભરા કહ્યા છે તે સંબંધમાં જરા શંકા જેવું લાગતું હોય તે ઉપાધ્યાયજીનું સાડા ત્રણ ગાથાનું સ્તવન અને શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના અધ્યાત્મકલ્પદ્રુમમાંથી યતિશિક્ષા અધિકાર ઊંડા ઊતરીને વિચારવા. તેઓશ્રીએ આ કરતાં પણ વધારે આકરા શબ્દમાં સ્પષ્ટ વાત બતાવી છે. આટલા ઉપરથી વસ્તુ સ્વરૂપ અને તત્કાલીન ઈતિહાસથી અજાણ્યા માણસ આનંદઘનજીને બરાબર સમજ્યા વગર તેમના સંબંધમાં અભિપ્રાય આપવા નીકળી આવે અને પછી તેમને નિશ્ચયવાદી કહી નિંદાના સ્વરૂપમાં ઊતરી જાય તે તે કેટલું ખોટું કરે છે તે સમજવા ગ્ય છે. જ્યારે વ્યવહાર અને નિશ્ચયને અરસ્પરસ યોગ કેવા પ્રકાર છે, તેને દેખીતો વિરોધ કેવી રીતે ખુલાસાપૂર્વક સમજી શકાથ અને ઘટાવી શકાય તેવે છે અને તે બન્નેનું રહસ્ય સમજી બન્નેમાંથી એકને પણ ત્યાગ કરવો ઉચિત નથી એમ જ્યારે સમજાશે ત્યારે તે અમુક મહાત્માને મનસ્વીપણે કેવળ નિશ્ચયવાદી કહેવા એ નિંદાનું રૂપક મટી તેથી ઊલટી વ્યવહાર નિશ્ચયની ખરી સ્થિતિ દર્શાવનાર થશે, પરંતુ ત્યાં સુધીમાં એટલું ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે કે જેનશાસનને અથવા આખા હિંદુસ્તાનને જે પરતંત્રતાની બેડીમાં સેંકડો વરસથી પડવું પડયું છે તે આ સંકુચિત દૃષ્ટિનું પરિણામ છે, પેટાવિભાગેનું પરિણામ છે અને તેમાં રહેલી ટૂંકી દષ્ટિને પરંપરાથી બચાવ કરવાની રૂઢિને લીધે છે. અહીં ઈતિહાસના એક બીજા વિષય પર ઊતરવા જેવું થાય છે અને તેમ કરવા જતા વિષયાંતર થઈ જાય છે તેથી તે વાતને હવે બાજુ પર રાખી આપણે સહુદય મનુષ્યને એટલું કહી શકીએ કે વર્તમાન મહાન બ્રિટીશ સામ્રાજ્યને પ્રભાવ ઐતિહાસિક દૃષ્ટિએ વિચારી આપણું ધાર્મિક સામ્રાજ્યમાં પણ પ્રબળ વિર્યકુરણું કરી આંતર ભેદની તકરારમાં વ્યર્થ વીર્યવ્યય થતો અટકાવી એકંદરે જેને શાસનની પ્રગતિ કેમ થાય, વીરપ્રભુના મહાન્ સંદેશા જગત્ આગળ કેવી રીતે સત્ય અને સારા આકારમાં સમજાવાય, અનેક પ્રાણીઓ તેને વિવેકબુદ્ધિથી કેવી રીતે આદરે, દુનિયામાં અહિંસાના નૃત્ય સાથે આન્નતિનું લક્ષ્યસ્થાન કેવી રીતે થાય તે એક સાથે એકત્ર થઈ વિચારવાની જરૂર છે. વીર પરમાત્માને એ જ માર્ગ છે, એ જ શિક્ષા છે. અતિ સંકુચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org