________________
આનંદઘનજીના સમયના પેટા વિભાગે તરફ ધ્યાન ખેંચ્યું છે અને તે બાબતમાં દીર્ઘ દૃષ્ટિથી કોમની થયેલી સ્થિતિના ઈતિહાસ પર વિચાર કરતાં મતભેદ પડે એવું મને લાગતું નથી. વર્તમાન ઈતિહાસને વિચાર કરતાં પણ દરેક બાબતની અપેક્ષા સમજવાની અને તેને ધ્યાનમાં રાખી કામ લેવાની ખાસ જરૂર છે, નહિ તે એકાંત પરંપરા પર આધાર રાખી અન્ય બાબતે પર અને ખાસ કરીને વર્તમાન જમાનાની પ્રગતિ પર લક્ષ્ય રાખવામાં ન આવે તે માર ખાવામાં અથવા તેમને અને શાસનને પાડવામાં જ તેનું પરિણામ આવે એમ લાગે છે. સંકુચિત દષ્ટિને પરિણામે અત્યાર સુધી કેટલેક અંશે એવું પરિણામ આવ્યું છે એમ અવલોકન કરવાથી જણાઈ આવશે. આટલા ઉપરથી આનંદઘનજીના શિક્ષણમાં જે ઉન્નત ભાવ છે તે જણાયે હશે.
પેટા વિભાગે આ પ્રસંગે વિચારીએ છીએ ત્યારે આનંદઘનજીના વિચારો પેટા વિભાગને અંગે કેવા પ્રકારના છે તે પણ જોઈ જવું પ્રાસંગિક થઈ પડશે. તેઓએ શ્રીઅનંતનાથજીના સ્તવનમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે
ગછના ભેદ બહુ નયણુ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડીઆં કલિકાળ રાજે (૧૪-)
પાપ નહિ કેઈ ઉત્સવ ભાષણજિ, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખો; સુત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે, તેનું શુદ્ધ ચારિક પરિખે (૧૪-૫ )
અન્યત્ર પણ કહ્યું કે
જોગીએ મિલિને જેગશુ કીધી, જતીએ કીધી જાણી; ભગતે ૫કડી ભગતાણી કીધી, મતવાસી કીધી મતની માયડી મુને.
( પદ ૬૮-૨) આવાં જૂદા જૂદાં ટાંચણે ઉપરથી તેઓશ્રીના સૂત્રવિરુદ્ધ ગચ્છના પેટાવિભાગો પર કેવા વિચાર હતા તથા તેઓને શુદ્ધ માર્ગે લાવવા કેવા ઉપાયોની જરૂર છે તે જણાઈ આવે છે. વળી તેઓની આગમાનુસાર ક્રિયા કરવાની કેવી રુચિ હતી તે પણ એ ટાંચણથી સહજ સમજાઈ જાય છે. આપણે તેમના સમયનો ઈતિહાસ કાંઈક જોઈ ગયા તે પ્રસંગે એક તપગચ્છમાં કેટલા ભેદ થયા હતા તે જોયું હતું. તે વખતે અનેક ગચ્છો ચાલતા હતા, એક ગચ્છમાં પણ નાના નાના વિભાગે બહુ થઈ ગયા હતા અને બહુધા ગચ્છના પેટાવિભાગો તો માત્ર માન, ક્રોધ કે મહત્ત્વની ઈચ્છાને અંગે અને નિયંત્રણને અંગે થયેલા હતા, છતાં અરસ્પરસ એવો ભાવ રહેતો હતો કે આવી સંકુચિત દષ્ટિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org