________________
શ્રી આનંદઘનજી અને તેને સમય ૧૭૧૫ માં થયું હોય એમ તત્સમયના ઈતિહાસ પરથી જણાય છે, પરંતુ એ સમાગમ પછી શિવાજીએ જે અનેક સંકટ સામે યુદ્ધ કર્યું, અસાધારણ શોર્ય બતાવી આર્યત્વની વિશિષ્ટતા બતાવી આપી અને રાજ્યમાં તેમ જ રણક્ષેત્રમાં જે ધીરતા બતાવી આપી તે સર્વના પ્રેરક આ રામદાસ હતા. જાતે રામના ભક્ત હોઈ તેની ઉપાસના કરતા હતા અને તે માટે બોધ આપતા હતા. તેઓને ઉપદેશ જડ અથવા અક્રિયાવાદી નહોતે, પણ અધિકાર પ્રમાણે પ્રેરક અને સગર્ભ હતો. વિશાળ દષ્ટિવાળા અને વૈરાગ્યને એગ્ય ઉપદેશ આપનાર આ રામદાસ શિવાજી પછી બીજે વરસે એટલે સંવત્ ૧૭૩૭ માં ૭૩ વરસની વયે દેહ છોડી ગયા. આ શીર્યનો સમય એક બાજુએ ઔરંગજેબને અને બીજી બાજુએ શિવાજીને બતાવી પ્રેરણા કરે છે. તે જ વખતે રામદાસ જેવા પુરુષો પણ થયા છે તે બતાવી સમયસ્વરૂપ માટે ખાસ ધ્યાન આપવા ગ્ય હકીકત પૂરી પાડે છે.
તુકારામ
આ જ સમયમાં વિઠોબાના ભક્ત વૈશ્ય જાતીય તુકારામ દક્ષિણમાં–મહારાષ્ટ્રમાં થયા. જેના ભક્તિના પદો સારી રીતે જાણીતાં છે. એમને સમય સંવત્ ૧૬૬૪ થી ૧૭૦૫ છે અને તે પણ આ જ સમયના ભક્તશિરોમણિ તરીકે ઓળખાય છે.
ગુજરાતના ત્રણ કવિઓ પ્રેમાનંદ, સામળ ભટ્ટ અને અખો કવિ આ જ સમય પછી તુરતમાં જ થઈ ગયા છે. પ્રેમાનંદના સમય માટે મતભેદ છે, પરંતુ સામાન્ય રીતે વધારે આધારભૂત લેખકોના મત પ્રમાણે એને સમય વિક્રમ સંવત ૧૯૯૨ થી ૧૭૧૯ સુધીનો છે. ગુર્જર ગિરાને આ મધ્યમ કાળ છે. એમાં કવિતા ભકિતના એકલા રૂપમાંથી આગળ વધી નવીન સુંદર માર્ગોમાં ગમન કરે છે અને તેને અંગે આ કાળના કવિઓ બહ સારો ભાગ ભજવે છે. પ્રેમાનંદની કવિતા જેના વાંચવામાં આવી છે તેને જે કે તેના યોજેલા શંગારરસ તરફ પ્રથમ ધ્યાન ખેંચનાર થઈ પડી છે, પરંતુ કવિ તરીકે જે કવિને તેણે કહ્યાં છે તેની અસર ગુજરાતી ભાષામાં બહુ દીર્ઘ સમય સુધી જરૂર રહેશે એ વાતમાં સંદેહ લાગતું નથી. દુનિયાની વિચિત્ર ભાવનાને અનુભવ કર્યા પછી જે હજારે છપ્પાઓ સામળ ભટ્ટ બનાવ્યા છે તે પણ અનેક રીતે આકર્ષણ કરે તેવા અને તેનું દુનિયાદારીનું જ્ઞાનભંડોળ બતાવવા માટે પૂરતા છે. તેના છપ્પાઓમાં સામાન્ય ધર્મભાવના ને નીતિભાવના ખાસ અસર કરનારી અને મોટા વિસ્તારમાં આવી રહેલી સ્પષ્ટ જણાઈ આવે છે. વ્યવહારજ્ઞાન તેણે બહુ ઉપયોગી આપ્યું છે. અખા કવિનો અનુભવ પણ તે જ અસરકારક છે. તે પ્રેમાનંદથી વિલક્ષણ-દુનિયાની સ્પૃહા વિનાના-ખાસ વૈરાગી હતા. આ ત્રણે કવિઓ સાંસારિક દૃષ્ટિએ બહુ ઉપયોગી કામ કરી ગયા છે અને તેમાંનાં છેલ્લા એ ધર્મભાવનાથી વિમુખ નહોતા એમ તેઓના ગ્રંથ વાંચવાથી જણાઈ આવે છે.
તુલસીદાસ ઉત્તર હિંદુસ્તાનમાં આ જ સમયમાં તુલસીદાસ થયા છે. એને સમય અત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org