________________
શ્રી આનંદઘનજી અને તેને સમય આ ઉપરાંત તે સમયમાં લાવણ્યસુંદર જેમણે અનેક સઝા તથા દ્રવ્યસપ્તતિકા બનાવી છે, ધર્મમંદિર ગણિ, સમયસુંદર અને બીજા અનેક વિદ્વાન થઈ ગયા છે. આ કાળમાં લગભગ બાવન પંડિતે માત્ર જૈન ધર્મમાં થયા છે, તે બતાવે છે કે આ સમય બહુ ઉપયોગી થઈ ગયા અને ઘણાં રત્નોને ઉત્પન્ન કરી શકશે. હવે એ સમયની છાયા આનંદઘનજીની રચના પર કેટલી પડી છે તે જાણવા સાથે ઐતિહાસિક ચર્ચા અને તેને અંગે અર્થવિચારણા પર મજબૂત અસર કરનાર તત્ત્વ પર કાંઈક વિશેષ પ્રકાશ પડી શકે.
બનારસીદાસ શ્વેતાંબર સદરહુ વિદ્વાને આ સમયમાં થયા એની સાથે દિગંબરેમાં પણ કેટલાક વિદ્વાનો થયા છે તે પૈકી બનારસીદાસનું નામ બહુ જાણીતું છે. સમયસાર નામના કુંદકુંદાચાર્યના ગ્રંથને તેઓએ એવી સુંદર ભાષામાં કવિત્વરૂપે રજૂ કર્યો છે અને તે • સમયસાર નાટક ના નામથી એટલો પ્રસિદ્ધ છે કે તે પર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. એના કાવ્યનું માધુર્ય અને પદલાલિત્ય ગંભીર તેમ જ અસરકારક હોવા ઉપરાંત વિષયને અતિશય ઉદ્દીપન કરે તેવું છે. તેઓ ઉપરોકત ગ્રંથની પ્રશસ્તિમાં જણાવે છે કે–આગ્રા શહેરમાં રૂપચંદ, ચતુર્ભુજ વિગેરે પાંચ વિદ્વાને ધર્મકથા કરવામાં બહુ પ્રવીણ હતા, પરમાર્થની ચર્ચા કરતા હતા અને તેઓને બીજી વાતમાં રસ કદી પણ પોતે નહિ. કઈ વખત તેઓ નાટક સાંભળતા, કેઈ વખત સિદ્ધાન્તરહસ્ય વિચારતા અને કઈ વાર દેહરા બનાવતા. આવી રીતે આગ્રા નગરમાં જ્ઞાન પ્રગટ થયું હતું તેની વાત પણ દેશપરદેશમાં સારી રીતે પ્રસિદ્ધ થઈ ચૂકી હતી અને તેઓની ચર્ચાને લીધે જ્યાં ત્યાં જૈન સંબંધી ચર્ચા ચાલ્યા કરતી હતી. ગ્રંથકર્તા આગળ કહે છે કે એ જ આગ્રા નગરમાં એક સામાન્ય જ્ઞાનવાળો બનારસી નામે લઘુ ભાઈ હતા, એનામાં કવિત્વશક્તિ જોઈ જ્ઞાનરસિકો તેની પાસે હૃદય ખોલીને વાત કરતા હતા. એક વખત સદરહુ સમયસાર ગ્રંથને ભાષામાં સુંદર કવિતામાં ગોઠવવામાં આવે તો ઘણું પ્રાણીઓ એને લાભ લઈ શકે એમ તેઓએ બનારસીદાસ પાસે જણાવ્યું. બનારસીદાસે તેમની ઈચ્છા જાણું ઉપરની વાત મનમાં ધારણ કરીને સમયસાર નાટક ગ્રંથ કવિત્વરૂપે બનાવ્યો તે ગ્રંથ સંવત્ ૧૬૩ના આ સુદિ ૧૩ રવિવાર સમાપ્ત કર્યો અને તે ગ્રંથ પૂર્ણ કર્યો ત્યારે શહેનશાહ શાહજહાનો રાજ્યઅમલ ચાલતો હતો. પ્રશસ્તિને આ ભાગ બહુ સુંદર ચોપાઈ રાગને હોવાથી નીચે લખી લીધો છે.
બહુત બહાઉ કહા હૈ કીજે, કારજ રૂપ વાત કહી લીજે; નગર આગરા માંહે વિખ્યાતા, બનારસી નામે લધુજ્ઞાતા. ૨૦ તમેં કવિત કલા ચતુરાઈ, કૃપા કરે એ પંચે ભાઈ, એ પરપંચ રહિત હિયે ખેલે, તે બનારસી હસી બેસે. ૨૧ નાટક સમૈસાર હીત જીકા, સુગમરૂપ રાજમલી ટીકા, કવિતબદ્ધ રચના જે હેઈ, ભાષા ગ્રંથ પઢે સબ કેઈ. હરર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org