________________
શ્રી આનંદઘનજી અને તેનો સમય આ ભાગમાં રજૂ કરેલા પદના અર્થ સમજાવનાર ૫. ગંભીરવિજ્યજીની પરંપરા આ ઉપરથી જણાઈ હશે. સત્યવિજય પંન્યાસ સંવત્ ૧૭૫૬ માં સ્વર્ગવાસ પામ્યા. આ મહાપુરુષ અતિ ત્યાગી હે મહાપ્રભાવશાળી હતા અને તેથી જ તેઓના ઉપર ગરછને ભાર તેમના ગુરુએ મૂકયો હતો. વળી ગચ્છમાં શિથિલતા જોઈ તે ચલાવી લે તેવી તેમની સાધારણ રીતે પ્રકતિ ન હોવાથી અને સત્ય બોલવામાં તથા તે પ્રમાણે વર્તવામાં નીડર હોવાથી તુરત જ તેઓ શુદ્ધ માર્ગ પર આવી ગયા અને તેને ઉપદેશ મુક્તકંઠે કરી અસાધારણ મનોબળ બતાવી સંવેગ પક્ષને આદર કર્યો. ઘણી વખત વર્તમાન સ્થિતિમાં અસંતોષ થાય એવા પ્રસંગો બને છે, અને તેથી સત્યવિજય જેવા અસાધારણ ત્યાગવૈરાગ્ય અને મને બળવાળા મહાપુરુષોના જન્મની અથવા પ્રાદુર્ભાવની રાહ જોવાય છે. જમાનાને અંગે ઘટતા ફેરફાર થવા સાથે હવે ક્રિયાઉદ્ધારની નહીં પણ માનસિક દશાની સુધારણું અને ખાસ કરીને કષાયવિજયની આવશ્યકતા બહુ રહે છે. દાખલ થયેલા સડાને વૃદ્ધિ પામવા દેવાથી તે ઘર કરી મૂકે છે અને તે બાબત દીર્ઘ દૃષ્ટિવાળા ગીતાર્થ અને ગરછનાયકેએ વિચારી વર્તમાન સમયમાં પણ સત્યવિજયનું સ્વરૂપ ધારણ કરવાની આવશ્યકતા છે એમ કેટલેક વર્તમાન ઇતિહાસ જેવાથી અથવા તે પર ઐતિહાસિક નિષ્પક્ષ દૃષ્ટિએ વિચારવાથી જણાઈ આવે તેવું છે, પરંતુ અહીં વિષયાંતર થઈ જાય છે તેથી વધારે લખવું યેગ્ય લાગતું નથી. સત્યવિજય પંન્યાસે પિતાની ત્યાગદશાને અંગે આનંદઘનજીને પ્રસંગ સારી રીતે પાડ્યો હોય એમ એમના સંબંધમાં ચાલતી લોકકથાથી જણાય છે અને તે તેઓના વિશિષ્ટ ત્યાગ અને દીર્ઘદશીપણાને અનુરૂપ છે.
માનવિજય ઉપાધ્યાય વિજ્યાનંદસૂરિના શિષ્ય શાંતિવિજય થયા. તેમના શિષ્ય સુપ્રસિદ્ધ માનવિજ્યજી ઉપાધ્યાય થયા. તેમણે “ધર્મસંગ્રહ” નામને અતિ અદ્દભુત ગ્રંથ સંવત્ ૧૭૩૮ માં ર અને તે સમયના સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તે ગ્રંથ સુધારી આપે, એમ તે જ ગ્રંથની પ્રશસ્તિ ઉપરથી જણાઈ આવે છે. આવી રીતે પિતાના ગ્રંથને ચાલુ સમયના સમર્થ વિદ્વાન પાસે અંકિત કરાવો એ ખાસ જરૂરનું છે. એ પ્રમાણે કરવાથી ભૂલે રહેવાને સંભવ બહુ ઓછો થઈ જાય છે. આ માનવિજય ઉપાધ્યાયે ચોવીશી પણ બહુ સુંદર ગુજરાતી ભાષામાં બનાવી છે. “ત્રષભ જિમુંદા પ્રથમ જિમુંદા” એ આદિનાથનું તેઓનું કરેલું પ્રથમ સ્તવન છે. એમનાં સ્તવનોમાં “નિરખી નિરખી તુજ બિંબને એ સુપાર્શ્વનાથનું સ્તવન અતિ સુંદર છે, રૂપસ્થ ધ્યાન ઉપર દેરી જનાર છે અને મૂર્તિપૂજાને અત્યુત્તમ આકારમાં દર્શાવનાર છે. માનવિજયના બનાવેલ રાસમાં ગજસિંહકુમારનો રાસ અને નયવિચારને રાસ પ્રસિદ્ધ છે. એકમાં માનવિજયજી ગણિ એમ નામ લખ્યું છે તે આ માનવિય છે એમ જણાય છે.
રામવિજય આ જ સમયમાં અતિ મિષ્ટ ભાષામાં વીશી સ્તવનાદિ લખનાર રામવિજયજી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org