SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજી અને તેનો સમય ક્રિયા કે નિયંત્રણમાં વ્યક્તિને અંગે કાંઈ ફેરફાર હોય તે ભલે, બાકી તાત્વિક તફાવત શરૂઆતમાં કાંઈ હતું નહિ અને ત્યારપછી પણ કાંઈ થઈ શકય હોય એમ મારા સમજવામાં આવ્યું નથી. ગમે તેમ હોય પણ આવા અંગત કારણોને લીધે વિભાગ પડવાથી જૈન શાસનનું જોર નરમ પડતું ગયું અને પરિણામે અત્યારે આપણે જે સ્થિતિ જોઈએ છીએ તેની શરૂઆત આ સમયમાં થઈ ગઈ અને બહારનાં અનેક નાશક તની સામે થવામાં શક્તિનો વ્યય કરવાની જરૂરિયાત ઉપરાંત અંદરની બાબતમાં ઘણું ધ્યાન આપવાની અને તેની વ્યગ્રતામાં બહારનું ઘણું કામ વિસારી દેવાની જરૂર પડી. અર્થ વગરની ચર્ચાઓમાં અને અરસ્પર આક્ષેપમાં ત્યાર પછીથી તે અત્યાર સુધી અને ખાસ હાલના વખતમાં એટલો સમય વ્યતીત થાય છે કે શાસનહિતનાં જરૂરી કામ વિસારી દઈ બાજુએ મૂકવાં પડે છે. આ બાબતમાં દીર્ધદષ્ટિ વાપરી માટે ઉપયોગી ફેરફાર ક્રિયા અને વર્તનને અંગે કરવાની જરૂરિયાત કદાચ બહુ થોડા વખતમાં આવી પડે છે તેમાં બહુ નવાઈ જેવું લાગતું નથી. વિજયસિંહસૂરિ તપગચ્છની ૬૧ મી પાટે આ મહાત્મા થયા. તેઓ શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર હતા. તેઓને જન્મ મેડતા શહેરમાં સંવત્ ૧૬૫૪ માં, દીક્ષા સં. ૧૬૬૪ માં, વાચક પદ સં. ૧૬૭૩ માં અને સૂરિપદ ૧૬૮૨ માં અને સ્વર્ગગમન સં. ૧૭૧૦ માં થયું. તેમના પછી તેમના ગચ્છાધિપતિ ગુરુ વિજ્યદેવસૂરિ ૧૭૧૨ માં કાળધર્મ પામ્યા જેમણે પિતાની પાટે વિજયપ્રભસૂરિની સ્થાપના કરી. ગચ્છાધિપતિના વખતમાં વિજયસિંહસૂરિએ કાળ કર્યો હતો, છતાં તેઓને કેટલાક ૬૧ મી પાટે ગણે છે તેનું કારણ સમજવામાં આવ્યું નથી. વિજયપ્રભસૂરિ ઉપરોક્ત રીતે તપગચ્છના ૬૧ મા ગચ્છાધિપતિ તેઓના ગુરુ વિજ્યદેવસૂરિના વખતમાં કાળધર્મ પામ્યા હોવાથી કેટલાક વિજયપ્રભસૂરિને ૬૧ મી પાટે ગણે છે અને પ્રશસ્તિમાં પરંપરા જણાવતાં ઉપાધ્યાયજીના ઉપરોકત ટાંચણમાં જે તે દેવસૂરિ પછી વિજયપ્રભસૂરિને જ મૂકે છે. તેઓનો જન્મ કરછમાં થયું હતું, દીક્ષા સં. ૧૬૮૬ માં, પંન્યાસપદ ૧૭૦૧ માં, ગંધાર નગરમાં સૂરિપદ સં. ૧૭૧૦ માં, સ્વર્ગગમન સં. ૧૭૪૯ માં થયું. આ બને ગચ્છાધિપતિ જબરજસ્ત હતા. તેમણે સત્યવિજ્ય પંન્યાસને કિયાઉદ્ધાર કરવાની રજા આપી હતી, પરંતુ વિજ્યપ્રભસૂરિ અંતે તે માર્ગ આદરી શક્યા નહિ. આ તેઓમાં કાંઈક નબળાઈનું રૂપ બતાવે છે. કિયાઉદ્ધાર સંબંધી હકીકત કાંઈક ઉપર લખી છે, વિશેષ હવે પછી પણ આવશે. સત્યવિજય પંન્યાસ સમકાલીન મહાત્મા પુરુષોમાં સત્યવિજય પંન્યાસનું નામ ખાસ ધ્યાન ખેંચે છે. બાળવયમાં આચાર્ય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લઈ તેઓએ શાસ્ત્રાભ્યાસ કર્યો. તેઓએ વર્તમાન સ્થિતિ જોઈ ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી કે “હાલમાં ક્રિયાશિથિલતા બહુ વધી ગઈ છે અને તે સંબંધમાં મોટો ફેરફાર કરી શાસ્ત્રજ્ઞાનુસાર વિહાર, આહાર, તપસ્યા આદિ કરવાની જરૂર છે. આથી આપની આજ્ઞા હોય તે હું કિયાઉદ્ધાર કરું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy