________________
૭૪
શ્રી આનંદધનજી અને તેને સમય સમજવા માટે રહસ્યજ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા તેઓએ વારંવાર બતાવી છે. આનંદઘનજી સાથે તેઓને પ્રસંગ થયે હતો તે વિવાદ વગરની હકીકત છે. આ સંબંધમાં વિચારો અગાઉ જણાવ્યા છે અને આગળ પણ તે સંબંધમાં સહજ ચર્ચા કરવામાં આવેલી જોવામાં આવશે.
વિનયવિજય ઉપાધ્યાય આ સમયના વિદ્વાનમાં ત્યારપછી આપણે વિનયવિજયને માટે જરા વિચાર કરીએ. ઉપાધ્યાયજી સાથે રહી કાશીમાં વ્યાકરણશાસ્ત્રને ખાસ અભ્યાસ કરનાર આ મહાત્મા પુરુષે “સિદ્ધ( લઘુ)હૈમપ્રક્રિયા’ વ્યાકરણ બનાવ્યું; એની ઉપર જ પોતે ૩૫૦૦૦ શ્લેકપ્રમાણુ ટીકા બનાવી. ઉપરાંત પર્યુષણમાં વંચાતી “કલપસૂત્રની સુબાધિકા” ટીકા તેમણે લખી છે. દ્રવ્યાનુયેગને અતિ અદ્દભુત ગ્રંથ “લેકપ્રકાશ જેમાં દ્રવ્યલોક, ક્ષેત્રલેક, કાળલોક અને ભાવક સંબંધી ઘણી હકીકત એકત્ર કરી જ્ઞાનભંડાર જે ગ્રંથ બનાવી દિધે છે, તેમાં ૭૦૦ ગ્રંથની સાહદત બતાવી પિતાનું અતિ વિસ્તીર્ણ વાંચન સિદ્ધ કરી આપ્યું છે. દેશી રાગમાં સંસ્કૃત રચના કરી “શાંત સુધારસ' ગ્રંથ અતિ સ્પષ્ટ રીતે હૃદય પર અસર કરે તેવું બનાવ્યું છે. ગુજરાતીમાં અનેક કાવ્ય રયાં છે તેમાં ખાસ નથી લેવા લાયક “ શ્રી શ્રીપાળને રાસ” છે જે અધુરો રહી ગયેલે તે તેમના સહાભ્યાસી ઉપરોકત શ્રી યશોવિજ્યજીએ પૂર્ણ કર્યો છે. તે ઉપરાંત તેઓએ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન બનાવ્યું છે જે અંત આરાધના માટે પ્રસિદ્ધ છે અને “વિનયવિલાસ” ગ્રંથમાં વૈરાગ્યવિષયક કેટલાંક પદે બનાવ્યાં છે. આ ઉપરાંત બીજી નાની મોટી કેટલીક કૃતિઓ બનાવી તેઓશ્રી સંવત્ ૧૭૩૮માં કાળધર્મ પામ્યા છે. તેઓના સંબંધમાં કાશીનિવાસ માટે અનેક લોકકથાઓ ચાલે છે. આ વ્યાકરણનિધિ પણ જૈનના છેલ્લા મહાન યુગમાં એટલે કે વિકમની સત્તરમી સદીની આખરમાં અને ખાસ કરીને અઢારમીની શરૂઆતમાં જૈન કેમના અગ્રગણ્ય થયા. તેઓને અને આપણું ચરિત્રનાયકને ખાસ સંબંધ નેંધી રખાય નથી પણ આનંદઘનજીને મેળાપ જોતાં આ મહાત્મા પણ આનંદઘનજીને મળ્યા હશે એમ જણાય છે અને તેઓએ જે પદે બનાવ્યાં છે તે તે કાળમાં આનંદઘનજીની વાસનાનું પરિણામ હોવું જોઈએ એમ જમાનાની મનુષ્ય પર થતી અસરને અંગે ધારી શકાય છે. તેજપાલ અને રાજકીના પુત્ર આ મહાત્મા વિજ્યહીરસૂરિના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય થતા હતા. શ્રીપાળનો રાસ પૂર્ણ કરતાં પ્રશસ્તિમાં યશોવિજ્યજી લખે છે કે –
રસૂરિ હીર ગુરુની બહુ કીતિ, કીતિવિજય ઉરઝાયા; શિષ્ય તાસ શ્રી વિનયવિજય, વાચક સુગુણ સાહાયા; વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણુ લક્ષિત હાજી;
ભાગી ગીતા રથ સાયર, સંગત સખર સનેહાજી; સંવત સત્તર હુશા વરસે, રહી દર ચોમાસે; સંધ તણા આગ્રહથી માંડ્યો, રાસ આંધક ઉલ્લાસેંજી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org