________________
ન
સત્તરમી સદીના વિદ્વાને : યવિજયજી અને એવા ઉપદેશને નિર્વાહ કરી-કરાવી શકે એવા પ્રબળ પુરુષાર્થશાળી પુરુષની આવશ્યકતા રહે છે. આ કાળમાં જૈન કોમમાં પ્રબળ શક્તિવાળા પુરુષો થયા તેથી શાસનને માર્ગ પર લઈ આવ્યા હતા અને “કુગુરુની વાસના પાસમાં” જે લેકે પડી ગયા હતા તેઓને વાસ્તવિક રીતે સુમાર્ગ પર લઈ આવ્યા હતા. આ વખતે થયેલા કેટલાક મહાપુરુષ સંબંધી હકીકત આપણે હવે સંક્ષેપમાં વિચારી જઈએ..
યશવિજય ઉપાધ્યાયઃ આ સમયના જૈન કેમના સમકાલીન વિદ્વાનમાં સર્વથી વધારે ધ્યાન ખેંચી રહેનાર પ્રબળ પુરુષાર્થશાળી, વિશિષ્ટ જ્ઞાની, દીર્ઘદશી, મહાત્મા ઉપાધ્યાય છે.
તેઓને જન્મકાળ નિણત નથી પણ સંવત્ ૧૬૭૦ થી ૮૦ સુધીમાં હોવો જોઈએ. તેઓશ્રીને દેહવિલય સંવત્ ૧૭૪૬ ના માગશર સુદિ ૧૧ ડભોઈમાં થયો હતો. આ મહાત્મા કાશી તથા આગ્રામાં ત્રણ વરસ અભ્યાસ કરી ન્યાયના ૧૦૦ ગ્રંથ બનાવી ન્યાયાચાર્યનું બિરુદ યથાર્થપણે મેળવી ગુજરાતમાં આવ્યા ત્યારે અને ત્યાર પછી જૈન ધર્મની વિજયપતાકા ફેલાવવામાં અતિ ઉપયોગી થયા અને તે માટે અનેક માર્ગ તેઓએ લીધા. ન્યાયના અતિ અગમ્ય પ્રદેશમાં વિહાર કરનાર, પરમ પુરુષાર્થશીલ, અતિ વિશાળ દીર્ઘ દૃષ્ટિવાળા, યાદશક્તિ પર અસાધારણ કાબૂ ધરાવનાર, આ મહાત્મા પુરુષે જૈન ધર્મ સંબંધી ઘણું વાંચ્યું, ઘણું લખ્યું, ઘણું વિચાર્યું અને ઘણું કર્યું. ન્યાયનાં સે પુસ્તક તેઓએ ઇંદ્રથી શરૂઆતવાળા કાશીમાં લખ્યાં છે તેમ જ “ રહસ્ય’ પદઅંકિત ૧૦૮ ગ્રંથ, મંગળવાદ વિગેરે ગ્રંથ લખ્યાં છે તેમાંથી બહ ડાં જ હાલ લભ્ય છે કારણ કે તેમના સમયમાં અને ત્યાર પછી જેમ જૈનેતરને તેમના તરફ ષ હતો તેમ જૈન કોમમાં પણ તેમની વિરુદ્ધ કામ કરનારા ઘણુ ઉત્પન્ન થયેલા હતા. કારણ સત્ય હકીકત બતાવનાર તરફ ટૂંકા ભંડળવાળાઓને અણગમે રહે છે અને તેવા માણસો વધારે સંખ્યામાં દરેક કાળમાં હોય છે. ઉપાધ્યાયજીનાં વચનની મહત્તા એટલી બધી ગણાય છે કે કોઈ પણ વાત તેમણે કહી છે એમ બતાવવામાં આવતાં તેમનાં વચનને પૂર્વધરને ગ્ય માન મળે છે. આવા
* વર્તમાન કાળમાં સાધુવર્લ્સનું જેનોમ સાથે વર્તન કેવા પ્રકારનું છે, તેમાં ફેરફારની જરૂર છે કે નહિ અને કોઈ પ્રબળ શક્તિવાળા મહાત્માની જરૂર છે કે નહિ એ સર્વ સવાલો વિચારણીય છે અને
વિચારમાં મદદ મળી શકે એવું ઘણું વાંચન આ વિભાગમાં થયું છે તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે.
+ ખાસ કરીને મૂર્તિપૂજા નહિ સ્વીકારનાર વર્ગ, યતિઓને મેટો ભાગ અને કાંઇક અંશે શિથિલાચારમાં પડી ગયેલા અથવા મહત્તા ન ખમી શકનાર તેમના ગ૭વાળાએ ઉપાધ્યાયજીથી વિરુદ્ધ પડ્યા હતા અને તેમના સમયમાં તેમની જોઈએ તેટલી બુઝ થઈ નહોતી એમ જણાય છે. એ દરેક વર્ગ ઉપાધ્યાયજી તરફ દેષ શા માટે રાખતે હતો તેનાં કારણે વિચારવાથી સમજી શકાય તેવાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org