________________
આ સમયમાં થયેલ ઝિયાઉદ્ધાર નિર્ણય કરી સત્યવિજ્ય પંન્યાસે આ સમયમાં ફ્લિાઉદ્ધાર કર્યો. અતિ ક્રિયાશિથિલતાનું આ પરિણામ હોવું જોઈએ એમ સહજ અનુમાન થાય છે. સત્યવિજયને રાસ (જેન રાસમાળા-પ્રથમ ભાગ-પૃ. ૧૦૮-૧૧૭) આ બાબતમાં સાક્ષી પૂરે છે તે વિચારીએ –
શ્રી ગુરુચરણ કમી કરી, કર જોડી તે વારે રે, અનુમતિ જે મુજને દિયે, તે કરું કિયાઉદ્ધાર છે. કાલ પ્રમાણે ખપ કરું, દોષી હલકર લેવા રે, તપ કરું આલસ મૂકીને, માનવ ભવનું ફળ લેવા છે. ગુણવંત ગુરુ ઈણિપરે કહે, એગ્ય જાણીને સુવિચારે રે; જિમ સુખ થાય તિમ કરે, નિજ સફળ અવતારે રે. ધર્મમારગ દિપાવવા, પાંગરીઆ મુનિ એકાકી રે, વિચરે ભાઈંડની પરે, શુદ્ધ સંયમશું દિલ છાકી રે. સહ પરિસહુ આકરા, શે નિજ કમળ કાયા રે,
ક્ષમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયા છે. ક્રિયાઉદ્ધારમાં તેઓએ માનસિક શું કર્યું અને બાહ્ય ત્યાગ કે કર્યો, પરિષહ કેવા સહન કર્યા અને તપસ્યા કેવી કરવા નિર્ણય કર્યો તે આ ઉપરથી જણાય છે. ક્રિયાઉદ્ધાર કરવા માટે શ્રી પૂજ્ય તપગચ્છનાયક શ્રી વિજ્યપ્રભસૂરિની તેઓએ આજ્ઞા મેળવી હતી અને તેમને તત્સંબંધી પ્રેરણા કરનાર અને સાથે રહેનાર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય હતા. ક્રિયાઉદ્ધાર કરવા માટે આજ્ઞા આપવા છતાં છેવટે વિજયપ્રભસૂરિ સાથે જોડાયા નહિ, તેથી તફાવત પાડવા માટે સાધુનાં વસ્ત્રનો રંગ ફેરવવાની જરૂર જણાઈ. આ સર્વ બાબતમાં યશેવિજયજી સાથે હતા એમ અત્યાર સુધી ચાલી આવતી કિંવદંતિ પરથી જણાય છે. શ્રી વીરવિજયજી કવિ શ્રી ધમ્મિલના રાસની પ્રશસ્તિમાં જણાવે છે કે વિજયસિંહસૂરિના શિષ્ય લક્ષણુલક્ષિત દેહ વાળા સત્યવિજયે ગુરુ સૂરિપદવી આપતા છતાં તે લેવા ના કહી, કિયાઉદ્ધાર કરવાનું જણાવ્યું અને ગુરુમહારાજે તેમ કરવા હા પાડી ત્યાર પછી સંઘને એ વાત જણાવી અને ગચ્છનો ભાર તેમના માથા પર રાખી ગુરુમહારાજ સ્વર્ગે સિધાવ્યા. સંઘ સાથે રહીને તેમની પાટે વિજયપ્રભસૂરિની સ્થાપના કરી તે આચાર્ય વિગેરે સર્વ આ ઉગ્ર વિહારીની સમક્ષ ઊભા રહેતા હતા અને ક્રિયાઉદ્ધારમાં “વાચક જસ તસ પક્ષીજી” એમ કહ્યું છે તેથી તે સર્વ બતાવી આપે છે કે ઉપાધ્યાયજી ક્રિયાઉદ્ધારમાં સંપૂર્ણ રીતે સામેલ હતા.
* આ આખી પ્રશસ્તિ વિચારમાં લેવા લાયક છે. ચાલુ હકીકતને ઉપયોગી ભાગ નીચે પ્રમાણે છે –
તપગચ્છ કાનન કલ્પતરુ સમ, વિજયદેવ સૂરિરાયાજી, નામ દશે દિશ જેહનુ ચાવું, ગુણ જન વૃદે ગવાયાજી; વિજયસિંહસૂરિ તારા પટધર, કુમતિ મતગજ સિંહજી, તાસ શિષ્ય સૂરિપદવી લાયક, લક્ષણુ લક્ષિત દહેજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org