________________
સત્તરમા શતકનું જૈન દૃષ્ટિએ મહુત્ત્વ
૬૫
પશુ મેળવવાં મુશ્કેલ પડે છે. એમ કહેવાય છે કે આ સત્તરમા સૈકામાં એકલા તપગચ્છમાં આવન પંડિતા થયા. આમાંનાં કઇ કેાઈના સંબંધમાં નીચે હકીકત વિચારવામાં આવશે તે પરથી જણાશે કે આ શતક જૈન કામ માટે જેમ અનેક પ્રકારની રાજકીય અગવડ ઉત્પન્ન કરનાર થયા, તેમ અનેક રીતે આધ્યાત્મિક અને શાસ્ત્રીય દૃષ્ટિએ ધ્યાન ખેંચનાર થયેા.
6
આ સમયના ઇતિહાસ વિચારવા માટે આપણે જરા પૂર્વકાળની સ્થિતિ વિચારી જઇએ. અધ્યાત્મકલ્પદ્રુમના ઉપેાતમાં જણાવ્યું છે. તેમ મુનિસુ ંદરસૂરિ મહારાજ તપગચ્છની મૂળ પાટ પર સંવત્ ૧૪૯૯ માં આવ્યા તે વખતે તેએ અસાધારણ ઉન્નત દશા જોવાની સ્થિતિમાં હતા, છતાં કામમાં પેઠેલા સડા તે જોઈ શકયા હતા અને તે સબંધી ગુર્વાવળીમાં તેઓએ જે ઉલ્લેખ કર્યાં છે તેની વિચારણા આપણે અન્યત્ર કરી છે. ત્યાર પછી કેટલાંક વસે વિજયહીરસૂરિ તપગચ્છની ૫૮ મી પાટે થયા. તેમણે અકબર બાદશાહને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને તેમની પાસેથી છૂટો અને કેટલાક હકા મેળવી જૈન પ્રજાનું અને જૈન ધર્મનુ માન વધાર્યું.... બાદશાહે તેમને બહુ ઉત્તમ પ્રકારે માન આપ્યું, તેમને જે મ્યાના પાલખીની વિનતિ થઈ તેથી તેઓ તે વ્યામેાહિત થયા નહિ, પણ પરંપરામાં તે પરિગ્રહને દાખલ કરનાર થઈ પડી. તેમના પછી પહુ મી પાટે શ્રી વિજયસેનસૂરિ આવ્યા. તેમને અકબર બાદશાહે કાલિ સરસ્વતી ’તુ બિરુદ આપ્યુ અને તેઓએ પણ જૈન ધર્મની અનેક પ્રકારે પ્રભાવના કરી. છેવટે તેના દેહવિલય સંવત્ ૧૬૭૧ માં થયા તે વખતે તેમની પાટે વિજયદેવસૂરિ આવ્યા. આ ૬૦ મા પટ્ટધરને જહાંગીર ખાદશાહે મહાતપા'નું બિરુદ આપ્યું. તેમની પાટે વિજયસિંહસૂરિની સ્થાપના તેમણે કરી, પર ંતુ તેઓ સંવત્ ૧૭૦૯ માં કાળધર્મ પામ્યા, જ્યારે દેવસૂરિ સંવત ૧૭૧૩ માં સ્વગે સિધાવ્યા અને ત્યાર પછી તપગચ્છની પાર્ટ પર વિજયપ્રભસૂરિ આવ્યા. આ દરેક આચાર્યાંના સંબંધમાં કિંવદન્તી વગેરેને આધારે કરેલ રાસ વગેરેમાં જે હકીકત જળવાઈ રહી છે તે જોતાં અનેક જગ્યાએ તેઓએ પ્રતિષ્ઠાએ કરાવી હાય, અઠ્ઠાઇમહેાત્સવ કરાવ્યા હાય, એમ જણાઇ આવે છે અને એ સવ ઉપરથી જૈન પ્રજાની તે વખતે દ્રવ્ય સંબંધી બહુ સારી સ્થિતિ હશે એમ સહજ અનુમાન થાય છે. આ ઉપરાંત એક ધ્યાન આપવા લાયક હકીકત એ પણ ખની છે કે વિજયસેનસૂરિની પાટે વિજયદેવસૂરિ ઉપરાંત વિજયઆનંદસૂરિ થયા. કેટલાંક કારણેાને લઈને તે વખતે તપગચ્છમાં એ આચાર્યાં કરવાની જરૂર જણાઇ અને બન્નેને ગચ્છાધિપતિ બનાવવામાં આવ્યા, પશુ એનું પિરણામ એ આવ્યુ કે તત્ત્વ, ક્રિયા કે બીજી કોઈ આખતમાં જરા પણ ફેરફાર ન હેાવા છતાં શિષ્યપર પરામાં બે વિભાગ એક તપગચ્છમાં તે વખતથી થઇ ગયા અને એક શાખા જ્યારે દેવસુર’ નામથી ઓળખાવા લાગી ત્યારે બીજી શાખા ‘અણુસુર’ નામથી આગળ ચાલી અને હજી સુધી પણુ એ હેતુ વગરના તફાવતા ચાલ્યા કરે છે.
6
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org