________________
શ્રી આનંદઘનજી અને તેને સમય તફાવત બતાવી હિંદુઓનાં દિલ દુઃખવનાર આ કુલાંગાર આલમગીરે મુગલાઈના પાયા નબળા પાડી દીધા. તે વખતે લોકેની સુખી સ્થિતિ દ્રવ્યની અપેક્ષાઓ હતી, દેશનું ધન દેશમાં જ રહેતું હોવાથી મોંઘવારી થવાના પ્રસંગે આવતા નહોતા, પરંતુ આ સર્વની સામે જાનમાલની અસ્થિરતા બહુ હતી, પ્રાપ્ત કરેલ ધન કે બીજા ભાગ્ય પદાર્થો પિતાની પાસે કેટલો વખત રહેશે અથવા પિતે તેને કદિ પણ ઉપગ કરી શકશે અથવા કરવા જેટલો સમય ટકી શકશે કે નહિ તે સર્વ અક્કસ હતું. સ્ત્રીઓ જાહેરમાં નીકળવાની હિંમત કરી શકતી નહિ અને અંધકારના સમયમાં સ્ત્રીશિક્ષણની સંભાવના હોવાની તે વાત પણ ક્યાંથી હોઈ શકે? જૂદા જૂદા પ્રાંત ઉપર સત્તા ચલાવવા માટે સૂબાઓ મોકલવામાં આવતા હતા, તેઓ પોતાના તરફથી અનેક પ્રકારને જુલમ ગુજારતા હતા. શહેનશાહને નામે ત્રાસ આપતા હતા અને લાગ મળતાં સ્વતંત્ર બની જતા હતા. વ્યાપારનાં દ્વારે બંધ નહતાં, પણ રાજ્યની અવ્યવસ્થાને લીધે બહોળા પાયા ઉપર લેકે વ્યાપાર કરી શકતા નહોતા.
ધાર્મિક બાબતમાં આ સમય ખાસ વિચારવા લાયક સ્થિતિમાં હતું. હમેશાં આઘાત પ્રમાણે પ્રત્યાઘાત થાય છે એ સામાન્ય નિયમ છે, તે પ્રમાણે ઔરંગઝેબની ધર્માધ લાગણીએ જ્યારે અનેક હિંદુઓને મુસલમાન બનાવવાની અને તેઓનાં પૂજ્ય સ્થાને તોડી નાખવાની પ્રેરણું કરી ત્યારે તેટલા જ જોરથી સંરક્ષણવૃત્તિ હિંદુઓમાં આવી અને તેઓએ ગમે તેટલા ભેગે પિતાની પૂર્વકાળની જાહોજલાલી જાળવી રાખવા મહાપ્રયત્ન કર્યો. અહીં જે વાત હિંદુઓને લાગુ પડે છે તે તેટલે જ અંશે જેનેને લાગુ પડે છે. તેઓએ પણ પિતાનાં પૂજ્ય મંદિરો અને જ્ઞાનભંડારો જાળવી રાખવા અને તેમ કરી ધર્મના મુખ્ય બાહ્ય સ્વરૂપે જાળવી રાખવા અલ્લાઉદ્દીનના સમયથી જે પ્રશસ્ત પ્રયાસ શરૂ કર્યો હતો તે ચાલુ રાખ્યો
આ પ્રમાણે જનસ્થિતિ વિક્રમના સત્તરમા શતકની હતી. તે વખતે ધાર્મિક સ્થિતિ કેવી હતી તે તપાસવા માટે બહુ સાધને મળી શકે છે. તે વખતના આચાર્યોનાં ચરિત્ર વાંચતા શ્રાવકેની ગુરુભકિત બહુ સારી જણાઈ આવે છે. લોકે ગુરુની ખાતર ગમે તેટલાં કષ્ટ વેઠી તેઓની આજ્ઞાને અનુસરતા હતા એમ જણાઈ આવે છે. બીજી ખાસ અગત્યની વાત તે સમયમાં એ બની કે સેળમાં વિક્રમના શતકમાં જૈન ગ્રંથના ભંડાર કરી શુદ્ધ પ્રત કરવાની અને તેને ભંડારોમાં ગોઠવવાની વિશિષ્ટ વૃત્તિ જાગ્રત થઈ હોય એમ જણાય છે અને તેને પરિણામે અત્યારે પણ શુદ્ધ ગ્રંથ સંવત્ ૧૫૫૦ લગભગના બહુ મોટી સંખ્યામાં મળી આવે છે. આવી પુસ્તક ભંડારોની કરી આપેલી અનુકૂળતાને લાભ લેનારા અનેક વિદ્વાને સત્તરમા વિકમ શતકમાં બહાર આવ્યા અને તેથી સત્તરમાં શતક જેન કેમના ઈતિહાસમાં એક અતિ અગત્યને સમય ગણાય છે. તે સમયમાં જેના કામમાં એટલા સારા વિદ્વાન ઉત્પન્ન થયા છે કે અત્યારે તેઓનાં સર્વનાં નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org