________________
શ્રી આનંદઘનજી અને તેને સમય ભાગમાં સ્તવને બનાવ્યાં હોય અને ત્યાર પછી વિહાર કરી મેડતા જતાં આ મહાત્માને દેહવિલય થઈ જતાં બાકીનાં બે અથવા ત્રણ સ્તવને બનાવવાં રહી ગયાં હોય એમ મારું અનુમાન છે. સ્તવનની અંદર રહેલ અતિ વિશાળ આશય અને તેને બતાવવાની દઢ ભાવના જોતાં એ પ્રાથમિક અવસ્થામાં બન્યાં હોય એમ તે કઈ રીતે માની શકાતું નથી. આ અનુમાન વિચારવા એગ્ય છે અને એના સમર્થન માટે જે વિચારો અત્ર રજૂ કર્યા છે તે પર લક્ષ્ય આપી નિરધાર કરવા ગ્ય છે. એકંદર રીતે જોતાં આ બાબતમાં કેઈ ચેકકસ નિર્ણય ઉપર આવવાનું બની શકે તેમ નથી, કારણ કે આ સંબંધમાં કઈ પણ પ્રકારને સીધો પૂરો પ્રાપ્ત થતું નથી. આ ઉપરાંત કમનસીબે એવું બન્યું છે કે શ્રી આનંદઘનજી મહારાજે બનાવેલ પદો અને સ્તવન ઉપરાંત તેઓની કોઈ પણ કૃતિ ઉપલબ્ધ થતી નથી અને જૂદી જૂદી પ્રતમાં પદોને ક્રમ જૂદે બતાવ્યું છે તેથી એક નિયમ જળવાઈ રહેતો નથી અથવા તેને શોધી કાઢવે લગભગ અશક્ય થઈ પડે છે. તેઓએ સ્તવને અને પદે ઉપરાંત બીજું કાઈ બનાવ્યું હોય એમ ધારવાનું હાલ તે કાંઈ કારણ પણ નથી, પરંતુ તેઓએ નાનાં નાનાં પદમાં અને વિશાળ સ્તવમાં જે ભાવે બતાવ્યા છે અને તે બતાવવા માટે જે ગંભીર ભાષાવિલાસ કર્યો છે તે તેમનું જ્ઞાન સામર્થ્ય બતાવી આપે છે અને તે રીતે જોતાં તેઓએ કઈ કઈ ઉપયોગી કવને બનાવ્યાં હોય તે ના કહી શકાય નહિ. યશોવિજયજીના ગ્રન્થની થયેલી સ્થિતિ જોતાં આ સંબંધમાં નિર્ણયાત્મક કાંઈ કહી શકાય તેવું નથી. પદનાં વસ્તુદર્શનશૈલી, વિષયનિરૂપણ આદિ પર આગળ વિચાર કરશું. અત્ર તે વિષય હાથ ધરવા પહેલાં આ સત્તરમાં શતકની આખરમાં અને અઢારની શરુઆતમાં દેશની અને જેન કોમની સ્થિતિ કેવી હતી અને તે વખતમાં અન્ય કેમમાં તથા જેનકેમમાં કેવા કેવા સાક્ષ, કવિઓ અને વિદ્વાને થઈ ગયા છે તે પર વિચાર કરવાથી આ મહાત્માનાં પદેની અર્થવિચારણામાં જમાનાની શી અસર થઈ હતી તે જાણવાનું પ્રબળ સાધન પ્રાપ્ત થશે.
કાળની અસર કોઈ પણ જમાનાની અંદર જે પુરુષે ઉત્પન્ન થાય છે તેની અસર જરૂર તેના ઉપર છેડે ઘણે અંશે પણ થયા વગર રહેતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પૈકી કાળ એ એવી વસ્તુ છે કે તેની અસર વિદ્વાને ઉપર ડી ઘણી જરૂર થાય છે. જ્યારે સામાન્ય પંક્તિના પ્રાણીઓ કાળબળથી દબાઈ જાય છે ત્યારે પ્રભાવશાળી પુરુષો તેને પિતાના અંકુશમાં અમુક દરજજે રાખી શકે છતાં પણ તેની અસર થયા વગર રહી શકતી નથી. આથી અમુક મહાત્મા કે કવિના ગ્રંથનો સમય અને તે સમયનો ઈતિહાસ જે ઉપલબ્ધ થઈ શક્ત હોય તે તે ગ્રન્થની સમજણ માટે પ્રથમ સમ્મુખ રાખવા યોગ્ય છે. એથી ગ્રન્થના અર્થ સમજવામાં અને ખાસ કરીને કર્તાને ઊંડે આશય સમજવામાં બહુ ઉપયોગી મદદ મળે તેમ છે. તેથી આપણે વિક્રમના સત્તરમા શતકનો અંત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org