________________
આનંદઘનની ભાષા-વિચારણ
૫૫ પ્રયોગ, અર્થમાં શબ્દનું સ્થાન અને તેની સાથે કવિઓનું નિરંકુશ-આ સર્વ વાત ધ્યાનમાં રાખી જોવામાં આવશે તે ઉપર બતાવેલે નિર્ણય લગભગ શંકા વગર સ્વીકારવામાં અડચણ નહિ આવે એમ મારી માન્યતા છે. અત્રે આ વિષય પર વિશેષ વિસ્તાર કરવાનું બની શકે તેમ નથી, કારણ ગ્રંથગીરવ થઈ જાય તેમ છે, પરંતુ જે મુદ્દો મેં ઉપર જણાવ્યું છે તે માટે ચર્ચા ચલાવવી હોય તો આનંદઘનજીની ભાષા સંબંધમાં તેઓનાં પદ અને સ્તવનમાંથી હજુ ઘણું આંતરિક પૂરાવા આપી શકાય તેમ છે અને તેમ કરીને તેઓની ભાષાનું બંધારણ મિશ્ર મારવાડી-હિંદી છે એમ અનેક રીતે સિદ્ધ કરી શકાય તેમ છે. હજુ વિશેષ પૂરાવાની આવશ્યકતા રહેશે તે ભવિષ્યમાં એ વિચાર કરવાના પ્રસંગ જરૂર હાથ ધરવામાં આવશે.
આનંદઘનજીને વિહાર, વિગેરે આનંદઘનજી મહારાજે જે ભાષા પદમાં વાપરી છે તે પરથી તેઓના મૂળ પ્રદેશ અને વિશેષ વિહાર ઉત્તર હિંદમાં હોય એમ જણાય છે. તેઓ બુદેલખંડમાં જન્મ્યા હતા એમ બતાવવા માટે નીચેના મુદ્દાઓ આપણે હવે સંગ્રહિત કરી શકીએ.
૧ મારવાડમાં તેઓશ્રી સંબંધી ચાલતી દંતકથાઓ. ૨ મેડતામાં તેઓના ઉપાશ્રયના નામથી ઓળખાતું ખંડિયેર. ૩ પદની કવચિત્ શુદ્ધ હિન્દુસ્તાની અને કવચિત્ મિશ્ર હિન્દી ભાષા. ૪ સ્તવનેની ભાષામાં અનેક મારવાડી–હિન્દુસ્તાની શબ્દોને છૂટથી ઉપગ. પ પદની ભાષામાં સાહજિક રૂપ, વિષયનું પ્રોઢ દર્શન અને મજબૂત રીતે નિરૂપણ. ૬ રતવમાં મિશ્ર પ્રયોગ અને ખાસ વાક્યપ્રયેગે. ૭ વાક્યાન્વય કરતાં મારવાડ અને ઉત્તર હિંદ તરફ થતું સ્તવનભાષાનું મંડાણ. ૮ ઉખાણું તથા ઘરગથ્થુ શબ્દોને સ્તવનોમાં અલ્પ ઉપયોગ અને તેનું જ પદોમાં
થયેલું સવિશેષ પ્રાકટ્ય. ૯ સ્તવનોની ગુજરાતી ભાષામાં થયેલ અનેક લિંગવ્યત્યયે.
આ મુદ્દાઓ પર વિચાર કરવાથી જણાશે કે જ્યાં જ્યાં ગુજરાતીની છાયા પદોમાં કે સ્તવમાં આવે છે ત્યાં પણ ઉક્ત દિશા બતાવનાર આંતરિક પૂરાવા મોજુદ છે. આટલા ઉપરથી અને ચાલી આવતી દંતકથા, લેકકથા અને કિંવદંતી પરથી તેઓને જન્મ બુદેલખંડમાં થયેલ હોય એમ અનુમાન થાય છે. ઘણું વરસ સુધી આત્મધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org