________________
૫૦
શ્રી આનદ્દનજી અને તેમના સમય જણાય તેવી છે. સગાઈ શબ્દ મારવાડી ભાષામાં મહુ છૂટથી વપરાય છે અને તે જે અથ માં આનંદઘનજીએ વાપર્યાં છે તે જ અમાં વપરાય છે. આથી બન્ને રીતે · સગાઇ? શબ્દ પર બાંધેલ રચના તૂટી પડે છે અને તેથી તેા ઊલટું હિંદુસ્તાની-મારવાડીના મિશ્ર પ્રયાગાના ઉપયોગ સ્તવનમાં પણ વિશેષ થયા છે એ વાત સાબિત થાય છે.
અલખ’ શબ્દના ઉપયાગ (૧-૫) જેવા આદીશ્વર ભગવાનના સ્તવનમાં થયા છે તૈવેા જ મિશ્ર મારવાડીના પ્રયાગવાળા ત્રેવીશમા પદ્મની છેલ્લી ગાથામાં થયા છે. (પૃ. ૨૧૬) અલખ શબ્દના ઉપયાગ ગુજરાતીમાં કદાચ થતા તે બહુ જવલ્લે જ થતા, પણ હિંદીમાં અવારનવાર બહુ સારી રીતે થયા કરે છે અને અગાઉ પણ થતા હતા તે વ્રજવાસી કવિએનાં પદ્મ તથા કબીરનાં પદે વાંચવાથી જણાય તેવુ' છે.
"
C
આવી જ રીતે ‘ વસ્તુવિચારે દ્રવ્ય નયણુતણે. વિરહ પડ્યો નિરધાર ' એવા પદચ્છેદવાળી વાક્યરચના (૨-૫), એમાં તથા ખીજી ગાથામાં · નયણુ” શબ્દના આંખના અર્થમાં ઉપયાગ થાય—એ સર્વ ઉત્તર હિંદના સંસ્કારા મજબૂતપણે બતાવે છે એમ મને લાગે છે. એવી જ રીતે ‘ લખ પૂરે મન આશ' (૧-૫) અને ‘અધેા અંધ પુલાય' (૨-૩) ના અર્થ વિચારતાં તુરત વાકયરચનાનું મૂળ ઉત્તર હિંદમાં જણાઇ આવે તેવું છે. આવી જાતના અનેક વાક્યપ્રયોગા બતાવી શકાય તેવું છે અને એ ખાખત ઉપર ઘણી ગેરસમજુતી થયેલી છે તેથી આપણે તે મુદ્દો જરા વધારે સ્પષ્ટ કરવા પડશે. બાકી તે ગમે તે વાકયપ્રયાગ વિચારણાપૂર્વક નિષ્પક્ષપણે લક્ષ્યમાં લેવામાં આવશે તેા તેની રચના હિંદુ સ્તાનના ઉત્તર વિભાગ તરફ જ જશે. આવી માખતમાં ઉપર ઉપરથી વાંચી અભિપ્રાય આપી જનારના અદ્ધર વિચારા ઉપર આધાર માંધી શકાય તેમ નથી. આપણે આ જ મુદ્દો સાબિત કરનાર થાડાક ખાસ પ્રયોગો હજુ પણ વિચારીએ.
*
ચરણુ ધરણુ નહિ ઠાય' (૨-૩) એ હિંદીના ખાસ પ્રયોગ છે. ગુજરાતીમાં એને માટે ‘ પગ મૂકવાનું પણ નથી ' એવા પ્રયાગ થાત. · પંથ નિહાલશું” (૨-૬) એવા વાકયપ્રયાગ અહીં કર્યાં છે તે સેાળમા પટ્ટની ત્રીજી ગાથામાં પંથ નિહારત લેાયણે દ્રુગ લાગી અડાલા’ એ વાક્યપ્રયાગ સાથે બરાબર મળતા આવે છે. રસ્તા પર નજર કરીને બેસવુ એને માટે પથ નિહારવા અથવા નિઙાળવા એ વાકયપ્રયાગ મારવાડી અને હિંઢીમાં થાય છે. એમાં ભાષાસંસ્કારમાં નિહારવાને બદલે સ્તવનમાં નિહાળવે એમ પ્રયાગ થયેા છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. એ મારવાડમાંથી ગુજરાત તરફ પ્રયાણુ સૂચવે છે પણ વાકયપ્રયાગ ગુજરાતમાં રહેવા છતાં તેનું મૂળ ઉત્તર હિંદ તરફ ખતાવે છે.
હવે આપણે લિખ ધાતુથી પ્રયાગ પર જરા વિચાર કરીએ તેા ઉત્તર હિંદની ભાષાને સ્તવનમાં ઉપયોગ વધારે સ્પષ્ટ રીતે જણાશે. સ્તવનમાં ‘ દોષ અબેધ લખાવ ( ૩–૨ ) ત્યાં લખાવ એટલે લખવું તે. એટલે માલૂમ પડવાના જાણવાના અશ્વમાં તે ધાતુ વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org