________________
૫૫૦
શ્રી આનંદઘનજીનાં પર “ તું મારે હિત કરનાર મિત્ર છે અને હું તને હિત કરનાર છું, (આપણુ વચ્ચે) આંતરે શું છે જે તે જણાવે છે ? માટે આનંદઘન પ્રભુને લાવીને મારે મેળાપ કરાવી આપ, નહિ તે (તમે પણ) ચાલવા માંડે.”
ભાવ–હે અનુભવ! તું મારે હિત કરનારે છે, મારે ઈષ્ટ મિત્ર છે અને હું તને હિત કરનારી છું. મારા અને તારા વચ્ચે અંતર શું છે? તે તું જણાવ. હવે પતિને મારે મંદિરે લઈ આવવા માટે તેને મનાવવા હું તને આટલી વિજ્ઞપ્તિ કરું છું તે પણ ખરી મિત્રતામાં કરવાની જરૂર હોય જ નહિ. જ્યાં નેહ હોય ત્યાં તે અરસ્પરસ એક બીજાનું કામ કરવું એ મિત્રની ફરજ છે, એમાં પછી કાંઈ આંતરે રાખવો જોઈએ નહિ અને મિત્ર તરફથી વિજ્ઞપ્તિ થવાની અપેક્ષા પણ રાખવી જોઈએ નહિ અને ત્યાં સુધી કામ કરવાની રાહ પણ જોવી જોઈએ નહિ. તું સારી રીતે જાણે છે કે અનુભવજ્ઞાન થયા પછી ચેતનજી સુમતિ અથવા સમતાને મંદિરે પધારે છે, સમતા તેની પૂર બહારમાં પ્રકાશે છે અને ચેતના પણ વિશુદ્ધ થવા માંડે છે અને ચેતના વિશુદ્ધ થવા માંડે એટલે અનુભવ બજો રહે છે. આવી રીતે એક બાજુએ સમતા અથવા ચેતના અને બીજી બાજુએ અનુભવ એક બીજાને બહુ હિત કરનાર અને લાભ કરનાર થાય છે અને તેથી ચેતના અનુભવને અહીં કહે છે કે-તું મને હિત કરનાર અને હું તને હિત કરનાર છું છતાં હું કેટલા વખતથી તારી પાસે વિજ્ઞપ્તિ કરું છું કે પતિને તું મારી પાસે લઈ આવ અને મારે મંદિરે તેમને સ્થાપન કર, તેમાં તું ભાવ કેમ ખાય છે? વિલંબ કેમ કરે છે? તારી ફરજ છે કે મારી વિજ્ઞપ્તિ વગર પણ તારે મારું કામ કરી આપવું જોઈએ, કારણ કે એમ કરવું એ મિત્રધર્મ છે. તું જાણે છે કે પતિ હાલ જે વિભાવ દશામાં વર્તે છે તે સર્વ રીતે નુકશાન કરનાર છે, તેને પિતાને પણ તેથી ખેદ થાય તેવી એ બાબત છે અને સર્વથી વધારે કમનશીબ વાત તો એ છે કે-વિભાવદશામાં ચેતનજી માયામમતાને મંદિર પડ્યા રહે છે અને મારી હાંસી કરાવે છે. આ પ્રમાણે સ્થિતિ છે એ તું જાણે છે, માટે હે અનુભવ ! તું આનંદઘન પ્રભુ-મારા સચ્ચિદાનંદસ્વરૂપી ચેતન પતિ જેઓ અત્યારે તે સર્વ રીતે મહાદુઃખકારક સ્થિતિ અનુભવે છે, પરંતુ જેઓ સ્વરૂપે આનંદના સમૂહ છે, જેઓ આત્મિક સુખના ભોગી છે અને જેઓને વર્તમાન ઉપાધિ ન વળગી હોય તે મારી સાથે વિલાસ કરનાર છે તેમને લઈ આવીને મારે મેળાપ કરાવી આપ, મારે વિરહ દૂર કર અને મને વર્તમાન યાતનામાંથી છોડાવ અને નહિ તે પછી તું ધનાસી કર, ચાલતે થા, રસ્તે પકડ. મારે કાંઈ તારું બીજું કામ નથી. હું મિત્ર હોવા છતાં તને આટલી વિજ્ઞપ્તિ કરું છું અને તું મિત્ર છતાં મારું એટલું પણ કામ કરતું નથી તે પછી મારે તારું કામ નથી, તારે જોઈએ ત્યાં જા; આપણે સંબંધ જોતાં તારે એમ કરવું ઉચિત નથી, છતાં તું જે એમ જ વર્તવાને છે તે તારી ઈચ્છા, તારે જોઈએ ત્યાં જા.
આત્માને અનુભવજ્ઞાન થાય ત્યારે તે સમતા નજીક જઈ શકે છે અને સમતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org