________________
ઓગણપચાસમું પદ
૫૪૧ *देह न गिह न नेह न रेह न, भावे न दुहडा गाह;+
आनंदघन वहालो बांहडी साहि, निशदिन धरूं उछाह रे.- मोने० २ ।
મને શરીર ગમતું નથી, ઘર ગમતું નથી, સ્નેહ ગમતું નથી અને તે જરા પણુ ગમતાં નથી અને દુઃખ ભંડાર હોવાથી પણ ગમતાં નથી. (હવે તે) વહાલે આનંદઘન બાંહ પકડે તે રાતદિવસ ઉત્સાહ ધારણ કરું.”
ભાવ-પતિ વગર મને મારું શરીર ગમતું નથી, ઘર ગમતું નથી, કઈ મારા ઉપર નેહ કરે તે પણ મને ગમતું નથી અને દુઃખ ભંડાર મને થાય તે પણ ગમતું નથી અને એ સર્વ એક રેખા માત્ર પણ ગમતાં નથી. પતિવિરહ મને કઈ પણ વસ્તુમાં જરા પણ આનંદ આવતું નથી. પતિ વગરનું ઘર, પતિ વગરને સ્નેહ અને ખુદ મારું શરીર પણ ગમતું નથી. દુહડાગારને બરાબર ભાવ અહીં આવતો નથી પણ એ ભાવ જણાય છે કે- પતિવિરહ મને જે દુઃખ થાય છે તે દુઃખરૂપ ભંડાર પણ ગમતું નથી. હવે તે મારા આનંદઘન પ્રભુ બાંહ પકડે તે હું દરેક બાબતમાં ઉત્સાહ લઈ શકું. હાલ તો જાણે કઈ બાબતમાં મજા આવતી નથી, હોશ આવતી નથી, આનંદ આવતો નથી. વિરહદશા મટે તે મને ઉત્સાહ આવે અને પછી પતિને મેળાપ થતાં આ ઘર, શરીરાદિ પદાર્થો, જે હાલ અકારા થઈ પડ્યા છે તેમાં પણ પ્રેમ આવે. દુહાગાહા પાઠ હોય તે તેના અર્થથી કઈ પ્રેમના દુહા, સંદડા, ગાથા વિગેરે રાગમાં લલકારે તે પણ મને ગમતાં નથી એ ભાવ નીકળે છે.
આ ગાથાને આધ્યાત્મિક અર્થ વિચારતાં સારા ભાવ પ્રાપ્ત થાય છે. પતિના વિરહે. મને મારા સ્થળ શરીર ઉપર જરા પણ પ્રેમ આવતો નથી તેમજ પતિ વગરના મારા
* કોઈ શબ્દ આ ગાથાની શરૂઆતમાં વધારે મૂકે છે તેથી પાઠ “કોઈ દેહ ન” વિગેરે એમ થાય છે. તે પ્રમાણે પાઠ બે પ્રતમાં છે.
# ગેહને બદલે એક પ્રતમાં “ગેહિ ” શબ્દ છે.
+ દુહડા ગાહને બદલે છાપેલી બુકમાં “દુહા ગાહા' પાઠ છે. દુહા અને ગાથા એ તેનો અર્થ છે. દોહરા અને અનુષ્કુ. અસલ આ રાગમાં સમસ્યાદિક બનતાં તથા ગવાતાં હતાં,
૪ સાહિને બદલે એક પ્રતમાં “સાહિબ” પાઠ છે તેનો અર્થ બેસતો નથી. મારા વિચાર પ્રમાણે તે લહીઆએ ભૂલ કરી હોય કે કોઈએ સ્વમતિથી સુધારો કરવામાં ભૂલ કરી હોય એમ જણાય છે.
: ઉછાહ પાઠ સર્વ પ્રતામાં છે. બુકમાં ઉમાહા પાઠ છે તેને અર્થ પણ તે જ છે. એ બુકમાં દુહાગાહા પાઠ બીજી પંક્તિમાં લીધો છે તેથી અનુપ્રાસ મેળલવા માટે ઉમાહા પાઠ ઠીક છે.
૨ દેહશરીર. ન ભાવે શબ્દ બીજી પંક્તિમાંથી સર્વત્ર લાગુ પાડવાનું છે, ન ભાવે એટલે ગમતું નથી. ગેહ=ગૃહ, ઘર. નેહ= નેહ. રેહ=રેખા માત્ર, જરા પણ, દુહડા ગા=દુ:ખડાગાર, દુઃખ ભંડાર. સાહિ=પકડી. બાંહડી=બાંહ, હાથ, ઉછાહ ઉત્સાહ, હેશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org