________________
ઓગણપચાસમું પદ
૫૩૫ સુવર્ણ જેવા રંગવાળા ( ડાઘ વગરના) મારા પતિ સાથે મારો કેઈ પણ મેળાપ કરાવે. આંજણરેખા આંખેને પસંદ આવતી નથી અથવા અંજન રેખાવાળી આંખે મને પસંદ આવતી નથી અને સ્નાનના માથા પર તે અગ્નિ પડે. (મને એ સર્વ કાંઈ ગમતું નથી. મારા પતિને મેળાપ મને ઈષ્ટ છે.”),
ભાવ-સુમતિને માયડી કહીને ચેતનાએ ઉપર જે વાત કરી તે સમતા તે સારી રીતે જાણે છે, પરંતુ ચેતનાના પક્ષધર્મની વાત ફુટ રીતે સાંભળ્યા પછી તેને મનમાં વધારે ખેદ થવા લાગ્યું. તેમાં જ્યારે સખી ચેતનાએ કહ્યું કે “આનંદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘળી પાલે” ત્યારે તે તેને પણ વિચાર કરવાથી ખાત્રી થઈ કે આનંદઘન પતિ હવે કઈ પણ રીતે ચેતનાની બાંહ પકડે તે સારું. હવે તે સર્વને માટે પ્રથમ તે પિતાનો અને પિતાના પતિનો મેળાપ થ જોઈએ. અહીં તેથી સુમતિ અથવા સમતા એ મેળાપ કરાવી આપવા વિજ્ઞપ્તિ કરે છે. ગ, અનુભવ, યતિધર્મ વિગેરેમાંથી જે કઈ મેળાપ બનાવી આપી શકે તેમ હોય તે સર્વને ઉદ્દેશીને આ પિતાની સ્થિતિ દર્શાવનાર આખું પદ સમતાના મુખમાં મૂકવામાં આવ્યું છે. ચેતના આ પદ પૂર્વના પદના અનુ. સંધાનમાં બોલે છે એ ભાવ લેવામાં આવશે તે પણ અર્થ બરાબર બેસશે. પદનો ભ પ્રથમ સ્થળ દષ્ટિએ અને પછી આધ્યાત્મિક દષ્ટિએ વિચારીએ. એ ભાવ વિચારવાથી બહુ આનંદ થાય તેવી કેટલીક હકીકત અત્ર બતાવી છે.
સમતા કહે છે કે મારા પતિ શુદ્ધ સુવર્ણ જેવા વર્ણના અથવા ડાઘ વગરના છે, એની સાથે હવે તે કઈ મારે મેળાપ કરાવી આપે. મારાથી પતિને વિરહ સહન થતું નથી અને પતિવિરહમાં મને આંખમાં અંજન આંજવું ગમતું નથી અથવા અંજનની રેખાવાળી આંખ મને ગમતી નથી અને સ્નાન, વિલેપનાદિ તે એવાં અપ્રિય થઈ પડ્યાં છે કે તેના ઉપર આગ લાગે, તે બળી જાઓ; પતિ વિરહથી હું એવી ઉદાસ થઈ ગઈ છું કે મને કેઈ શણગાર સજવા ગમતા નથી. શરીરે સ્નાન કરવું, વિલેપન કરવું, વસ્ત્રો પહેરવાં, આંખમાં આંજણ આંજવું એ કાંઈ મને પસંદ આવતું નથી. પતિવિરહઘેલી શરીરે અસ્વસ્થ રહી શરીરવિભૂષાની દરકાર ન કરતાં પતિને મેળાપ માટે જે મળે તેને અર્થ રેખા કરવી પડે છે. એને બદલે ઉપર મૂળમાં પાઠ આપે છે તે ત્રણ પ્રતમાં હોવા ઉપરાંત સારે અર્થ આપે છે
૪ ભાવે શબ્દ પછી એક પ્રતમાં “મોને ” એટલું વધારે છે તે રાગમાં તે ચાલે તેમ છે પણ તેની જરૂર નથી. તેને અર્થ તે મને એમ જ રહે છે.
૧. કંચનવરણો સુવર્ણ જેવા રંગવાળા, અડાઘ મેલ-ડાઘ વગરનો. નાહકનાથ, પતિ. મેલાવો =મેળવી આપ, ( તેને મારી સાથે) મેળાપ કરી આપે. અંજન=આંજણ, રેખરેખા. આંખડી=આંખો. ભાવે ગમે, પસંદ આવે. મંજનસ્નાન, ન્હાવું તે. શિર માથા પર દાહઅગ્નિ.
Jain Education International
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only