________________
પ૩૪
શ્રી આનંદઘનજીનાં પદો યુદ્ધો ઊભાં કરવાં એ તદ્દન અજ્ઞાનદશા અથવા અંધદશા સૂચવે છે. આ પદ શાંતિ રાખીને બહુ વિચારવા લાગ્યા છે. એમાં રહેલે ભાવ સાર્વજનિક થઈ જાય તે બહુ મતભેદને નિકાલ થઈ જવા સંભવ છે. જરા દશાને ઉન્નત કરી વિચાર કરી આ પદને ભાવ વિચારવા વિજ્ઞપ્તિ છે, બાહ્ય અથવા ઉપર ઉપરના વિચાર કરવાથી આ પદનું રહસ્ય કદિ પણ સમજવામાં આવે તેમ નથી એમ લાગે છે. શ્રીઆનંદઘનજીને આશય ઘણું જ વિપુળ, ઉન્નત અને ઉદાર છે એ લક્ષ્યમાં રાખવા ગ્ય છે અને તેની ઉદારતા વર્તમાન પરમતસહિષ્ણુતા(Toleration)ના વિચારોથી પણ ઘણી આગળ વધી જાય તે વિચારવાથી સમજી શકાશે. વર્તમાન વિચારમાં પરમતને હોય તેમ રહેવા દેવાની જ ભાવના છે, પણ સર્વ જગ્યા પર જઈ, સત્ય શોધી, આગ્રહ છેડી સત્યને સત્યની ખાતર આદરવાની અને જ્યાં સત્યના અંશ હોય ત્યાં તેટલે દરજજે તે અંશોનું અસ્તિત્વ સ્વીકારવાની જે ભાવના આ પદમાં બતાવવામાં આવી છે તે વર્તમાન વિશાળ વિચાર-વાતાવરણમાં પણ જોવામાં આવતી નથી. વર્તમાન ભાવનામાં અન્ય ધર્મમાં હોય તે ભલે તેમ ને તેમ રહો એટલે જ ભાવ છે. આ સહિષ્ણુતા કરતાં શ્રીઆનંદઘનજીની સહિષ્ણુતા બહુ આગળ વધી જાય છે. મે આતા મહાવીરે ન द्वेष: कपिलादिषु ये भावनामा भने हस्तिना ताड्यमानोऽपि न गच्छे जैनमंदिरे से ये वाध्य વરચે તફાવત સમજવાથી પૂર્વ કાળમાં તીર્થને આગ્રહ પૂર્વ કાળના યોગીઓમાં કેટલે હતો તે જણાય છે, તેથી ઘણું આગળ વધીને અને વર્તમાન સહિષ્ણુતાના ભાવથી પણ આગળ વધીને સત્યશોધક બુદ્ધિની અને શુદ્ધ દશા પ્રાપ્ત કરવાની જે ભાવના આ પદમાં બતાવવામાં આવી છે તે ખાસ વિચાર કરવા ગ્ય છે અને મનન કરીને સમજવા છે.
પદ ઓગણપચાસ
રાગ-સોરઠી +कंचन वरणो नाह रे, xमोने कोई मेलावो;
अंजन रेख न आिंखडी भावे, मंजन शिर पडो दाह रे. मोने० १
* અહીં સર્વ પ્રતમાં રાગ સોરઠી એમ લખ્યું છે. સોરઠ અને સોરઠીમાં ફેર શું છે તે ગાયનવિદ્યામાં કુશળ મનુષ્યને પૂછવા યોગ્ય છે. છાપેલી બુકમાં એને સોરઠ રાગ તરીકે આપેલ છે, તે કઈ પ્રતથી સિદ્ધ થતું નથી.
+ એક પ્રતમાં પાઠ આ પ્રમાણે આપે છે. “મોને મિલાવો રે, કઈ કંચન વરણ નહિ રે.” આ પાઠ રાગમાં બરાબર બોલી શકાતો નથી. મૂળમાં પાઠ આપ્યો છે તે યોગ્ય જણાય છે.
ક માનેને બદલે પ્રતમાં “ મને ' શબ્દ પાઠાંતરે છે. એક જગ્યાએ “મને ' શબ્દ લખ્યો છે. રાગમાં ગાન કરતાં મને શબ્દને બદલે મને વધારે ઠીક લાગે છે. અર્થ એક જ છે.
* કોઈને સ્થાને “કોએ' પાઠ એક પ્રતમાં છે અને એકમાં ‘કાએ' પાઠ છે, તે પણ સાથે છે. “ અંજન રેખન આંખન ભાવે” એવો પાઠ માત્ર છાપેલી બુકમાં છે. એ પાઠ લેતાં રેખનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org