________________
૫૩૦
શ્રી આનંદઘનજીનાં પદો પડે છે અને ઉલટું સત્ય કહેનારને બને તેટલું નુકશાન કરે છે. અહીં તે તે તીથીઓ મારા પતિને એવા ચઢાવી મૂકે છે કે મારું ઘર તદ્દન પતિશૂન્ય થઈ જાય અને પતિને અને મારે ત્યા વહેવાર પણ ન રહે એવું તેઓ કરી મૂકે છે. આથી મારાથી સાચી વાત પણ કહી શકાતી નથી અને મારું જરા પણ જેર ચાલતું નથી.
આપવીતી એટલે આપનામાં રહેવાથી વીતેલી હકીકત અથવા મારે માથે વિતેલી હકીક્ત એ બને અર્થ સુંદર છે. છાયા ફેરફાર થાય છે પણ ભાવ લગભગ સરખે જ આવે છે. આવી રીતે જ્યાં જાય ત્યાં ચેતનાને અનેક પ્રકારનાં રૂપ ધારણ કરવાં પડે છે, તેની પાસે અનેક કામ એવાં કરાવવામાં આવે છે કે તેની વાત કહેતાં પણ તે લાજે છે અને તેનું ઘર પણ સાજું નથી. હવે ચેતના તે સર્વ હકીકત કહીને શું કરવું જોઈએ અથવા પોતાના સંબંધમાં શું થવું જોઈએ તે બહુ ટૂંકામાં પણ મુદ્દાસર રીતે કહે છે તે વિચારવા યોગ્ય છે.
- હવે તે મારા નાથ આનંદઘન પ્રભુ જે મારી બાંહ ઝાલે તે બીજા સઘળાને તે હું સંભાળી લઉં. અત્યાર સુધી તે સર્વેએ મને એકાંત પક્ષને આદર કરાવીને મારી પાસે અનેક વેશે ધરાવ્યા છે, અનેક કામ કરાવ્યાં છે અને મારી અનેક રીતે અનેક જગ્યા પર રખડપટ્ટી કરાવી છે, પરંતુ જે હવે આનંદઘન ભગવાન–મારા શુદ્ધ પ્રાણપતિ મારે હાથ ઝાલે, મને એકાંત જ્ઞાનમાર્ગને અથવા બાહ્ય ક્રિયાના એકાંત માર્ગને વસ્તુસ્વરૂપના અંતરંગ રહસ્યને સમજ્યા આદર્યા વગર જે હઠ આગ્રહ થાય છે તેને ત્યાગ કરાવી શુદ્ધ સ્યાદ્વાદમાર્ગમાં પ્રગતિ કરાવે અને તેથી છેવટે શુદ્ધ આચરણ થઈ શુદ્ધ જ્ઞાનને ભાસ થાય, વિશુદ્ધ કૈવલ્યજ્ઞાનથી કાલેકનું સ્વરૂપ સમજાય તે બીજા બધાને હું જાળવી લઉં અને મારી પીડા પડી જાય. હાલ તે કઈને કાંઈ કહું છું તે તે રીસાઈ જાય છે, મારી પાસે હીન આચરણ કરાવે છે અને મને અનેક રીતે હેરાન કરે છે. મારા પતિ બિચારા શુદ્ધાવબોધને પાત્ર થયા નથી તેથી સર્વ ગોટા ગળી જાય છે અને મને સાથે ઘસડે છે. આનંદઘન સ્વરૂપ પતિ શુદ્ધ સ્વરૂપ સમજી, પ્રગટ કરી મારી બાંહ ઝાલે એટલે પિતે શુદ્ધ સ્વરૂપી થાય તે અત્યારે જે એક પક્ષમાં તેઓને ઘસડાવાની ટેવ પડી ગઈ છે તે દૂર થાય અને ત્યારે જ તેઓ નિષ્પક્ષ રહે. તેઓ જ્યારે નિષ્પક્ષ થાય ત્યારે પછી હું પણ તેવી થઈ જાઉં એમાં કાંઈ નવાઈ નથી. આ પ્રમાણે થાય ત્યારે સઘળી બાજી બરાબર રમાઈ જાય, સર્વ જગ્યા પર વિજય મળે અને ચેતનની ભવભ્રમણ પૂરી થાય. બાજી કેવી રમવી જોઈએ અને કેવા દાણા નાખવાથી વિજ્ય થાય તે માટે બારમા પદમાં વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. પાઠાંતરમાં બાજીને બદલે “બીજું” એ પાઠ છે તે પણ ઠીક છે. એ આનંદઘન પ્રભુ હાથ પકડે તે બીજું તે સર્વ પળાઈ જાય તેમ છે, તેને જાળવી લેવાય તેમ છે, તેમાં કઈ પણ પ્રકારને વાંધો આવે તેમ નથી. પળાઈ શબ્દનો અર્થ નાશ પણ થાય છે અને તે અર્થ વધારે ઠીક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org